Viyahapannatti 1001
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1001
- Language
- Gujarati
1001
‘ભગવતી’ સૂત્ર-૬૬૯ :– [૧૬/૨/૬૬૯]
ભગવન્! જીવો, ચેતનકૃત્ કર્મો કરે છે કે અચેતનકૃત્ કર્મો કરે છે? ગૌતમ! જીવો ચેતનકૃત્ કર્મો કરે છે, અચેતનકૃત્ નહીં. ભગવન્! એમ કેમ કહો છો? ગૌતમ! જીવોને આહારોપચિત, શરીરોપચિત, કલેવરરૂપે ઉપચિત પુદ્ગલો છે, તે તથા-તથારૂપે પરિણત થાય છે, તેથી હે આયુષ્યમાન્ શ્રમણો! કર્મો અચેતનકૃત્ નથી. તે પુદ્ગલો દુઃસ્થાન રૂપ, દુઃશય્યારૂપ, દુનિષદ્યારૂપથી તે-તે રૂપે પરિણમે છે. તેથી હે આયુષ્યમાન્ શ્રમણો! કર્મ અચેતનકૃત્ નથી. તે પુદ્ગલો આતંકરૂપે, સંકલ્પરૂપે અને મરણાંતરૂપે પરિણત થઈને જીવના વધને માટે થાય છે, તેથી હે આયુષ્યમાન્ શ્રમણો! કર્મ અચેતનકૃત્ નથી. તેથી કહ્યું કે યાવત્ કર્મ ચેતનકૃત્ હોય છે. એ પ્રમાણે નૈરયિકથી વૈમાનિક પર્યન્ત જાણવું. - - ભગવન્! તે એમ જ છે (૨).
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit