Suyagada 96
Sūyagaḍa: ṭīkānusārī vivecana 96
- Language
- Gujarati
96
વિવેચન :– ૫૨
જે જાણીને મનથી પ્રાણીને હણે પણ કાયા વડે ન હણે તે અનાકુટ્ટી છે – જે છેદે તે આકુટ્ટી અને ન છેદે તે અનાકુટ્ટી - અર્થાત્ કોઈ ક્રોધાદી કારણે માત્ર મનથી પ્રાણીને હણે, પણ કાયાથી પ્રાણીના અવયવનું છેદન-ભેદન ન કરે, તો તેને પાપ ન લાગે, તે નવા કર્મો ન બાંધે તથા અજાણતા કાયાથી પ્રાણીને હણે ત્યાં મનોવ્યાપાર અભાવે કર્મબંધ નથી. આ શ્લોકાર્ધ વડે નિર્યુક્તિકારે જે કહ્યું છે તે મુજબ–
ચાર પ્રકારે કર્મ ઉપચય ન થાય એવું ભિક્ષુ સમય કહે છે – તેમાં પરિજ્ઞા ઉપચિત અને અવિજ્ઞ ઉપચિત એ બે ભેદ સાક્ષાત્ કહ્યા છે. બાકીના બે ભેદ ઈર્યાપથ અને સ્વપ્નાંતિક છે. તેમાં ઈર્યા-ગમન સંબંધી પથ તે ઈર્યાપથ, તેના સંબંધી કર્મ તે ઈર્યાપથ કર્મ અર્થાત રસ્તે ચાલતા અજાણતા કોઈ પ્રાણી મરે તો તેથી કર્મબંધ ન થાય. તે રીતે સ્વપ્નમાં પણ કર્મબંધ ન થાય, જેમ સ્વપ્નમાં જમે તો પેટ ન ભરાય, તેમ સ્વપ્નમાં હણે તો કર્મનો ચય ન થાય.
કેમ કે [બૌદ્ધવાદી કહે છે કે–]
જો હણનાર જીવ હોય, હણતા તેને આ પ્રાણી છે એમ જ્ઞાન હોય, હું તેને મારું એ બુદ્ધિ હોય, પછી કાયાથી તેને મારે અને તે પ્રાણી મરે તો હિંસા કહેવાય અને તેથી કર્મનો સંચય થાય. - X -
આ પાંચ પદના ૩૨ ભેદો થયા, તેમાં પ્રથમ ભેદે હિંસક છે, બાકીના ૩૧-ભેદમાં અહિંસક છે. તે આ પ્રમાણે – (૧) મરનાર પ્રાણી, (૨) મારનારને પ્રાણીનું જ્ઞાન, (૩) મારવાની બુદ્ધિ, (૪) કાયાથી પ્રવૃત્તિ અને (૫) પ્રાણોથી વિયોગ. એ પાંચ ભંગ પૂરા હોય તો હિંસા જાણવી.
કોઈ પૂછે છે કે – શું એકાંતે પરિજ્ઞા ઉપચિતાદિથી કર્મબંધ ન થાય?
જરા નામમાત્ર હિંસા થાય તે પાછલી અડધી ગાથા વડે કહે છે – કેવલ મનોવ્યાપાર રૂપ પરિજ્ઞાથી કે કેવલ કાયક્રિયાથી અથવા અજાણતા ઈર્યાપથથી કે સ્વપ્નાંતિક એ ચાર પ્રકારે કર્મનો કંઈક સ્પર્શ થાય, તેનો સ્પર્શ માત્ર અનુભવ કરે, તેથી અધિક વિપાક ન થાય. ભીંત પર નાંખેલી મુઠ્ઠીભર ધૂળની માફક તે કર્મ ખરી જાય, તેથી કર્મના ચયનો અભાવ જાણવો પણ અત્યંત અભાવ ન જાણવો.
આ પ્રમાણે અવ્યક્ત હોવાથી સ્પષ્ટ અનુભવનો અભાવ છે. તે અવ્યક્ત અવદ્ય સાથે વર્તે છે, તે પરિજ્ઞા ઉપચિત કર્મ જાણવું.
તો કર્મનો ઉપચય કઈ રીતે થાય? તે શંકા માટે વાદી કહે છે કે–
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati