Viyahapannatti 1013
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1013
- Language
- Gujarati
1013
વિવેચન :–૬૭૩ થી ૬૭૫
અહીં બધાં જ સંસારી બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના કોઈ ક્રિયા ન કરે, એ સિદ્ધ જ છે. પરંતુ મહર્દ્ધિક દેવ, મહર્દ્ધિકપણાથી ગમનાદિ ક્રિયાને કદાચ કરી શકે એ સંભાવનાથી શક્રે પ્રશ્ન કર્યો છે. ભાસિત્તએ - કહેવા, વાગરિત્તએ - ઉત્તર દેવાને. એ બે, ત્રીજો પ્રશ્ન, ચોથો ઉન્મેષ, પાંચમું આકુંચનાદિ, છઠ્ઠું સ્થાન, સાતમી વિકુર્વણા, આઠમો પરિચાર. એ અવિસ્તારિત સ્વરૂપના પ્રશ્નો પૂછ્યા, ઉત્તરો મેળવ્યા. સંભતિય૦ - ઉત્સુકતાથી નિર્વૃત્ત, સંભ્રમ વંદન વડે. - - વર્તમાન, અતીતકાળના વિરોધથી કહે છે –
પરિણમતા એવાને પરિણત નથી તેમ કહેવું એ મિથ્યાદૃષ્ટિ વચન છે. સમ્યગ્દૃષ્ટિ વચન આ છે - પરિણમતા પુદ્ગલો પરિણત છે, અપરિણત નથી. પરિણામના સદ્ભાવે પરિણમે છે, તેમ કહ્યું. કેમકે પરિણત્વ અવશ્ય થનાર છે - X - X - સૂર્યાભવત્ પરિવારથી આમ કહે છે – ત્રણ પર્ષદા, સાત સૈન્ય, સાત સૈન્યાધિપતિ, ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવ - X - ઈત્યાદિ.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit