Pramāṇa · Search · About · API

Viyahapannatti 1064

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1064

Language
Gujarati

1064

વિવેચન :–૭૦૪, ૭૦૫
ચલણ - એજનની માફક સ્પષ્ટ છે. શરીર - ઔદારિકાદિ, ચલના - તેને યોગ્ય પુદ્ગલોનું તે રૂપે પરિણમનમાં વ્યાપાર તે શરીર ચલના. આ પ્રમાણે ઈન્દ્રિય-યોગ ચલન પણ જાણવું. - X -
ચલના ધર્મ ભેદથી કહ્યો. હવે સંવેગાદિ ધર્મને ફળથી કહે છે. સંવેગ - મોક્ષાભિલાષ, નિર્વેદ-સંસારવિરક્તતા, ગુરુ-દીક્ષાદિ આચાર્ય, સાધર્મિક-સામાન્ય સાધુ, સુશ્રૂષણતા-સેવા. આલોયણા-વિધિપૂર્વક સર્વે દોષોની ગુરુ સમક્ષ પ્રકાશના. નિંદણયા-આત્મા વડે આત્મદોષની કુત્સા, ગરહણયા - બીજા સન્મુખ આત્મ દોષોને કહેવા. ખમાવણયા - બીજા અસંતોષવાળાને ક્ષમા આપવી. વિઉસમણયા-ઉપશાંતતા, બીજાને ક્રોધથી નિવૃત્ત કરી, સ્વયં ક્રોધનો ત્યાગ કરવો.
સુયસહાયયા - જેને શ્રુત જ એકમાત્ર સહાય છે, તે શ્રુતસહાય. ભાવે અપ્પડિબદ્ધ-હાસ્યાદિમાં અનાસક્ત, અનુબંધવર્જન-વિણિવટ્ટણય - અસંયમ સ્થાનોથી વિરમવું તે, વિવિત્ત સયણાસણસેવણયા - સ્ત્રી આદિ સંસક્ત જે શયન, આસનો ઉપલક્ષણથી ઉપાશ્રય, તેનું જે સેવન તે.
યોગ પ્રત્યાખ્યાન- કરવું, કરાવવું, અનુમોદવું રૂપ મન વગેરેના વ્યાપારોનું પ્રાણાતિપાતાદિમાં પ્રત્યાખ્યાન - ન કરવાની પ્રતિજ્ઞા-શરીર પ્રત્યાખ્યાન-અભિષ્વંગ પ્રતિવર્જન પરિજ્ઞા. કષાય પચ્ચક્‌ખાણ - ક્રોધાદિ પ્રત્યાખ્યાન, તે ન કરવાની પ્રતિજ્ઞા. સંભોગ પચ્ચક્‌ખાણ-એક માંડલીમાં બેસીને સાધુનો ભોજનાદિ જે વ્યવહાર તે સંભોગ, જિનકલ્પાદિ સ્વીકારી તેનો પરિહાર કરવો તે. ઉપધિ પચ્ચક્‌ખાણ-અધિક ઉપધિનો ત્યાગ.
ખમ-ક્ષાંતિ, વિરાગયા - વીતરાગતા, રાગદ્વેષ અપગમ રૂપ. ભાવસત્ય - શુદ્ધ અંતરાત્મારૂપ પારમાર્થિક અવિતથત્વ. યોગસત્ય મન-વચન-કાયની અવિતથતા. કરણસત્ય - પ્રતિલેખનાદિ યથોક્ત રૂપે કરવા. મનસમન્નાહરણયા - મનને સમ્યક્‌, સ્વસ્થરૂપે મર્યાદા વડે આગમમાં કહેલ ભાવમાં અભિવ્યાપ્તિ કે સંક્ષેપણ. એમ બીજા પણ કહેવા, કોહ વિવેગ - ક્રોધ, કોપ ત્યાગ, તેની દુરંતતાદિ પરિભાવનાથી ઉદયનો નિરોધ. વેયણ અહિયાસણયા - ક્ષુધાદિ પીડા સહેવી. મારણંતિય-અહિયાસણયા-કલ્યાણ મિત્ર-બુદ્ધિ વડે મારણાંતિક ઉપસર્ગ સહેવો.

Linked texts (1)