Pramāṇa · Search · About · API

Viyahapannatti 1058

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1058

Language
Gujarati

1058

‘ભગવતી’ સૂત્ર-૭૦૧, ૭૦૨ :– [૧૭/૨/૭૦૧, ૭૦૨]
[૭૦૧] ભગવન્‌! અન્યતીર્થિક એમ કહે છે યાવત્‌ પ્રરૂપે છે - એ રીતે પ્રાણાતિપાત, મૃષાવાદ યાવત્‌ મિથ્યાદર્શનશલ્યમાં વર્તતા પ્રાણીનો જીવ અન્ય છે, જીવાત્મા અન્ય છે. પ્રાણાતિપાત વિરમણ યાવત્‌ પરિગ્રહ વિરમણ, ક્રોધ વિવેક યાવત્‌ મિથ્યાદર્શનશલ્ય વિવેકમાં વર્તતો જીવ અન્ય છે અને જીવાત્મા અન્ય છે.
ઔત્પાતિકી યાવત્‌ પારિણામિકી બુદ્ધિમાં વર્તતો જીવ અન્ય છે, જીવાત્મા અન્ય છે. ઔત્પાતિકી અવગ્રહ, ઈહા, અપાય, ધારણામાં વર્તમાન યાવત્‌ જીવાત્મા અન્ય છે. - ઉત્થાન યાવત્‌ પરાક્રમમાં વર્તતો યાવત્‌ જીવાત્મા (અન્ય છે) નૈરયિક-તિર્યંચ-મનુષ્ય-દેવત્વમાં વર્તતો યાવત્‌ જીવાત્મા (અન્ય છે) જ્ઞાનાવરણીય યાવત્‌ અંતરાયમાં વર્તતો જીવાત્મા (અન્ય છે) એ રીતે કૃષ્ણલેશ્યા યાવત્‌ શુક્લલેશ્યામાં, સમ્યગ્‌ દૃષ્ટ્યાદિ ત્રણ, એ રીતે ચક્ષુદર્શનાદિ ચાર, આભિનિબોધિકજ્ઞાનાદિ પાંચ, મતિ અજ્ઞાનાદ ત્રણ, આહાર સંજ્ઞાદિ ચાર, ઔદારિક શરીરાદિ પાંચ, મનોયોગાદિ ત્રણ, સાકારોપયોગ-અનાકારોપયોગમાં વર્તતો જીવ અન્ય છે, જીવાત્મા અન્ય છે. ભગવન્‌! આ કેવી રીતે માનવું?
ગૌતમ! જે તે અન્યતીર્થિકો આમ કહે છે યાવત્‌ મિથ્યા કહે છે. પણ હે ગૌતમ! હું એમ કહું છું યાવત્‌ પ્રરૂપું છું કે - એ રીતે પ્રાણાતિપાત યાવત્‌ મિથ્યાદર્શન શલ્યમાં વર્તતો જીવ તે જ છે, જીવાત્મા તે જ છે. યાવત્‌ અનાકારોપયોગમાં વર્તતો જીવ તે જ છે, જીવાત્મા તે જ છે.
[૭૦૨] ભગવન્‌! મહર્દ્ધિક યાવત્‌ મહાસૌખ્ય દેવ પહેલા રૂપી થઈ, પછી અરૂપીને વિકુર્વવામાં સમર્થ છે? ના, તે અર્થ સમર્થ નથી. ભગવન્‌! એમ કેમ કહો - X - છો? ગૌતમ! હું આ જાણું છું, હું આ જોઉં છું, હું આ નિશ્ચિત જાણું છું, હું આ પુરી તરફથી જાણું છું. મેં આ જાણ્યું - જોયું - નિશ્ચિત કર્યુ-પુરી રીતે જાણ્યું છે, કે તથા પ્રકારના સરૂપી, સકર્મ. સરાગ, સવેદ, સમોહ, સલેશ્ય, સશરીર અને તે શરીરથી અવિપ્રમુક્ત જીવના વિષયમાં એવું સમ્પ્રજ્ઞાત હોય છે. તે આ - કાળાપણું યાવત્‌ શુક્લત્વ, સુરભિગંધત્વ કે દુરભિગંધત્વ, તિક્ત યાવત્‌ મધુર, કર્કશત્વ યાવત્‌ રૂક્ષત્વ હોય છે. તેથી હે ગૌતમ! યાવત્‌ તે દેવ સમર્થ નથી.
ભગવન્‌! તે જીવ, પહેલા અરૂપી થઈ, રૂપી વિકુર્વવા સમર્થ છે? ના, તે અર્થ સમર્થ નથી. ગૌતમ! હું આ જાણું છું, યાવત્‌ તથા પ્રકાર જીવ અરૂપ, અકર્મ, અરાગ, અવેદ, અમોહ, અલેશ્ય, અશરીર, તે શરીરથી વિપ્રમુક્ત જીવના વિષયમાં એવું જ્ઞાત નથી કે - કાળાપણું યાવત્‌ રૂક્ષપણું છે. આ કારણે હે ગૌતમ! તે દેવ પૂર્વોક્ત રીતે વિકુર્વણા કરી ન શકે.
ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે યાવત્‌ વિચરે છે.

Linked texts (1)