Pramāṇa · Search · About · API

Viyahapannatti 1012

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1012

Language
Gujarati

1012

‘ભગવતી’ સૂત્ર-૬૭૩ થી ૬૭૫ :– [૧૬/૫/૬૭૩ થી ૬૭૫]
[૬૭૩] તે કાળે, તે સમયે ઉલ્લૂકતીર નામે નગર હતું. એકજંબૂક ચૈત્ય હતું. તે કાળે, તે સમયે સ્વામી પધાર્યા, પર્ષદા પાછી ગઈ.
તે કાળે, તે સમયે દેવેન્દ્ર દેવરાજ શક્ર, વજ્રપાણી, એ રીતે જેમ બીજા ઉદ્દેશામાં કહ્યું, તેમ દિવ્ય યાન વિમાન વડે આવ્યા. યાવત્‌ જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવીને યાવત્‌ નમીને આમ કહ્યું – ભગવન્‌! મહર્દ્ધિક યાવત્‌ મહાસૌખ્ય દેવ બાહ્ય પુદ્ગલો ગ્રહણ કર્યા વિના અહીં આવવાને સમર્થ છે? ના, તે અર્થ સમર્થ નથી.
ભગવન્‌! મહર્દ્ધિક યાવત્‌ મહાસૌખ્ય દેવ બાહ્ય પુદ્ગલ ગ્રહણ કરીને અહીં આવવા સમર્થ છે? હા, સમર્થ છે.
ભગવન્‌! મહર્દ્ધિક દેવ૦ એ પ્રમાણે આ આલાવાથી જવા, બોલવા, ઉત્તર દેવા, આંખ ખોલવા કે બંધ કરવા, સંકોચન કે પ્રસારણમાં, સ્થાન-શય્યા-નિષદ્યા કરવામાં, વિકુર્વણા કરવામાં, પરિચારણા કરવામાં સમર્થ છે? યાવત્‌ હા, સમર્થ છે. આ આઠ ઉત્ક્ષિપ્ત પ્રશ્નોના ઉત્તરો પૂછ્યા, પૂછીને સંભ્રમપૂર્વક વંદન કર્યા, કરીને તે જ દિવ્ય યાનવિમાનમાં આરૂઢ થઈને, જે દિશાથી આવેલો, તે જ દિશામાં પાછો ગયો.
[૬૭૪] ભગવન્‌! એમ સંબોધીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વંદન, નમન કરી આમ પૂછ્યું – અન્ય કોઈ દિવસોમાં હે ભગવન્‌! દેવેન્દ્ર દેવરાજ શક્ર આપ દેવાનુપ્રિયને વંદન, નમન, સત્કાર, યાવત્‌ પર્યુપાસના કરે છે, પણ હે ભગવન્‌! આજે શક્રેન્દ્ર આપને આઠ પ્રશ્નોના ઉત્તર પૂછીને સંભ્રાંતતાથી વંદન, નમન યાવત્‌ કરીને જલ્દી ચાલ્યો ગયો, તેનું શું કારણ? ગૌતમાદિને આમંત્રીને ભગવંતે કહ્યું –
હે ગૌતમ! તે કાળે, તે સમયે મહાશુક્ર કલ્પના મહાસામાન્ય વિમાનમાં મહર્દ્ધિક યાવત્‌ મહાસૌખ્ય બે દેવો એક જ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. તેમાં એક માયી મિથ્યાદૃષ્ટિ, બીજો અમાયી સમ્યગ્‌ દૃષ્ટિ હતો. ત્યારે તે માયીમિથ્યાદૃષ્ટિ ઉપપન્નક દેવે, તે અમાયી સમ્યગ્‌દૃષ્ટિ ઉપપન્નક દેવને આમ કહ્યું – પરિણમતા પુદ્ગલ પરિણત ન કહેવાય, અપરિણત કહેવાય. કેમકે તે પરિણત થઈ રહ્યા છે. તેથી આવા પુદ્ગલો પરિણત નથી. અપરિણત છે.
ત્યારે અમાયી સમ્યગ્‌દૃષ્ટિ દેવી માયી મિથ્યાદૃષ્ટિ દેવને કહ્યું કે – પરિણમતા પુદ્ગલ પરિણત કહેવાય, અપરિણત નહીં, કેમકે તે પુદ્ગલો પરિણમી રહ્યા છે, માટે પરિણત છે, અપરિણત નથી. આમ કહીને અમાયી સમ્યગ્‌દૃષ્ટિ દેવે, તેને પરાજિત કર્યો.
ત્યારે અમાયી સમ્યગ્‌દૃષ્ટિ દેવે અવધિજ્ઞાન પ્રયોજીને મને જોયો, જોઈને તેને એવો વિચાર ઉત્પન્ન થયો કે – શ્રમણ ભગવંત મહાવીર જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં ઉલ્લૂકાતીર નગરમાં એકજંબૂક ચૈત્યમાં યથાપ્રતિરૂપ યાવત્‌ વિચરે છે. તો મારે માટે શ્રેયસ્કર છે કે હું ભગવંતને વાંદી યાવત્‌ પર્યુપાસીને આ પ્રશ્ન પૂછીને ઉત્તર મેળવું. એ પ્રમાણે વિચાર કર્યો, કરીને ૪૦૦૦ સામાનિક દેવોના પરિવાર સાથે સૂર્યાભદેવની માફક યાવત્‌ નિર્ઘોષનાદિત શબ્દો સહ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં ઉલ્લૂકાતીર નગરમાં એકજંબૂક ચૈત્યમાં મારી પાસે આવવા નીકળ્યો.
ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ શક્ર તે દેવની દિવ્ય દેવઋદ્ધિ, દેવદ્યુતિ, દેવાનુભાગ, તેજોલેશ્યાને સહન ન કરવાથી મને આઠ ઉક્ષિપ્ત પ્રશ્ન-વ્યાકરણ પૂછી સંભ્રાતપણે યાવત્‌ ગયો.
[૬૭૫] જ્યારે શ્રમણ ભગવંત મહાવીર ગૌતમસ્વામીને ઉક્ત વાત કહી રહ્યા હતા, તેટલામાં તે દેવ જલ્દીથી ત્યાં આવી ગયો. ત્યારે તે દેવે શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત વંદન, નમસ્કાર કરીને આમ કહ્યું – ભગવન્‌! મહાશુક્ર કલ્પના મહાસામાન્ય વિમાનમાં ઉત્પન્ન એક માયી મિથ્યાદૃષ્ટિ દેવે મને આમ કહ્યું –
પરિણમતા પુદ્ગલો પરિણત નથી. અપરિણત જ પરિણમે છે. કેમકે તે પુદ્ગલો પરિણમી રહ્યા છે તેથી તે પરિણત નથી, પણ અપરિણત છે. ત્યારે મેં તે માયી મિથ્યાદૃષ્ટિ ઉપપન્નક દેવને એમ કહ્યું કે – પરિણમતા પુદ્ગલ પરિણત છે, અપરિણત નથી. કેમકે તે પુદ્ગલો પરિણત થઈ રહ્યા છે, માટે પરિણત કહેવાય, અપરિણત નહીં. આ કથન કેવું છે?
ગંગદત્તને આમંત્રીને ભગવંતે ગંગદત્તને આમ કહ્યું – હે ગંગદત્ત! હું પણ એ પ્રમાણે જ કહું છું આદિ. - પરિણમતા પુદ્ગલો યાવત્‌ અપરિણત નથી. આ અર્થ સત્ય છે. ત્યારે તે ગંગદત્ત દેવ ભગવંત મહાવીર પાસે આ અર્થ સાંભળી, અવધારી હર્ષિત-સંતુષ્ટ થઈ ભગવંતને વંદન-નમસ્કાર કર્યા. કરીને બહુ દૂર નહીં તે રીતે યાવત્‌ પર્યુપાસના કરવા લાગ્યો.
ત્યારે ભગવંતે ગંગદત્ત દેવને અને પર્ષદાને યાવત્‌ ધર્મ કહ્યો યાવત્‌ આરાધક થયો. ત્યારે તે ગંગદત્ત દેવ ભગવંત પાસે ધર્મ સાંભળી, અવધારી હર્ષિત-સંતુષ્ટ થઈ, ઉત્થાનથી ઉઠીને ભગવંતને વંદન-નમન કર્યુ, કરીને આમ કહ્યું–હે ભગવન્‌! હું ગંગદત્ત દેવ શું ભવ સિદ્ધિક છું કે અભવસિદ્ધિક?એ પ્રમાણે સૂર્યાભદેવવત્‌ કહેવું યાવત્‌ બત્રીશવિધનૃત્યવિધિ દેખાડી, પછી યાવત્‌ તેજ દિશામાં પાછો ગયો.

Linked texts (1)