Viyahapannatti 1035
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1035
- Language
- Gujarati
1035
વિવેચન :–૬૮૭
જેમ બીજા શતકના આઠમાં ઉદ્દેશામાં ચમરની સુધર્માસભા કહી, તેમ બલિની પણ કહેવી. જેમ ચમરનો બીજા શતકમાં આઠમા ઉદ્દેશામાં કહ્યું તેમ તિગિચ્છિકૂટ નામે ઉત્પાત પર્વતના પ્રમાણ મુજબ રુચકેન્દ્રનું પ્રમાણ કહેવું. પ્રાસાદાવતંસકનું પ્રમાણ ચમરસંબંધી તિગિચ્છિકૂટ ઉત્પાત્ પર્વત ઉપર રહેલ પ્રાસાદાવતંસક મુજબ બલિના રુચકેન્દ્ર ઉત્પાત્ પર્વતના પ્રાસાદનું પ્રમાણ કહેવું. પ્રાસાદાવતંસકના મધ્ય ભાગે બલિ, બલિના પરિવારને સિંહાસન સહ કહેવો. તે પણ બીજા શતક મુજબ જાણવું. માત્ર ત્યાં ચમરના સામાનિકો ૬૪,૦૦૦ છે - X - ત્યાં બલિના ૬૦,૦૦૦ કહેવા.
જેમ તિગિચ્છિકૂટનું નામ અન્વર્થ છે. તેમ અહીં પણ કહેવું. કેવળ - X - X - રુચકેન્દ્રપ્રભા તેની હોય છે તેમ કહેવું. રુચકેન્દ્ર તે રત્ન વિશેષ છે. અર્થથી સૂત્ર આ પ્રમાણે કહેવું – ભગવન્! કયા કારણે રુચકેન્દ્ર, રુચકેન્દ્ર ઉત્પાત્ પર્વત કહેવાય છે? ગૌતમ! રુચકેન્દ્રે ઘણાં ઉત્પલ, પદ્મ, કુમુદો છે યાવત્ રુચકેન્દ્રવર્ણ, રુચકેન્દ્રલેશ્યા, રુચકેન્દ્રપ્રભા છે, તેથી રુચકેન્દ્રને રુચકેન્દ્ર ઉત્પાત્ પર્વત કહે છે. જેમ ચમરચંચાનો વ્યતિકર સૂત્રે કહ્યો, તેમજ અહીં પણ કહેવો. - ૫૫,૫૦,૫૦,૦૦૦ જતાં. આ રત્નપ્રભા પૃથ્વી૦ એ રીતે પ્રમાણ છે. લંબાઈ પહોળાઈથી એક લાખ યોજન, ૩,૧૬,૨૨૭ યોજન ૩-કોશ, ૨૮ ધનુષ્, ૧૩ll અંગુલથી કિંચિત્ વિશેષાધિક પરિક્ષેપ છે યાવત્ નગરીના પ્રમાણ પછી પ્રાકાર, તેના દ્વાર, ઉપરિકા લયન, પ્રાસાદાવતંસક, સુધર્માસભા, ચૈત્ય, ભવન, ઉપપાતસભા, દ્રહ, અભિષેક સભા, અલંકારિકસભા, વ્યવસાયસભા આદિનું પ્રમાણ અને સ્વરૂપ એ બધું બલિપીઠ સુધી કહેવું. તે બધું બીજા સ્થાનેથી જાણવું.
ઉપપાત સભામાં બલિનો ઉપપાત કહેવો. - X - X - જાવ આયરક્ખ અહીં યાવત્ શબ્દથી અભિષેક, અલંકાર ગ્રહણ, પુસ્તક વાચન, સિદ્ધાયતન, પ્રતિમાપૂજા, સુધર્માસભા ગમન, ત્યાં રહેલ સામાનિકો, અગ્રમહિષી, પર્ષદા, અનીકાધિપતિ, આત્મરક્ષક આદિ કહેવા.
આ વક્તવ્યતા પ્રતિબદ્ધ સમસ્ત સૂત્રના અતિદેશને માટે કહે છે – ‘તે બધું જ સંપૂર્ણ’, સર્વથા સામ્ય પરિહારાર્થે કહ્યું – ચમરની સાગરોપમ સ્થિતિ છે, બલિની સાતિરેક સાગરોપમ કહેવી.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit