Suyagada 779
Sūyagaḍa: ṭīkānusārī vivecana 779
- Language
- Gujarati
779
વિવેચન :–૭૪૪ થી ૭૪૭
[૭૪૪] હે આર્દ્રક! તમે [મહાવીર વિશે] કહો છો કે - બીજાને માટે અશોકવૃક્ષાદિ પ્રાતિહાર્યનો પરિગ્રહ તથા શિષ્યાદિ પરિવાર કર્યો છે, ધર્મદેશના તેમના દોષને માટે નથી, તેમ અમારા સિદ્ધાંતમાં પણ આટલા કાર્યો દોષ માટે થતા નથી - સચિત્ત પાણીનો પરિભોગ, બીજકાય ઉપભોગ, સ્ત્રીનો સંસર્ગ કરવા વડે સ્વ-પર ઉપકાર થાય. અમારા ધર્મમાં વર્તતા બગીચા, ઉદ્યાનાદિમાં એકલા વિચરતા, તપસ્વીનો અશુભ કર્મોનો બંધ થતો નથી. સારાંશ એ કે આ સચિત્ત જળ વગેરે જો કે કિંચિત્ કર્મબંધ માટે છે, તો પણ ધર્મના આધારરૂપ શરીરનું પાલન કરતા એકાંતચારી તપસ્વીને કર્મનો બંધ થતો નથી. - ત્યારે આર્દ્રકમુનિ તેનું ખંડન કરતા કહે છે–
[૭૪૫] સચિત્ત પાણી વગેરેનો પરિભોગ આદિ કરનાર ગૃહસ્થ છે, દીક્ષા લીધેલા નહીં.
શ્રમણના લક્ષણ છે - અહિંસા, સત્ય, ચોરી, બ્રહ્મચર્ય, નિર્લોભતા. તેમને સચિત્ત પાણી, બીજ, આધા-કર્મ, સ્ત્રીપરિભોગ ન હોય. તેથી તેઓ નામ અને વેશ માત્રથી શ્રમણ કહેવાય, પરમાર્થ-અનુષ્ઠાનથી શ્રમણ નથી.
[૭૪૬] આર્દ્રક મુનિ આગળ કહે છે - એ કદાચ તમારો મત છે - એકાંતચારી, ભૂખ-તરસ આદિ પ્રધાન તપ-ચારિત્ર પાલન, તેટલાથી તે સાધુ કેમ ન કહેવાય? તેનો ખુલાસો સાંભળો - જો બીજાદિ ઉપભોગી પણ તમારા મતે શ્રમણ કહેવાય તો ગૃહસ્થો પણ શ્રમણ કહેવાશે. તેમને પણ દેશિક અવસ્થામાં આશંસા હોય, પૈસા કમાવા એકલા ભટકવું, ભૂખ-તરસ સહેવાનું સંભવે છે - X - X -
[૭૪૭] આર્દ્રક મુનિ ફરી બીજાદિ ઉપભોગીના દોષો જણાવે છે - જેઓ દીક્ષા લઈને સચિત્ત બીજ અને જળ આદિના ભોગી થઈને દ્રવ્યથી બ્રહ્મચારી છે અને ભિક્ષા માટે ફરે છે, તે જીવિતાર્થી છે. તેવાઓ સ્વજન સંબંધ છોડીને કાયામાં વર્તે છે. તેઓ આરંભમાં પ્રવૃત્ત થઈ જીવહિંસા કરે છે, સંસારનો અંત કરતા નથી.
સારાંશ એ કે - તેઓએ માત્ર દ્રવ્યથી સ્ત્રી પરિભોગ તજેલ છે, તે સિવાય બીજાદિના ઉપભોગથી ગૃહસ્થ જેવા જ છે. જે ભિક્ષાભ્રમણ કહ્યું, તે તો કેટલાંક ગૃહસ્થોને પણ સંભવે છે. એટલા માત્રથી તેઓ સાધુ બની જતાં નથી.
આવું સાંભળીને ગોશાલક બીજો ઉત્તર આપવામાં અસમર્થ હોવાથી બીજા મતવાળાની સહાય લઈને અવિવેકનાં અસાર વચનો કહે છે–
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati