Pramāṇa · Search · About · API

Viyahapannatti 1054

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1054

Language
Gujarati

1054

‘ભગવતી’ સૂત્ર-૬૯૯ :– [૧૭/૨/૬૯૯]
ભગવન્‌! શું સંયત, વિરત, પાપકર્મનો પ્રતિઘાત અને પ્રત્યાખ્યાનકર્તા એવા જીવ ધર્મસ્થિત છે? અને અસંયત, અવિરત-પાપકર્મનો પ્રતિઘાત અને પ્રત્યાખ્યાન ન કર્તા અધર્મસ્થિત છે? સંયતાસંયત ધર્માધર્મમાં સ્થિત છે? હા, ગૌતમ! સંયત, વિરત યાવત્‌ ધર્માધર્મ સ્થિત છે.
ભગવન્‌! આ ધર્મ, અધર્મ કે ધર્માધર્મમાં કોઈ બેસવા યાવત્‌ પડખાં ફેરવવા સમર્થ છે? ગૌતમ! તે અર્થ સમર્થ નથી. ભગવન્‌! કયા કારણે આમ કહો - X - છો? ગૌતમ! સંયત, વિરત યાવત્‌ પાપકર્મ૦ ધર્મસ્થિત ધર્મને સ્વીકારીને વિચરે છે. અસંયત યાવત્‌ અધર્મ સ્થિત અધર્મને સ્વીકારીને વિચરે છે. સંયતાસંયત ધર્માધર્મમાં સ્થિત ધર્માધર્મ સ્વીકારીને વિચરે છે. તેથી એમ કહ્યું કે યાવત્‌ સ્થિત છે.
ભગવન્‌! જીવો, શું ધર્મસ્થિત, અધર્મસ્થિત કે ધર્માધર્મસ્થિત છે? ગૌતમ! જીવો, ત્રણેમાં સ્થિત છે. - - નૈરયિક૦ પ્રશ્ન? ગૌતમ! નૈરયિક ધર્મસ્થિત નથી, અધર્મસ્થિત છે, ધર્માધર્મમાં સ્થિત નથી. એ પ્રમાણે ચતુરિન્દ્રિય સુધી જાણવું. - - પંચેન્દ્રિય તિર્યંચયોનિક૦ પ્રશ્ન? ગૌતમ! તેઓ ધર્મમાં સ્થિત નથી. અધર્મ અને ધર્માધર્મ સ્થિત છે. - - મનુષ્યોને જીવો માફક કહેવા. - - વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકને નૈરયિકવત્‌ જાણવા.

Linked texts (1)