Suyagada 795
Sūyagaḍa: ṭīkānusārī vivecana 795
- Language
- Gujarati
795
વિવેચન :–૭૮૪, ૭૮૫
[૭૮૪] શરીરમાં રહે તે પુરૂષ-જીવ. તે જેમ તમે માનો છો, તેમ અમે માનીએ છીએ. તે વિશેષથી કહે છે - અમૂર્ત્ત હોવાથી અવ્યક્તરૂપ છે. હાથ -પગ-મસ્તક-ડોક આદિ અવયવોથી પોતે અનવસ્થાન છે, તથા લોકવ્યાપી, શાશ્વત દ્રવ્યાર્થથી નિત્ય છે. વિવિધ ગતિનો સંભવ છતાં ચૈતન્ય લક્ષણ જે આત્માનું મૂળરૂપ છે, તેને મૂકતો નથી. તે અક્ષય છે તેનો કોઈપણ દેશનો જુદો ભાગ કરવો અશક્ય છે. તે અવ્યય છે - અનંતકાળે પણ તેનો એકે પ્રદેશ ઓછો થતો નથી. કાયાકાર પરિણમેલા બધાં ભૂતોમાં દરેક શરીરમાં પૂર્ણ રૂપે નિરવશંસપણે તે આત્મા સંભવે છે કોની માફક?
ચંદ્ર જેમ અશ્વિની નક્ષત્રો વડે સંબંધ ધરાવે છે, તેમ આત્મા પ્રત્યેક શરીર સાથે સંપૂર્ણ સંબંધ ધરાવે છે. આ પ્રમાણે એકદંડી પોતાનું મંતવ્ય જૈન મત સાથે મેળવીને પોતાના દર્શનમાં તેને મેળવવા આર્દ્રકને સૂચવ્યું કે તમે અમારાં કહેલા ધર્મસંસારના ઉપયોગી તત્ત્વો જેમાં છે, તે તમારા જેવા વિદ્વાને સ્વીકારવો જોઈએ. તમારા અર્હત્ તત્ત્વમાં કેટલુંક મળતાપણું છતાં આવા ઉપયોગી તત્ત્વો અમારે ત્યાં જ છે. તેથી તમારે અમારું દર્શન સ્વીકારવું જોઈએ. આર્દ્રકુમાર તેનો ઉત્તર આપે છે–
[૭૮૫] - X - એક જ અવ્યક્ત પુરૂષ આત્મા મોટો, આકાશની પેઠે સર્વવ્યાપી, સનાતન, અનંત, અક્ષય, અવ્યય સર્વે ચેતન-અચેતન ભૂતોમાં સર્વ આત્મરૂપે રહેલો છે - આ પ્રમાણે માનનારા છે. જેમ બધાં તારામાં એક ચંદ્ર રહેલો છે, તેમ એક આત્મા સર્વમાં સંબંધ ધરાવે છે. - આ બધાંનો ઉત્તર આપવા માટે કહે છે–
જો તમારા દર્શનમાં તમારા કહેવા પ્રમાણે એકાંતથી નિત્ય અવિકારી આત્મા સ્વીકારો તો સર્વે પદાર્થો નિત્ય થશે, પછી બંધ-મોક્ષનો સદ્ભાવ ક્યાંથી થશે? બંધના અભાવે નરકાદિ ચતુર્ગતિક સંસાર થશે નહીં, તથા મોક્ષના અભાવે તમારું વ્રતગ્રહણ નિરર્થક થશે. પાંચ રાત્રિનો બતાવેલ યમ-નિયમાદિનો સ્વીકાર શા માટે? તમે આપણા બંનેનો ધર્મ તુલ્ય કહો છો, તે ખોટું છે. તથા સંસારના પદાર્થોમાં સામ્ય નથી.
તમારા જેવા દ્રવ્યમાં એકત્વ માનનારાને બધું પ્રધાનથી અભિન્ન હોવાથી તે જ પ્રધાન કારણ મુખ્ય છે. કાર્ય-કારણથી અભિન્ન હોવાથી ત્યાં સર્વ આત્મા વડે છે. અમારામાં તો દ્રવ્ય અને પર્યાય બંને માનનારાને કારણમાં કાર્ય દ્રવ્યરૂપે છે, પર્યાયરૂપે નહીં. અમારે તો ઉત્પાદ, વ્યય, ધ્રુવ યુક્ત તે જ સત્ છે. તમારામાં તો ધ્રુવ યુક્ત જ સત્ છે - X - X - તમારે અમારે આલોક-પરલોક સંબંધી તત્વ વિચારતા કંઈ સામ્ય નથી.
સર્વવ્યાપીપણું માનતાં, આત્મામાં અવિકારીપણું માનતાં, આત્માનું અદ્વૈતપણું સ્વીકારતા નારકાદિ ભેદે, બાલ-કુમાર-સુભગ-દુર્ભગાદિ ભેદે ઓળખાવવું ન જોઈએ. સ્વકર્મથી વિવિધ ગતિમાં જતા નહીં મનાય. કેમકે આત્મા સર્વવ્યાપી કે એક છે. તે પ્રમાણે બ્રાહ્મણાદિ કોઈ નહીં કહેવાય. કીડા-પક્ષી આદિ ભેદ નહીં થાય, માણસો કે દેવલોક ભેદો નહીં બોલાય. આ બધું પ્રત્યક્ષ હોવાથી આત્મા સર્વવ્યાપી નથી.
આત્માનો અદ્વૈતવાદ સારો નથી કેમકે પ્રત્યેક જીવને સુખ-દુઃખ પ્રત્યક્ષ અનુભવાય છે, શરીર-ત્વચા પર્યન્ત માત્ર આત્મા છે. ત્યાં જ તેના ગુણ વિજ્ઞાનની પ્રાપ્તિ છે, એમ નક્કી થયું. તેથી તમારા આગમ યથાર્થ કહેનારું નથી. કેમકે તે અસર્વજ્ઞ પ્રણિત છે. તેનું અસર્વજ્ઞત્વ તો તમે એકાંત પક્ષ સ્વીકારવાથી પ્રત્યક્ષ છે. અસર્વજ્ઞમાર્ગના દોષો કહે છે–
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati