Suyagada 807
Sūyagaḍa: ṭīkānusārī vivecana 807
- Language
- Gujarati
807
વિવેચન :– ૭૯૫, ૭૯૬
[૭૯૫] તે એવા લેપ ઉપાસક ગૃહપતિની નાલંદાના ઈશાન ખૂણામાં શેષદ્રવ્ય નામક-ઘર ઉપયોગી શેષદ્રવ્યથી બનાવેલ હોવાથી શેષદ્રવ્યા-ઉદકશાલા હતી. તે અનેકશત સ્તંભ પર રચાયેલી, પ્રાસાદીયા, દર્શનીયા, અભિરૂપા, પ્રતિરૂપા હતી. તેના ઈશાનખૂણામાં હસ્તિયામ નામે વનખંડ હતું, તે કૃષ્ણ જેવા આભાસ ઈત્યાદિ વર્ણનું હતું.
[૭૯૬] તે વનખંડ ગૃહપ્રદેશમાં ભગવંત વર્ધમાન સ્વામીના ગણધર ગૌતમસ્વામી વિચરતા હતા. પછી ભગવન્ ગૌતમસ્વામી તેના બગીચામાં સાધુઓ સાથે રહેલા હતા. ત્યાં ભગવંત પાર્શ્વ સ્વામીના શિષ્યના શિષ્ય નિર્ગ્રન્થ ઉદક પેઢાલપુત્ર કે જે મેદાર્ય ગોત્રીય હતા, તેઓ જે દિશામાં કે જે પ્રદેશમાં ભગવન્ ગૌતમ સ્વામી હતા તે દિશા કે તે પ્રદેશમાં આવ્યા અને હવે કહેવાશે તેમ બોલ્યા. નિર્યુક્તિકાર તેનું તાત્પર્ય કહે છે–
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati