Viyahapannatti 1034
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1034
- Language
- Gujarati
1034
‘ભગવતી’ સૂત્ર-૬૮૭ :– [૧૬/૯/૬૮૭]
ભગવન્! વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલિની સુધર્માસભા ક્યાં છે? ગૌતમ! જંબૂદ્વીપના મેરુ પર્વતની ઉત્તરે તિર્છા અસંખ્ય યોજન ગયા પછી જેમ ચમરની યાવત્ ૪૨,૦૦૦ યોજન ગયા પછી ત્યાં બલીન્દ્રનો રુચકેન્દ્ર નામે ઉત્પાત્ પર્વત છે, તે ૧૭૨૧ યોજન ઊંચો છે ઈત્યાદિ તિગિચ્છિ કૂડવત્ કહેવું.
પ્રાસાદાવતંસકનું પ્રમાણ પણ તેમજ છે. સિંહાસન, સપરિવાર બલિનો પરિચારનો અર્થ તેમજ છે. વિશેષ એ - રુચકેન્દ્ર પ્રભાદિ છે. બાકી પૂર્વવત્ યાવત્ બલિચંચા રાજધાની અને બીજાનું આધિપત્ય કરે છે યાવત્ રુચકેન્દ્ર ઉત્પાત્ પર્વતની ઉત્તરે ૬,૫૫,૪૫,૫૦,૦૦૦ તિર્છુ જતા યાવત્ ૪૦,૦૦૦ યોજન જતાં બલીન્દ્રની રાજધાની છે તેનો વિષ્કંભ એક લાખ યોજન છે, બાકી પૂર્વવત્. યાવત્ બલિપીઠ તથા ઉપપાત યાવત્ આત્મરક્ષક, બધું તે પ્રમાણે સંપૂર્ણ કહેવું. વિશેષ એ કે સાતિરેક સાગરોપમ સ્થિતિ છે. બાકી પૂર્વવત્ યાવત્ બલી.
ભગવન્ ! તે એમ જ છે. તે એમ જ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit