Pramāṇa · Search · About · API

Suyagada 98

Sūyagaḍa: ṭīkānusārī vivecana 98

Language
Gujarati

98

વિવેચન :– ૫૩, ૫૪
જેના વડે પાપ થાય છે, તે ત્રણ કર્માદાન આ છે – (૧) અભિક્રમ્ય-સામે બાંધેલ પ્રાણીને તેને મારવાની બુદ્ધિથી જાતે પ્રાણીને હણે તે. (૨) નોકરને પ્રાણીઘાત માટે મોકલીને પ્રાણીને હણાવે. (૩) કોઈ હણતો હોય તેની મનથી અનુમોદના કરે. પરિજ્ઞા ઉપચિતથી આ ભેદ છે કે તેમાં માત્ર મનથી મારવાનું ચિંતવે છે, અહીં બીજો મારતો હોય તેનું મનથી અનુમોદન કરે છે. તેથી આ પ્રમાણે હિંસા કરે, કરાવે, અનુમોદે તેમાં પ્રાણીઘાત કરતા પ્રાણાતિપાતના ક્લિષ્ટ અધ્યવસાયથી કર્મનો ઉપચય થાય, પણ બીજે ન થાય તે બતાવે છે–
પૂર્વોક્ત ત્રણે કર્માદાન જે દુષ્ટ અધ્યવસાયથી થતાં પાપકર્મ બંધાય પણ જેમની વૃત્તિ હિંસા કરવા, કરાવવા, અનુમોદવાની ન હોય તથા રાગ-દ્વેષ વિના વર્તે છતાં જીવહિંસા થાય. તો પણ કેવળ મનથી કે કાયાથી કે બંનેથી થાય તો પણ વિશુદ્ધ બુદ્ધિવાળાને કર્મબંધ ન થતા તે મોક્ષ પામે છે.
ભાવશુદ્ધિથી પ્રવર્તતાને કર્મબંધ થતો નથી તેનું દૃષ્ટાંત–

Linked texts (2)