Pramāṇa · Search · About · API

Viyahapannatti 1002

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1002

Language
Gujarati

1002

વિવેચન :–૬૬૯
અનંતર શક્રનું સ્વરૂપ કહ્યું, તે કર્મથી થાય છે, તે સંબંધે કર્મ સ્વરૂપ પ્રરૂપણાર્થે આ સૂત્ર છે. ચેડકડકમ્મ - ચૈતન્ય એટલે જીવ સ્વરૂપ ચેતના, તેના વડે બાંધેલ તે ચેતઃકૃત્‌ કર્મ. કજ્જંતિ - થાય છે. કઈ રીતે? જીવોને જ, અજીવોને નહીં. આહારરૂપપણે સંચિત જે પુદ્ગલો, અવ્યક્ત અવયવ શરીર, તેથી બોંદિરૂપે સંચિત જે પુદ્ગલો. કલેવર રૂપે સંચિત જે પુદ્ગલ, તે-તે પ્રકારે અર્થાત્‌ આહારાદિરૂપે તે પુદ્ગલો પરિણમે છે. એ પ્રમાણે કર્મ પુદ્ગલો પણ જીવોને જ તે-તે રૂપે પરિણમે, તેથી ચૈતન્યવત્‌ કર્મો છે. પણ અચેતનકૃત્‌ કર્મો હોતા નથી. - અથવા -
ચેય - ચયનં, ચય. પુદ્ગલસંચય રૂપે કર્મો હોય છે. કઈ રીતે? આહાર રૂપે ઉપચિત પુદ્ગલ થાય છે, તથા બોંદિ અને કલવેરરૂપે આશ્રિત પુદ્ગલો થાય છે. વિશેષ શું કહીએ? ઉચ્છ્‌વાસાદિરૂપે તે પુદ્ગલો પરિણમે છે. અસંચયકૃત્‌ કર્મો આહારાદિ રૂપે થતાં નથી.
દુટ્ઠાણ - શીત, આતપ, દંશ-મશકાદિ યુક્ત - કાયોત્સર્ગ સ્થાને. દુસેજ્જા - દુઃખોત્પાદક વસતિમાં, દુન્નિસીહિયાસુ - દુઃખહેતુક સ્વાધ્યાય ભૂમિમાં. તે તે પ્રકારે ઘણી જ અશાતા ઉત્પન્ન કરીને, તે કાર્મણ પુદ્ગલો પરિણમે છે. તેથી જીવોને જ અસાતા સંભવે છે, તેઓ આ અસાતાહેતુભૂત કર્મો કરે છે. જીવના કૃતત્વમાં જ તેનું ચેતઃ - કૃતત્વ સિદ્ધ છે. - X -
જે કારણથી દુઃસ્થાનાદિમાં અસાતાહેતુપણે પુદ્ગલો પરિણમે છે, તેથી અચેતકૃત્‌ કર્મો-અસંચયરૂપ કર્મો નથી. અસંચયરૂપ અતિ સૂક્ષ્મત્વથી અસાતા ઉત્પાદકપણું અસંભવે છે. આતંક - કૃચ્છ્ર જીવિતકારી જ્વરાદિ, તે જીવના મરણને માટે થાય છે. સંકલ્પ - ભયાદિ વિકલ્પો. મરણાંત - મરણરૂપ અંત - વિનાશ, જેનાથી છે તે, દંડાદિ ઘાત. તે-તે પ્રકારે વધના જનકત્વથી તે આતંકાદિજનક અસાતા વેદનીય સંબંધે તે પુદ્ગલો પ્રવર્તે છે. આવો વધ જીવોનો જ હોય, વધના હેતુરૂપ અસાતાવેદ્ય પુદ્ગલો જીવકૃત્‌ છે. તેથી ચેતઃકૃત્‌ કર્મો હોય, અચેતકૃત્‌ ન હોય.

Linked texts (1)