Pramāṇa · Search · About · API

Viyahapannatti 1006

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1006

Language
Gujarati

1006

‘ભગવતી’ સૂત્ર-૬૭૧ :– [૧૬/૩/૬૭૧]
ત્યારે શ્રમણ ભગવંત મહાવીર, અન્ય કોઈ દિવસે રાજગૃહ નગરના ગુણશીલ ચૈત્યથી નીકળ્યા, નીકળીને બાહ્ય જનપદ વિહારથી વિચરે છે. - - તે કાળે, તે સમયે ઉલ્લૂકતીર નામે નગર હતું. તે નગરની બહાર ઈશાન ખૂણામાં એકજંબૂ નામે ચૈત્ય હતું. વર્ણન કરવું.
ત્યારે ભગવંત મહાવીર અન્ય કોઈ દિવસે પૂર્વાનુપૂર્વી ચાલતા યાવત્‌ એકજંબૂએ સમોસર્યા યાવત્‌ પર્ષદા પાછી ગઈ.
ભગવન્‌! એમ સંબોધીને ગૌતમસ્વામીએ ભગવંતને વંદન, નમસ્કાર કર્યા. વાંદી-નમીને કહ્યું કે – ભગવન્‌! ભાવિતાત્મા અણગાર નિરંતર છઠ્ઠ તપ કરતા યાવત્‌ આતાપના લેતા, દિવસના પૂર્વાર્દ્ધમાં પોતાના હાથ, પગ, બાજુ કે જંઘાને સંકોચવું કે પ્રસારવું ન કલ્પે, પણ પશ્ચિમાર્દ્ધમાં પોતાના હાથ, પગ યાવત્‌ જંઘાને સંકોચવી કે પ્રસારવી કલ્પે છે. તેને લટકતી અર્શ હોય, કોઈ વૈદ્ય, તે જુએ, ઋષિને ભૂમિ ઉપર સુવડાવે, પછી અર્શને કાપે, તો હે ભગવન્‌! જે છેદે તેને કેટલી ક્રિયા લાગે? જેના અર્શ છેદાય તેને એક ધર્માંતરાય સિવાય બીજી ક્રિયા ન લાગે? હા, ગૌતમ! જે છેદે તેને યાવત્‌ ધર્માન્તરાય. ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે.

Linked texts (1)