Suyagada 778
Sūyagaḍa: ṭīkānusārī vivecana 778
- Language
- Gujarati
778
‘સૂત્રકૃત’ સૂત્ર-૭૪૪ થી ૭૪૭ :– [૨/૬/–/૭૪૪ થી ૭૪૭]
[ગોશાલક-] અમારા મતમાં ઠંડુ પાણી, બીજકાય, આધાકર્મ અને સ્ત્રી સેવનમાં પણ એકાંતચારી તપસ્વીને પાપ માનેલ નથી...
[આર્દ્રક-] સચિત્ત પાણી, બીજકાય, આધાકર્મ અને સ્ત્રી આનું સેવન કરનારા ગૃહસ્થ છે, શ્રમણ નથી...
જો સચિત્ત બીજ-પાણી અને સ્ત્રીનું સેવન કરનારા પણ શ્રમણ માનીએ તો ગૃહસ્થ પણ શ્રમણ મનાશે. કેમ કે તેઓ પણ તેમનું સેવન કરે છે...
જે સાધુ થઈને પણ બીજ અને સચિત્ત પાણીનો ભોગી છે, તે જીવિતાર્થે જ ભિક્ષાવૃત્તિ કરે છે. તે જ્ઞાતિ સંયોગ છોડી કાયાને પોષે છે, અંતકર ન બને.
Linked texts (1)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit