Pramāṇa · Search · About · API

Viyahapannatti 1010

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1010

Language
Gujarati

1010

વિવેચન :–૬૭૨
અન્નગિલાયતે - અન્ન વિના ગ્લાન થાય, તે અન્નગ્લાયક, રસોઈ થઈ જાય તેટલો વખત પણ ભુખથી પીડાતો, પ્રતીક્ષા ન કરી શકે તે. જે પર્યુષિત કૂરાદિ સવારમાં જ કૂરગડુની જેમ ખાય છે. જો કે ચૂર્ણિકારે અન્નગ્લાયકનો અર્થ કર્યો છે - નિઃસ્પૃહત્વથી શીતકૂર ભોજી અંત-પ્રાંત આહારી. હવે એમ કેમ માનવું કે નારકો મહાકષ્ટ પામીને, ઘણાં કાળે પણ તેટલા કર્મ ન ખપાવે, જેટલા સાધુ અલ્પ કષ્ટે, અલ્પ કાળે ખપાવે? સૂત્રકારશ્રી દૃષ્ટાંત વડે તેનો ઉત્તર આપે છે. - X -
જુન્ન - જીર્ણ, હાનિવાળો દેહ. તે કારણવશ અવૃદ્ધ ભાવે પણ થાય, તેથી કહે છે – જરા વડે જર્જરિત દેહ. તેથી જ શિથિલપણે ત્વચા કડચલી વડે યુક્ત થાય - X - દાંત પડી ગયા હોય, - X - દુઃખમાં રહેલ હોય, ઝુંઝિએ - ભુખ્યો કે ઝુરતો હોય, બળહીન હોય, મનથી થાકેલો હોય, આવો પુરુષ છેદનમાં અસમર્થ થાય છે. કોસંબગંડિય - કોઈ વૃક્ષ વિશેષ, તેની ગંડિકા, જડિલ - વળેલી, ગંઠિલ્લ - ગાંઠોવાળી, ચિક્કણ - સ્નિગ્ધ સ્કંધ નિષ્પન્ન, વાઈદ્ધ - વક્ર, અપત્તિયં - આધાર રહિત. આવી ગંડિકા દુશ્છેદ્ય હોય છે. વળી કુહાડી પણ અચ્છેદક હોય. છઠ્ઠા શતક મુજબ કહેવું.

Linked texts (1)