Pramāṇa · Search · About · API

Suyagada 808

Sūyagaḍa: ṭīkānusārī vivecana 808

Language
Gujarati

808

[નિર્યુક્તિ–૨૦૫]
પાર્શ્વનાથના ઉદક નામના પ્રશિષ્યએ આર્ય ગૌતમને પૂછ્યું શું? શ્રાવક વિષય પ્રશ્ન. તે આ પ્રમાણે - હે ઈન્દ્રભૂતિ! સાધુ શ્રાવકને અણુવ્રત ઉચ્ચરાવે ત્યારે સ્થૂલ પ્રાણાતિપાતાદિ વિષયમાં બીજા સૂક્ષ્મબાદર પ્રાણીનો ઉપઘાત થતાં આરંભજનિત કર્મમાં તેમની અનુમતિજનિત કર્મબંધ કેમ ન થાય? તથા સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતીને તે જ પર્યાયમાં રહેલ જીવોને મારતા, નાગરિક વધ નિવૃત્તને તે જ નગરની બહાર હોય તો હણે તેમ તે વ્રતભંગ જનિત કર્મબંધ કેમ ન થાય? - X - X - તે પ્રશ્નના ગૌતમ સ્વામીનો ઉત્તર સાંભળીને સંદેહ નિવૃત્ત ઉદક સાધુ સંતુષ્ટ થયા. હવે સૂત્રની વૃત્તિ કહે છે–
ઉદકે ગૌતમ સ્વામી પાસે આવીને આ પ્રમાણે કહ્યું - હે આયુષ્યમાન્‌ ગૌતમ! મારે કેટલાંક સંદેહો-પ્રશ્નો પૂછવાના છે. તેના યથાશ્રુત, યથા ભગવંતે કહ્યું છે, તે રીતે મને કહો અથવા વાદ સહિત કે વાચા સહિત - શોભન વાણીથી પ્રશ્ન પૂછ્યો. ઉદક પેઢાલપુત્રને આમ કહ્યું - હે આયુષ્યમાન્‌ ઉદક! આપના પ્રશ્ન સાંભળી, સમજીને, ગુણ-દોષ વિચારી હું સમ્યક્‌ પ્રકારે જાણતો હોઈશ, તે કહીશ. સ્વાભિપ્રાયથી નહીં. ત્યારે - X - ઉદક પેઢાલપુત્રે ભગવન્‌ ગૌતમને આ પ્રમાણે કહ્યું–

Linked texts (1)