Suyagada 88
Sūyagaḍa: ṭīkānusārī vivecana 88
- Language
- Gujarati
88
વિવેચન :– ૪૭, ૪૮
એ પ્રમાણે ભાવમૂઢ-ભાવઅંધ આજીવિક મતવાળા વગેરે મોક્ષ કે સદ્ધર્મના અર્થી પોતે સારા ધર્મના આરાધક થવા દીક્ષા લેવા છતાં પૃથ્વી, પાણી, વનસ્પતિ આદિ કાયોનું ઉપમર્દન કરી પચન-પાચનાદિ ક્રિયામાં પ્રવૃત્ત થઈ પોતે તેવા અનુષ્ઠાન કરે છે અને બીજાને પણ ઉપદેશ આપે છે. જેનાથી મોક્ષપ્રાપ્તિથી ભ્રષ્ટ થાય છે. અથવા મોક્ષનો અભાવ તો દૂર રહ્યો પણ આરંભ કરીને પાપ ઉપાર્જન કરે છે. - X - તેઓને બીજા અનર્થો સંભવે છે. - X - આ પ્રમાણે અસત્ અનુષ્ઠાનથી આજીવિકાદિ ગોશાલક મતાનુસાર અજ્ઞાનવાદમાં પ્રવૃત્ત તેઓ સર્વ પ્રકારે વિવક્ષિત મોક્ષ ગમનમાં ઋજુ એટલે સરળ માર્ગ એવા સંયમ કે સદ્ધર્મને પામતા નથી અથવા સર્વઋજુક તે સત્ય, તેને તે અજ્ઞાનથી અંધ જ્ઞાનના વિરોધી ન બતાવે.
આ અજ્ઞાનવાદીના ૬૭ ભેદો કહે છે – જીવ, અજીવ આદિ નવ તત્ત્વો. સત્, અસત્, સદસત, અવક્તવ્ય, સદવક્તવ્ય, અસદવક્તવ્ય, સદસદવક્તવ્ય તે સાત ભેદો વડે નવ તત્ત્વને જાણવાને શક્ય નથી અને જાણવાથી કંઈ લાભ નથી – તે આ પ્રમાણે ભાવવા-જીવ છે એ કોણ જાણે છે? તે જાણવાથી શું લાભ? એ પ્રમાણે અજીવાદિમાં પણ લેવું. ઈત્યાદિ પૂર્વના ૬૩ ભેદમાં પાછલા ચાર ઉમેરવાથી ૬૭ ભેદ થાય છે.
તે ચાર ભાવ આ પ્રમાણે – વિદ્યમાન ભાવની ઉત્પત્તિ કોણ જાણે છે? તે જાણવાથી શું લાભ? એ પ્રમાણે અસતી સદ્સત્ય વક્તવ્યા ભાવોની ઉત્પત્તિને કોણ જાણે છે? અથવા તે જાણવાથી શું લાભ છે? તેમાં ‘‘જીવ છે તેમ કોણ જાણે છે?’’ એનો પરમાર્થ આ છે - કોઈને એવું વિશિષ્ટ જ્ઞાન નથી કે જે અતિન્દ્રિય જીવાદિ પદાર્થોને સાક્ષાત્ જાણે - X - X - ઈત્યાદિ. તેથી અજ્ઞાન જ શ્રેષ્ઠ છે. [એમ તેઓ કહે છે.]
આ પ્રમાણે પૂર્વોક્ત અજ્ઞાનવાદીઓ વિતર્કો વડે પોતાની માનેલી અસત્ કલ્પના વડે અન્ય આર્હત્ આદિ જ્ઞાનવાદીઓને માનતા નથી અને પોતાના મંતવ્યમાં લીન બનીને અમે જ તત્ત્વજ્ઞાની છીએ બીજા કોઈ નથી, એ રીતે બીજાને માનતા નથી તથા પોતાના વિતર્કોથી અમારો અજ્ઞાનમાર્ગ જ શ્રેષ્ઠ છે, નિર્દોષ હોવાથી સ્પષ્ટ છે, બીજા દ્વારા ખંડન ન થાય તેવો છે, ગુણકારક છે એવા વચનો બોલે છે. કેમ કે તેઓ દુર્મતિ વાળા છે
- હવે જ્ઞાનવાદી આ અજ્ઞાનવાદના અનર્થો કહે છે–
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati