Pramāṇa · Search · About · API

Viyahapannatti 1009

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1009

Language
Gujarati

1009

‘ભગવતી’ સૂત્ર-૬૭૨ :– [૧૬/૪/૬૭૨]
રાજગૃહમાં યાવત્‌ આમ પૂછ્યું – ભગવન્‌! અન્નગ્લાયક શ્રમણ નિર્ગ્રન્થ જેટલા કર્મોની નિર્જરા કરે, શું તેટલા કર્મ નરકોમાં નૈરયિક એક વર્ષમાં, અનેક વર્ષોમાં, સો વર્ષોમાં ખપાવે? ના, તે અર્થ સમર્થ નથી.
ભગવન્‌! ચોથભક્ત કરનાર શ્રમણ નિર્ગ્રન્થ જેટલા કર્મોની નિર્જરા કરે, એટલા કર્મો નરકમાં નૈરયિક સો વર્ષોમાં, અનેક સો વર્ષોમાં હજાર વર્ષોમાં, લાખ વર્ષોમાં ખપાવે છે? ના, તે અર્થ સમર્થ નથી.
ભગવન્‌! છઠ્ઠભક્તિક શ્રમણ નિર્ગ્રન્થ જેટલા કર્મો નિર્જરે એટલા કર્મો નરકમાં નૈરયિક હજાર વર્ષમાં, હજારો વર્ષમાં, લાખ વર્ષોમાં ખપાવે? ના, તે અર્થ સમર્થ નથી.
ભગવન્‌! અષ્ટમભક્તિક શ્રમણ નિર્ગ્રન્થ જેટલા કર્મો ખપાવે, એટલા કર્મો નરકમાં નૈરયિક લાખ વર્ષે, લાખો વર્ષે, કરોડ વર્ષે ખપાવે? ના, તે અર્થ સમર્થ નથી.
ભગવન્‌! દશમ ભક્તિક શ્રમણ નિર્ગ્રન્થ જેટલા કર્મો નિર્જરે એટલા કર્મો નરકમાં નૈરયિક કરોડ વર્ષે, કરોડો વર્ષે, કોડાકોડી વર્ષે ખપાવે? ના, તે અર્થ સમર્થ નથી.
ભગવન્‌! એમ કેમ કહો છો. અન્નગ્લાયક શ્રમણ નિર્ગ્રન્થ જેટલા કર્મો નિર્જરે એટલા કર્મ નરકમાં નૈરયિક એક વર્ષે, અનેક વર્ષોમાં, સો વર્ષમાં કે હજાર વર્ષોમાં ન ખપાવે, ચતુર્થભક્તિક જેટલા૦ ઈત્યાદિ પૂર્વોક્ત કથન કહેવું યાવત્‌ કોડાકોડી વર્ષે ન ખપાવે?
ગૌતમ! જેમ કોઈ વૃદ્ધ પુરુષ, જરા જર્જરિત દેહવાળો, જેની ચામડી શિથિલ હોવાથી સંકોચાઈને કરચલીવાળી થઈ હોય, દાંતની પંક્તિ ઘણાં દાંતો પડી જવાથી, થોડા દાંત રહ્યા હોય, જે ગરમી અને તરસથી પીડાતો હોય, જે આતુર, ભૂખ્યો, તરસ્યો, દુર્બળ, ક્લાંત હોય, તેવો વૃદ્ધ એક મોટા કોશાંબ વૃક્ષની સૂકી-જટીલ-ગંઠિલ્લ-ચિકણી-વાંકી-નિરાધાર ગંડિકા ઉપર કુંઠિત પરસુ વડે પ્રહાર કરે, તે વખતે તે પુરુષ મોટા મોટા અવાજો કરે તો પણ તે લાકડીના મોટા-મોટા ટુકડા ન કરી શકે, આ પ્રમાણે હે ગૌતમ! નૈરયિકોએ (પોતાના) પાપ કર્મો ગાઢ કર્યા હોય, ચીકણા કર્યા હોય એ પ્રમાણે છઠ્ઠા શતક મુજબ યાવત્‌ મહાપર્યવસાણા ન હોય.
જેમ કોઈ પુરુષ એરણ ઉપર ઘણની ચોંટ મારતો મોટા-મોટા શબ્દોથી યાવત્‌ મહાપર્યવસાનવાળો ન થાય. - જેમ કોઈ પુરુષ તરુણ, બલવાન્‌ યાવત્‌ મેધાવી, નિપુણ, શિલ્પોપક હોય, તે એક મોટા શાલ્મલી વૃક્ષની ભીની, અજટીલ, અગંઠિલ્લ, અચિક્કણ, અવક્ર, આધાર ઉપર રહેલ ગંડિકા ઉપર તીક્ષ્ણ કુહાડીથી પ્રહાર કરે તો જોર જોરથી શબ્દો કર્યા વિના, સરળતાથી તેના મોટા-મોટા ટુકડા કરી દે છે. આ જ પ્રમાણે હે ગૌતમ! જે શ્રમણ નિર્ગ્રન્થોએ પોતાના કર્મો યથાબાદર, શિથિલ, નિષ્ઠિત કર્યા હોય યાવત્‌ જલ્દીથી નષ્ટ થઈ જાય છે. જેટલા-તેટલામાં યાવત્‌ મહાપર્યવસાનવાળા થાય છે.
હે ગૌતમ! જેમ કોઈ પુરુષ સુકા તૃણના પૂળાને યાવત્‌ અગ્નિમાં નાંખે તો તે જલ્દી બળી જાય છે, તેમ૦ ઈત્યાદિ શતક-૬-માં જેમ કહ્યું તેમ તપેલા લોહ ઉપર જળબિંદુ યાવત્‌ મહાપર્યવસાનવાળા થાય છે. તેથી હે ગૌતમ! એમ કહ્યું કે – અન્નગ્લાયક શ્રમણ નિર્ગ્રન્થ જેટલા કર્મ નિર્જરે યાવત્‌ ક્રોડાક્રોડ વરસે પણ ન ખપાવે.
ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે યાવત્‌ વિચરે છે.

Linked texts (1)