Pramāṇa · Search · About · API

Viyahapannatti 1059

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1059

Language
Gujarati

1059

વિવેચન :–૭૦૧, ૭૦૨
પ્રાણાતિપાતાદિમાં વર્તતો શરીરી. જે જીવે, પ્રાણોને ધારણ કરે તે જીવ. શરીર - પ્રકૃતિ. અન્ય - સિવાય, દેહસંબંધી અધિષ્ઠાતૃત્વથી જીવાત્મા પુરુષ અન્ય છે. તેમનું અન્યત્વ પુદ્ગલ-અપુદ્ગલ સ્વભાવત્વથી છે. તેથી શરીરને પ્રાણાતિપાતાદિમાં વર્તતું શરીર છે, પણ આત્મા નથી.
બીજા કહે છે – જે જીવે તે જીવ-નારકાદિ પર્યાય, જીવાત્મા તે સર્વભેદાનુગામી જીવદ્રવ્ય. દ્રવ્ય-પર્યાયથી અન્યત્વ છે, તથાવિધ પ્રતિભાસ ભેદ નિબંધનત્વથી ઘટ-પટાદિવત્‌ જુદા છે. - X - X -
બીજા કહે છે – જીવ અન્ય છે, જીવાત્મા - જીવનું સ્વરૂપ અન્ય છે. પ્રાણાતિપાતાદિ વિચિત્ર ક્રિયાભિધાન અહીં સર્વાવસ્થામાં જીવ-જીવાત્માનો ભેદ બતાવવાને આ પરમત છે. - - - સ્વમત એમ છે કે - તે જ જીવશરીર છે, તે જ જીવાત્મા-જીવ છે. જો કે આ બેમાં અત્યંત ભેદ નથી. જો અત્યંત ભેદ હોય તો દેહ વડે સ્પૃષ્ટને અસંવેદન પ્રસંગ દેહકૃતને કર્મોની જન્માંતર વેદના અભાવનો પ્રસંગ છે. - X - અત્યંત અભેદમાં પરલોકના અભાવ થાય.
દ્રવ્ય-પર્યાય વ્યાખ્યાનમાં પણ દ્રવ્ય-પર્યાયનો અત્યંત ભેદ નથી. જે પ્રતિભાસ ભેદ છે, તે આત્યંતિક ભેદ નથી. પણ પદાર્થોને જ તુલ્ય-અતુલ્ય રૂપકૃત્‌ છે. જીવાત્મા - જીવસ્વરૂપ. આ વ્યાખ્યાન સ્વરૂપવાન્‌ છે, સ્વરૂપથી અત્યંત ભિન્ન નથી. ભેદમાં જ નિઃસ્વરૂપતા તેને પ્રાપ્ત થાય. શબ્દ ભેદથી વસ્તુભેદ નથી. - X - પૂર્વે જીવદ્રવ્ય અને તેના પર્યાયનો ભેદ કહ્યો. હવે જીવદ્રવ્ય વિશેષ પર્યાયાંતર આપત્તિ વક્તવ્યતા કહે છે –
વિવક્ષિત કાળથી પૂર્વે શરીરાદિ પુદ્ગલ સંબંધથી મૂર્ત્ત થઈને મૂર્ત્ત થાય છે. અરૂપી - રૂપાતીત અમૂર્ત્ત આત્માને એમ જાણવું.
સ્વકીય વચનના અવ્યભિચારિત્વને કહેવા, સદ્બોધપૂર્વક દર્શાવે છે. હું વક્ષ્યમાણ અધિકૃત્‌ પ્રશ્ન નિર્ણયભૂત વસ્તુને જાણું છું. - X - સામાન્ય પરિચ્છેદથી દર્શન વડે. બુજ્ઝામિ - શ્રદ્ધા કરું છું, બોધ - સમ્યગ્‌ દર્શન પર્યાયત્વથી. - X - બધાં પરિચ્છેદ પ્રકારો વડે હું જાણું છું. આના દ્વારા વર્તમાનકાળમાં અર્થપરિચ્છેદકત્વ કહ્યું, તે જ અતીતકાળમાં દર્શાવે છે.
- X - X - તે દેવત્વાદિ પ્રકાર પ્રાપ્ત, સરૂવી - વર્ણ, ગંધાદિ ગુણવાન્‌. સ્વરૂપથી અમૂર્ત્ત એવા જીવને આ કઈ રીતે? તે કહે છે. કર્મ પુદ્ગલના સંબંધથી છે. આ કઈ રીતે? રાગ સંબંધે કર્મસંબંધ છે. અહીં રાગ તે માયા-લોભ લક્ષણ લેવો. તથા સ્ત્રી આદિ વેદયુક્ત, મોહ-સ્ત્રી આદિમાં સ્નેહ, મિથ્યાત્વ કે ચારિત્ર મોહ. સલેશ્ય, સશરીરી, જે શરીરથી સશરીર છે, તે શરીરથી અવિમુક્ત. - X - X - X -
આનાથી વિપરીત દેખાડે છે - સચ્ચેવ ણં ભંતે! ઈત્યાદિ. - X - X - અરૂવી - અવર્ણાદિ, રૂવિ - વર્ણાદિત્વ, આ રીતે અસત્વપણાથી કેવલી પણ આ રીતે જાણતા નથી. અસત્ત્વં - મુક્તને કર્મબંધ હેતુ અભાવે કર્મ અભાવથી છે. તેના અભાવે શરીર અભાવે વર્ણાદિ અભાવ છે, તેથી અરૂપી થઈને રૂપી ન થાય.

Linked texts (1)