Pramāṇa · Search · About · API

Suyagada 784

Sūyagaḍa: ṭīkānusārī vivecana 784

Language
Gujarati

784

‘સૂત્રકૃત’ સૂત્ર-૭૫૬ થી ૭૬૨ :– [૨/૬/–/૭૫૬ થી ૭૬૨]
[ગોશાલકે કહ્યું-] ત્યારે તો મને લાગે છે કે, જેમ કોઈ વણિક્‌ લાભની ઈચ્છાથી સંગ કરે તેમ તમારા જ્ઞાતપુત્ર પણ તેવા જ છે...
[આર્દ્રકમુનિએ કહ્યું-] ભગવંત નવા કર્મ બાંધતા નથી, જૂનાનો ક્ષય કરે છે,
પ્રાણી કુમતિ છોડીને જ મોક્ષ પામે છે, આ પ્રમાણે મોક્ષનું વ્રત કહ્યું છે, ભગવંત આવા મોક્ષના ઈચ્છુક છે
- તેમ હું કહું છું...
વણિકો તો જીવોનો આરંભ કરે છે, પરિગ્રહનું મમત્વ કરે છે, સ્વજનોનો સંગ છોડ્યા વિના, લાભ નિમિત્તે બીજાનો સંગ કરે છે...
વણિકો ધનના અન્વેષી, મૈથુનાસક્ત, ભોજનાર્થે ભટકે છે, અમે તેમને કામાસક્ત, પ્રેમરસમાં ગૃદ્ધ અનાર્યો કહીએ છીએ...
વણિકો આરંભ-પરિગ્રહને ન છોડતા, તેમાં બદ્ધ રહીને આત્માને દંડે છે, તમે જેને તેમનો ઉદય કહો છો, તે ચાતુર્ગતિ અનંત દુઃખને માટે થાય છે...
તે વણિકોનો લાભ એકાંત કે આત્યંતિક નથી, તેમાં કોઈ ગુણ નથી, ભગવંતને પ્રાપ્ત ઉદય સાદિ અનંત છે, બીજાને તેવા લાભ માટે ઉપદેશ દે છે...
ભગવંત અહિંસક, સર્વપ્રજાનુકંપી, ધર્મસ્થિત, કર્મવિવેક હેતુ છે, તેમને આત્મદંડી વણિક્‌ જેવા કહેવા તે તમારા અજ્ઞાનને અનરૂપ છે.

Linked texts (1)