Viyahapannatti 1045
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1045
- Language
- Gujarati
1045
‘ભગવતી’ સૂત્ર-૬૯૫ :– [૧૭/૧/૬૯૫]
રાજગૃહમાં યાવત્ આમ કહ્યું – ભગવન્ ! ઉદાયી હસ્તિરાજ ક્યાંથી અનંતર ઉદ્વર્તીને ઉદાયી હસ્તિરાજપણે ઉત્પન્ન થયો? ગૌતમ! અસુરકુમર દેવમાંથી અનંતર ઉદ્વર્તીને ઉદાયી હસ્તિરાજપણે ઉપન્યો છે.
ભગવન્ ! ઉદાયી હસ્તિરાજ કાળમાસે કાળ કરીને ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે? ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સાગરોપમ સ્થિતિવાળા નરકાવાસમાં નૈરયિકપણે ઉપજશે. - - ભગવન્! તે ત્યાંથી અનંતર ઉદ્વર્તીને ક્યાં જશે? ક્યાં ઉપજશે? ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે યાવત્ (સર્વે દુઃખોનો) અંત કરશે.
ભગવન્! ભૂતાનંદ હસ્તિરાજ ક્યાંથી અનંતર ઉદ્વર્તીને ભૂતાનંદ હસ્તિરાજપણે, એ પ્રમાણે ઉદાયીની માફક યાવત્ અંત કરશે?
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit