Suyagada 783
Sūyagaḍa: ṭīkānusārī vivecana 783
- Language
- Gujarati
783
વિવેચન :–૭૫૨ થી ૭૫૫
[૭૫૨] તે હારેલો આર્દ્રકમુનિને કહે છે - તમારા જે તીર્થંકર છે, તે રાગદ્વેષ-ભય યુક્ત છે. તેથી મુસાફરખાનું, ધર્મશાળાદિમાં તમારા તીર્થંકર ડરેલા હોવાથી, અપમાન ભયે જતાં નથી. ત્યાં સ્થાન, શયનાદિ ક્રિયા કરતા નથી. તેઓ કેમ ડરે છે, તે કહે છે - ત્યાં નિપુણ, શાસ્ત્ર વિશારદ ઘણાં મનુષ્યો હોય છે. તેનાથી ડરીને તમારા તીર્થંકર ત્યાં રહેતા નથી.
તે મનુષ્યો જાત્યાદિથી હીન છે, તેમનાથી પરાજય પામે તો મોટો અપયશ થાય. તે મનુષ્યો વાચાળ, ડાંડી પીટાવીને અનેક તર્ક દ્વારા બીજાને હરાવનારા છે તથા મૌનવ્રતી પણ છે અથવા ગુટિકાદિયુક્ત છે. જેનાથી યોગ્ય વિષયની વાચા પણ ન નીકળે, તેથી તેમના ભયથી તમારા તીર્થંકર ધર્મશાળાદિમાં રહેતા નથી.
[૭૫૩] ગોશાલક કહે છે - ગ્રહણ-ધારણ સમર્થ મેધાવી, આચાર્યાદિ પાસે શિક્ષા લીધેલાં, ઔત્પાતિકી આદિ ચારે બુદ્ધિવાળા, સૂત્ર અને અર્થના વિષયમાં નિશ્ચયજ્ઞ-યથાવસ્થિત સૂત્રાર્થ જ્ઞાતા છે. તેવા કોઈ અણગાર મને સૂત્રાર્થ વિષયમાં પ્રશ્ન પૂછશે તો? એવી બીકથી, તેમની વચ્ચે જતાં નથી. તેથી ઋજુમાર્ગી નથી પણ ડરપોક છે. વળી મ્લેચ્છ દેશોમાં જઈને ધર્મદેશના કરતા નથી, આર્યદેશોમાં પણ ક્યાંક જ જાય છે. તેઓ વિષમદૃષ્ટિ હોવાથી રાગ-દ્વેષ વાળા છે
- આવા ગોશાળાના મતનું ખંડન કરતા આર્દ્રકમુનિ કહે છે–
[૭૫૪] તે ભગવંત વિચારપૂર્વક અકામકૃત્ય કરતા નથી - X - અનિચ્છાકારી છે. તેમ જાણવું, જે વિચારીને નથી વર્તતા, તે સ્વ-પર આત્માનું નિરર્થક કૃત્ય પણ કરે. ભગવંત સર્વજ્ઞ, સર્વદર્શી, પરહિતમાં રત હોવાથી તે બીજાનું કે પોતાનું બગડે તેવા કૃત્યો ન કરે. - X - તેઓ બાળકની જેમ વિચાર્યા વિના બોલનારા નથી. બીજાના આગ્રહથી કે માન મેળવવા ધર્મદેશના આપતા નથી, પણ કોઈ ભવ્યજીવના ઉપકારને માટે બોલે છે અન્યથા નથી બોલતા. રાજાભિયોગથી ધર્મોપદેશ કરતા નથી, તો પછી તેમને શેનો ભય હોય?
કોઈ વખતે કોઈ પ્રશ્ન પૂછે તો તેના હિતમાં ઉત્તર આપે છે, અહિતકારી હોય તો ઉત્તર આપતા નથી અથવા અનુત્તરવાસી દેવો કે મનઃપર્યાય જ્ઞાનીને દ્રવ્ય મનથી જ ઉત્તર આપે છે પણ બોલતા નથી. તે વીતરાગ છે છતાં તીર્થંકર નામકર્મ ખપાવવા સ્વેચ્છાથી ધર્મોપદેશ કરે. તેઓ અગ્લાનપણે આ જગત્માં અથવા આર્યક્ષેત્રમાં ઉપકાર યોગ્યને-આર્યોને ધર્મદેશના આપે છે.
[૭૫૫] પરહિતમાં એકરત એવા તે ભગવંત શિષ્ય-વિનયીની પાસે જઈને કે ન જઈને પણ ભવ્ય જીવને જેમ ઉપકાર થાય તેમ અર્હન્ત ભગવંત ધર્મદેશના આપે છે. ઉપકાર થતો હોય તો જઈને પણ આપે, ન થતો હોય તો જ્યાં હોય ત્યાં પણ ન આપે. તેમનામાં રાગ-દ્વેષ સંભવતો નથી. સર્વજ્ઞ સમદૃષ્ટિથી ચક્રવર્તી કે ગરીબને પૂછે કે ન પૂછે તો પણ ધર્મ કહે. - X –
અનાર્યો ક્ષેત્ર-ભાષા-કર્મ વડે દર્શનથી ભ્રષ્ટ છે તેથી ત્યાં જતા નથી, કેમકે તેઓને શ્રદ્ધા પણ થવી દુર્લભ છે. અથવા તેઓ વર્તમાનને જોનારા શક, યવનાદિ દીર્ઘદર્શી હોતા નથી. તેઓ માત્ર તત્કાળ સુખ માટે જ પ્રવર્તે છે, પરલોક સુખાર્થે નહીં. તેઓ સદ્ધર્મથી વિમુખ છે, માટે ભગવંત જતા નથી, નહીં કે તેમના પ્રત્યે દ્વેષ છે માટે. વળી તમે કહ્યું કે બીજા અનેક શાસ્ત્રવિશારદાદિના ભયથી તે સમાજમાં જતા નથી એ બધો બાળકનો બબડાટ છે. કેમકે સર્વજ્ઞ ભગવંત સામે બધાં વાદી ભેગા થાય તો પણ તેમનો તાપ ન જીરવી શકે, વાદ કે પરાજય ક્યાં થવાનો?
- X - ગોશાલક ફરી કહે છે–
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati