Viyahapannatti 1063
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1063
- Language
- Gujarati
1063
‘ભગવતી’ સૂત્ર-૭૦૪, ૭૦૫ :– [૧૭/૩/૭૦૪, ૭૦૫]
[૭૦૪] ભગવન્! ‘ચલના’ કેટલા ભેદે છે? ગૌતમ! ત્રણ ભેદે. તે આ – શરીરચલણા, ઈન્દ્રિયચલણા, યોગચલણા.
ભગવન્! શરીરચલણા કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે છે – ઔદારિક શરીરચલણા યાવત્ કાર્મણ શરીરચલણા.
ભગવન્! ઈન્દ્રિયચલણા કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે છે. તે આ – શ્રોત્રેન્દ્રિયચલણા યાવત્ સ્પર્શનેન્દ્રિયચલણા.
ભગવન્! યોગચલણા કેટલા ભેદે છે? ગૌતમ! ત્રણ ભેદે છે – મનોયોગ ચલણા, વચનયોગ ચલણા, કાયયોગ ચલણા.
ભગવન્! ઔદારિક ચલણાને ઔદારિક ચલણા કેમ કહો છો? ગૌતમ! જે જીવ ઔદારિક શરીરમાં વર્તતા ઔદારિક શરીરનો યોગ્ય દ્રવ્યોને ઔદારિક પરિણમાવતા ઔદારિક શરીર ચલણ ચલ્યા, ચલે છે કે ચલશે. તેથી યાવત્ આમ કહ્યું છે.
ભગવન્! વૈક્રિય શરીર ચલણાને વૈક્રિય૦ કેમ કહો છો? પૂર્વવત્. વિશેષ એ કે - વૈક્રિય શરીરમાં વર્તતા૦ કાર્મણ શરીર ચલણા સુધી એ પ્રમાણે કહેવું.
ભગવન્! શ્રોત્રેન્દ્રિય પ્રાયોગ્ય દ્રવ્યો શ્રોત્રેન્દ્રિયરૂપે પરિણમાવતા શ્રોત્રેન્દ્રિય ચલણ ચાલ્યા, ચાલે છે, ચાલશે તેથી યાવત્ એમ કહ્યું. એ રીતે સ્પર્શનેન્દ્રિય ચલણા સુધી કહેવું.
ભગવન્! એમ કેમ કહો છો કે મનોયોગચલણા મનો૦? ગૌતમ! જીવો મનોયોગમાં વર્તતા મનોયોગ પ્રાયોગ્ય દ્રવ્યોને મનો યોગપણે પરિણમાવતા મનોયોગ ચલણ ચાલ્યા, ચાલે છે, ચાલશે. તેથી યાવત્ મનોયોગ ચલણા કહ્યું. એ રીતે વચનયોગ, કાયયોગ ચલણા છે.
[૭૦૫] ભગવન્! સંવેગ, નિર્વેદ, ગુરુ સાધર્મિક શુશ્રુષા, આલોચના, નિંદા, ગર્હા, ક્ષમાપના, શ્રુતસહાયતા, વ્યુપશમના ભાવમાં અપ્રતિબદ્ધતા, વિનિવર્તના, વિવિક્ત શયનાસન આસેવનતા, શ્રોત્રેન્દ્રિય સંવર યાવત્ સ્પર્શનેન્દ્રિયસંવર, યોગ પ્રત્યાખ્યાન, શરીર પ્રત્યાખ્યાન, કષાય-સંભોગ-ઉપધિ-ભક્ત પ્રત્યા-ખ્યાન, ક્ષમા, વિરાગતા, ભાવ-યોગ-કરણ સત્ય, મન-વચન-કાય સમન્વાહરણ, ક્રોધ વિવેક યાવત્ મિથ્યાદર્શન શલ્ય વિવેક, જ્ઞાન-દર્શન-ચારિત્ર સંપન્નતા, વેદના અધ્યાસતા, મારણાંતિક અધ્યાસનતા; આ પદોનું ભગવન્! અંતિમ ફળ શું છે? હે આયુષ્યમાન્ શ્રમણ! ગૌતમ! સંવેગ, નિર્વેગ યાવત્ મારણાંતિક અધ્યાસનતા૦ આ બધાંનું અંતિમ ફળ સિદ્ધિ છે. તેમ હે શ્રમણાયુષ્ય! જાણવું. ભગવન્! તે એમ જ છે (૨) યાવત્ વિચરે છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit