Viyahapannatti 1027
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1027
- Language
- Gujarati
1027
‘ભગવતી’ સૂત્ર-૬૮૩, ૬૮૪ :– [૧૬/૮/૬૮૩, ૬૮૪]
[૬૮૩] ભગવન્ ! લોક કેટલો મોટો છે? ગૌતમ! ઘણો મોટો છે. જેમ શતક-૧૨-માં કહ્યું, તેમ અસંખ્ય કોડાકોડી યોજન પરીક્ષેપથી લોક છે, ત્યાં સુધી કહેવું.
ભગવન્! લોકના પૂર્વીય ચરમાંતમાં શું જીવ, જીવદેશ, જીવપ્રદેશ, અજીવ, અજીવદેશ, અજીવ પ્રદેશ છે? ગૌતમ! જીવ નથી, જીવદેશથી અજીવ પ્રદેશ સુધી પાંચે પણ છે. જે જીવ દેશો છે, તે નિયમા એકેન્દ્રિય જીવોના દેશો છે, અથવા એકેન્દ્રિયના દેશો અને બેઈન્દ્રિયનો દેશ છે એ પ્રમાણે જેમ દશમાં શતકમાં કહેલ આગ્નેયી દિશાનુસાર જાણવું. વિશેષ એ કે – ઘણાં દેશોના વિષયમાં અનિન્દ્રિય સંબંધિત પહેલો ભંગ ન કહેવો. તથા ત્યાં જે અરૂપી અજીવ છે, તે છ પ્રકારે છે, ત્યાં કાળ નથી. શેષ પૂર્વવત્.
ભગવન્ ! લોકના દક્ષિણ ચરમાંતમાં શું જીવો છે? પૂર્વવત્. એ પ્રમાણે પશ્ચિમી અને ઉત્તરી ચરમાંતના વિષયમાં પણ જાણવું.
ભગવન્ ! લોકના ઉપરી ચરમાંતમાં જીવો છે? પ્રશ્ન. ગૌતમ! જીવો નથી, જીવ દેશથી અજીવપ્રદેશ એ પાંચે છે જે જીવદેશો છે, તે નિયમા એકેન્દ્રિય દેશો અને અનિન્દ્રિય દેશો છે. અથવા એકેન્દ્રિય અને અનિન્દ્રિયના દેશો તથા બેઈન્દ્રિયનો એક દેશ છે. અથવા એકેન્દ્રિય, અનિન્દ્રિય, બેઈન્દ્રિયના દેશો છે, એ રીતે વચ્ચેના ભંગને છોડીને યાવત્ પંચેન્દ્રિય સુધી કહેવું.
અહીં જે જીવ પ્રદેશ છે, તે નિયમા એકેન્દ્રિય અને અનિન્દ્રિયના પ્રદેશ છે, અથવા એકેન્દ્રિયો, અનિન્દ્રિયો, બેઈન્દ્રિયના પ્રદેશ છે, અથવા એકેન્દ્રિયો, અનિન્દ્રિયો, બેઈન્દ્રિયોના પ્રદેશો છે. આ રીતે પહેલા ભંગને છોડીને પંચેન્દ્રિયો સુધી બધા ભંગ કહેવા, અજીવોને દશમ શતક મુજબ તમાદિશા પર્યન્ત બધું જ સંપૂર્ણ તેમજ કહેવું.
ભગવન્! શું લોકના અધઃસ્તન ચરમાંતમાં જીવો છે, પ્રશ્ન. ગૌતમ! જીવ નથી, જીવ દેશો યાવત્ અજીવ પ્રદેશો છે. જે જીવદેશો છે, તે નિયમા એકેન્દ્રિય દેશો છે, અથવા એકેન્દ્રિય દેશો અને બેઈન્દ્રિયનો એક દેશ છે, અથવા એકેન્દ્રિય દેશો અને બેઈન્દ્રિયોના દેશો છે. એ રીતે મધ્યનો ભંગ છોડીને યાવત્ અનિન્દ્રિયો સુધી કહેવું. બધાં પ્રદેશોને છોડીને આદિનો ભંગ છોડીને બધું પૂર્વીય ચરમાંત સુધી તેમજ કહેવું. અજીવો વિશે ઉપરના ચરમાંતની વક્તવ્યતા અનુસાર કહેવું.
ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના પૂર્વીય ચરમાંતમાં જીવ છે? પ્રશ્ન. ગૌતમ! જીવ નથી. એ પ્રમાણે જેમ લોકના કહ્યા તેમ ચારે ચરમાંતો યાવત્ ઉત્તરીય સુધી કહેવા. ઉપરિતનને જેમ દશમાં શતકમાં વિમલા દિશામાં કહ્યું, તેમ બધું કહેવું. અધઃસ્તન ચરમાંતમાં તેમજ કહેવું. વિશેષ એ કે – પંચેન્દ્રિયના ત્રણ ભંગો કહેવા. બાકી પૂર્વવત્.
રત્નપ્રભાના ચારે ચરમાંતો કહ્યા, એ રીતે શર્કરાપ્રભાના પણ ચાર ચરમાંતો કહેવા. રત્નપ્રભાના અધઃસ્તન ચરમાંત સમાન શર્કરાપ્રભાના ઉપરિતન અને અધસ્તન ચરમાંતની વક્તવ્યતા કહેવી. આ પ્રમાણે અધઃસપ્તમી પૃથ્વીના ચરમાંતોના વિષયમાં કહેવું.
એ પ્રમાણે સૌધર્મ યાવત્ અચ્યુતમાં કહેવું. ગ્રૈવેયકમાં પણ એમ જ કહેવું. વિશેષ એ કે – તેમાં ઉપરિતન અને અધઃસ્તન ચરમાંત વિષયમાં, જીવ દેશોના સંબંધમાં પંચેન્દ્રિયોમાં પણ વચ્ચેનો ભંગ ન કહેવો. એ રીતે ગ્રૈવેયક વિમાનોની જેમ અનુત્તર વિમાનો અને ઈષત્ પ્રાગ્ભારા કહેવા.
[૬૮૪] ભગવન્! પરમાણુ પુદ્ગલ, એક સમયમાં લોકના પૂર્વથી પશ્ચિમ ચરમાંત અને પશ્ચિમ ચરમાંતથી પૂર્વ ચરમાંત સુધી, તથા દક્ષિણ ચરમાંતથી ઉત્તર ચરમાંત અને ઉત્તરથી દક્ષિણ ચરમાંત જઈ શકે? ઉપરથી નીચે, નીચેથી ઉપરના ચરમાંતે જઈ શકે? હા, ગૌતમ! જઈ શકે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit