Viyahapannatti 1007
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1007
- Language
- Gujarati
1007
વિવેચન :–૬૭૧
પુરચ્છિમેણં - પૂર્વભાગે, પૂર્વાહ્ણે. અવડ્ઢં - અડધો દિવસ પર્યન્ત હાથ આદિને સંકોચવાનું ન કલ્પે, કેમકે કાયોત્સર્ગમાં રહેલ હોય. પચ્ચચ્છિમ - પશ્ચિમ ભાગે, અવડ્ઢદિવસં - દિવસનો બાકીનો અર્ધ ભાગ, હાથ આદિને સંકોચવા કલ્પે, કેમકે કાયોત્સર્ગનો અભાવ હોય. આમ ચૂર્ણિ અનુસાર કહ્યું.
અંસિયાઓ - નાકમાં રહેલ અર્શો. તે સાધુ કાયોત્સર્ગ કરતા હોય ત્યારે તેના લટકતાં અર્શને જોઈને, તેને છેદવાને, તે સાધુને ભૂમિ ઉપર પાડી દે, પાડ્યા વિના છેદ કરવો અશક્ય છે. તેમ કરનાર વૈદ્યને ધર્મબુદ્ધિએ છેદ કરતો શુભ ક્રિયા અને લોભાદિથી છેદે તો અશુભ ક્રિયા લાગે. જે સાધુના અર્શ છેદાય તેને નિર્વ્યાપારતાથી ક્રિયા ન લાગે. જો કે ધર્માન્તરાય ક્રિયા તો તેને પણ લાગે. અર્શ છેદની અનુમોદનાથી શુભ ધ્યાન વિચ્છેદ થાય.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit