Pramāṇa · Search · About · API

Viyahapannatti 1028

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1028

Language
Gujarati

1028

વિવેચન :–૬૮૩, ૬૮૪
ચરમંત - ચરમ રૂપ અંત તે ચરમાંત, તે અસંખ્યાત પ્રદેશ અવગાહી હોવાથી જીવનો સંભવ નથી. તેથી ‘જીવ નથી’ તેમ કહ્યું. જીવ દેશાદિનો તો એક પ્રદેશે પણ અવગાહ સંભવે છે. - X - ધર્માસ્તિકાય આદિના દેશો, સ્કંધ દેશો ત્યાં સંભવે છે, એ રીતે અજીવ પ્રદેશો પણ કહેવા.
હવે જીવાદિ દેશાદિમાં વિશેષ કહે છે – જે જીવ દેશો છે, તે પૃથ્વી આદિ એકેન્દ્રિય જીવોના દેશો છે, તે લોકાંતે અવશ્ય હોય તે એક વિકલ્પ, બીજા પ્રકારે - એકેન્દ્રિયોના બહુત્વથી, તેના ઘણાં દેશો હોય અને બેઈન્દ્રિયનો કદાચિત્‌ એક દેશ હોય, તે દ્વિકયોગ વિકલ્પ. જો કે લોકાંતે બેઈન્દ્રિય ન હોય, તો પણ જે બેઈન્દ્રિય, એકેન્દ્રિયમાં ઉત્પન્ન થનાર હોય, તે મારણાંતિક સમુદ્ઘાતથી જાય તેને આશ્રીને વિકલ્પ છે.
જેમ દશમાં શતકમાં આગ્નેયી દિશા આશ્રીને કહ્યું, તેમ અહીં પૂર્વ ચરમાંતને આશ્રીને કહેવું. - X - X - અહીં જે વિશેષતા કહી તે આ - અનિન્દ્રિય આદિ. અનિન્દ્રિય સંબંધી દેશ વિષયે ત્રણ ભંગ છે.
અથવા એકેન્દ્રિય દેશો અને અનિન્દ્રિયનો દેશ. એ રૂપ પહેલો ભંગ, તે અહીં ન કહેવો. કેમકે કેવલી સમુદ્ઘાતમાં કપાટાદિ અવસ્થામાં લોકના પૂર્વ ચરમાંતે પ્રદેશ વૃદ્ધિ હાનિકૃત લોકદંતક સદ્ભાવે અનિન્દ્રિયના ઘણાં દેશોનો સંભવ છે, એકનો નહીં. આગ્નેયી દિશામાં - X - સાત અરૂપી કહ્યા. પૂર્વ ચરમાંતે અદ્ધા સમયનો પણ અભાવ છે - X -
ઉવરિલ્લે૦ વડે સિદ્ધ ઉપલક્ષિત ઉપરિતન ચરમાંત વિવક્ષિત, ત્યાં એકેન્દ્રિય દેશો, અનિન્દ્રિય દેશો હોય. ઈત્યાદિ - X - X - જો કે બેઈન્દ્રિયના ઉપરિતન ચરમાંતે મારણાંતિક સમુદ્ઘાત વડે જવા છતાં દેશ જ ત્યાં સંભવે છે. - X - દેશો ન સંભવે. - X - X - X - આઈલ્લ વિરહિઓ એવું જે કહ્યું, તેનો આ અર્થ છે - પૂર્વોક્ત ત્રણ ભંગમાં પ્રદેશ અપેક્ષાથી અથવા એકેન્દ્રિય પ્રદેશો, અનિન્દ્રિય પ્રદેશો અને બેઈન્દ્રિય પ્રદેશો, એ પહેલો ભંગ ન કહેવો. કેમકે બેઈન્દ્રિય પ્રદેશનો અસંભવ છે. - X - X - અજીવો. દશમ શતકમાં કહેલ તમા દિશા મુજબ કહેવા. - X - X - ત્યાં તમા દિશા આશ્રીત કથન અહીં ઉપરિતન ચરમાંતને આશ્રીને કહેવું. તે આ રીતે - જે અજીવો છે તે બે ભેદે છે - રૂપી અજીવ, અરૂપી અજીવ. રૂપી અજીવ ચાર ભેદે - સ્કંધાદિ. અરૂપી જીવ છ ભેદે - નોધર્માસ્તિકાય, ધર્માસ્તિકાયનો દેશ, ધર્માસ્તિકાયના પ્રદેશો, એ રીતે અધર્મ, આકાશના છે.
ભગવન્‌! લોકના અધઃસ્તન૦ આદિ. પૂર્વ ચરમાંતવત્‌ ભંગો કહેવા. - X - તેમાં મધ્યમ ભંગ વર્જવો. - X - X - દેશભંગકો કહ્યા. હવે પ્રદેશભંગકને બતાવવા માટે કહે છે – પ્રદેશ વિચારણામાં પહેલા ભંગરહિત પ્રદેશો કહેવા. પહેલા ભંગમાં એક વચનાંત પ્રદેશ શબ્દ લીધો છે, તે પ્રદેશોના અધઃચરમાંતે પણ બહુપણાથી સંભવતો નથી. પણ આ સંભવે છે - અથવા એકેન્દ્રિય પ્રદેશો અને બેઈન્દ્રિય પ્રદેશો અથવા એકેન્દ્રિય પ્રદેશો અને બેઈન્દ્રિયોના પ્રદેશો - X - X - X -
ઉપરિતન, દશમ શતકની વિમલા દિશા માફક કહેવા. અર્થાત્‌ દશમાં શતકમાં જેમ વિમલા દિશા કહી, તેમ રત્નપ્રભાનો ઉપરિતન ચરમાંત સંપૂર્ણ કહેવો. - X - X - X - રત્નપ્રભામાં બેઈન્દ્રિયને આશ્રીને, તે એકેન્દ્રિય અપેક્ષાએ ઘણાં થોડા છે, તેથી ઉપરિતન ચરમાંતે તેમાં કદાચિત્‌ દેશ હોય. એ પ્રમાણે તેઈન્દ્રિયાદિથી અનિન્દ્રિયાંતમાં, એ રીતે - જે જીવ પ્રદેશો તે નિયમા એકેન્દ્રિય પ્રદેશો છે અથવા એકેન્દ્રિય પ્રદેશો પણ છે, બેઈન્દ્રિય પ્રદેશો છે (૧) અથવા એકેન્દ્રિય પ્રદેશો અને બેઈન્દ્રિયોના પ્રદેશો (૨) એ પ્રમાણે તેઈન્દ્રિયાદિથી અનિન્દ્રિયાંતમાં છે.
- X - X - X - X - જેમ લોકનો અધઃચરમાંત કહ્યો, એ પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીનો પણ આ છે, તે અનંતરોક્ત જ. વિશેષમાં આ પ્રમાણે - લોકના અધસ્તન ચરમાંતમાં બેઈન્દ્રિયાદિના દેશ ભંગક ત્રણ, મધ્યમ ભંગરહિત કહ્યા, અહીં રત્નપ્રભાના અધઃસ્તન ચરમાંતમાં પંચેન્દ્રિયોના પરિપૂર્ણ જ તે કહેવા. બાકીના બેઈન્દ્રિયાદિના મધ્યમ ભંગરહિત જ કહેવા. - X - X - બેઈન્દ્રિયોના રત્નપ્રભાના અધસ્તન ચરમાંતમાં મારણાંતિક સમુદ્ઘાતથી જતા હોવાથી તેમાં ‘દેશ’ જ સંભવે છે, ‘દેશો’ નહીં. તેના એક પ્રતર રૂપત્વથી એક દેશ હેતુપણાથી તેઓને તેમાં મધ્યમ ભંગરહિત છે.
- X - ચત્તારિ ચરમાંત - પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર રૂપ છે. - X - શર્કરાપ્રભાના ઉપરિતન, અધસ્તન ચરમાંતો, રત્નપ્રભાના ઉપરિતન - અધસ્તન ચરમાંતવત્‌ કહેવા. બેઈન્દ્રિયાદિમાં પૂર્વોક્ત યુક્ત મધ્યમ ભંગરહિત, પંચેન્દ્રિયમાં પરિપૂર્ણ ત્રણે દેશભંગક. પ્રદેશ વિચારણામાં બેઈન્દ્રિયાદિમાં બધે આદ્ય ભંગરહિત બે ભંગો કહેવા. અજીવની વિચારણામાં ચારરૂપી, છ અરૂપી કહેવા.
હવે શર્કરાપ્રભાના અતિદેશથી બાકીની પૃથ્વીના સૌધર્માદિ દેવલોક અને ગ્રૈવેયક વિમાનની વક્તવ્યતા સૂત્રકારે કહી છે. ગ્રૈવેયક વિમાનમાં જે વિશેષ છે, તે બતાવે છે - નવરં ઈત્યાદિ. અચ્યુતાંત દેવલોકોમાં દેવ પંચેન્દ્રિયોના ગમનાગમન સદ્ભાવથી ઉપરિતન-અધસ્તન ચરમાંતમાં પંચેન્દ્રિયમાં દેશને આશ્રીને ત્રણ ભંગ સંભવે. ગ્રૈવેયકમાં તેમ ન હોવાથી, બેઈન્દ્રિયાદિ માફક પંચેન્દ્રિયમાં પણ મધ્યમ ભંગરહિત, તેના શેષ ભંગરહિત બે ભંગ સંભવે છે.
ચરમ અધિકારથી આ કહે છે – પરમાણુનું ગમન સામર્થ્ય તથા સ્વભાવત્વથી છે, એમ માનવું. - - - અનંતર પરમાણુની ક્રિયા વિશેષ કહી, તેથી હવે ક્રિયાધિકાર –

Linked texts (1)