Pramāṇa · Search · About · API

Suyagada 787

Sūyagaḍa: ṭīkānusārī vivecana 787

Language
Gujarati

787

વિવેચન :–૭૬૩ થી ૭૬૫
[૭૬૩] શાક્યો કહે છે - આ વણિક્‌ દૃષ્ટાંત દૂષણ વડે તમે બાહ્ય અનુષ્ઠાન દૂષિત કર્યુ, તે સારું કર્યુ. કેમકે બાહ્ય અનુષ્ઠાન વ્યર્થ પ્રાય છે. અંતરનું અનુષ્ઠાન સંસારમોક્ષનું પ્રધાન અંગ છે. અમારા સિદ્ધાંતમાં તે જ તત્વ બતાવ્યું છે, હે આર્દ્રકકુમાર રાજપુત્ર! તું સ્થિર થઈને સાંભળ, સાંભળીને અવધાર. એમ કહીને તે ભિક્ષુઓ અંતર્‌ અનુષ્ઠાન સમર્થક સ્વસિદ્ધાંત બતાવવા આમ બોલ્યા-
ખોળનો પિંડ જે અચેતન છે, તે લઈને કોઈ જતો હતો, ત્યાં મ્લેચ્છાદિના દેશમાં નાસતા તેણે ખોળ ઉપર કપડું ઢાંક્યુ, તેની પાછળ મ્લેચ્છ શોધવા આવ્યો. ખોળના પિંડને પુરૂષ માનીને ઉચક્યો, તેને શૂળમાં પરોવી અગ્નિમાં પકાવ્યો. તુંબડાને આ કુમાર છે, તેમ માની અગ્નિમાં પકાવ્યો. અમારા મતે, તે ચિત્તની દુષ્ટતાથી પ્રાણીવધ જનિત પાપથી લેપાય છે.કેમ કે શુભાશુભ બંધનું મૂળ ચિત્ત છે. આ રીતે અકુશળ ચિત્તથી જીવહિંસા ન કરનારો પણ પ્રાણીઘાતના ફળથી લેપાય છે
[૭૬૪] આ જ દૃષ્ટાંત વિપરીતપણે કહે છે - કોઈ પુરૂષને ખળો માનીને કોઈ મ્લેચ્છ શૂળમાં પરોવી, અગ્નિમાં પકાવે તથા કુમારને તુંબડુ માની અગ્નિમાં પકાવે, તેને પ્રાણીહત્યાનું પાપ ન લાગે.
[૭૬૫] પુરૂષ કે કુમારને શૂળમાં વિંધી પકાવે કે ખોળનો પિંડ માનીને અગ્નિમાં નાંખે, તે સારું છે. તે બુદ્ધોને ભોજન માટે કલ્પે છે, તો બીજા માટે શું કહેવું? એમ સર્વાવસ્થામાં મન વડે સંકલ્પ ન કરેલ હોય તો કર્મ ન બંધાય, તે અમારો સિદ્ધાંત છે. - X - X –
શાક્યોને દાનનું ફળ કહે છે–

Linked texts (2)