Pramāṇa · Search · About · API

Viyahapannatti 1066

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1066

Language
Gujarati

1066

‘ભગવતી’ સૂત્ર-૭૦૬, ૭૦૭ :– [૧૭/૪/૭૦૬, ૭૦૭]
[૭૦૬] તે કાળે, તે સમયે રાજગૃહનગરમાં યાવત્‌ આમ કહ્યું – જીવો પ્રાણાતિપાત ક્રિયા કરે છે? હા, કરે છે. - ભગવન્‌! તે સ્પૃષ્ટ કરાય કે અસ્પૃષ્ટ? ગૌતમ! સ્પૃષ્ટ કરાય, અસ્પૃષ્ટ ન કરાય. એ રીતે જેમ શતક-૧-ઉદ્દેશા-૬-માં કહ્યું, તેમ યાવત્‌ ‘અનુક્રમ વિના નહીં’ સુધી કહેવું. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. વિશેષ એ કે – જીવ અને એકેન્દ્રિયને નિર્વ્યાઘાત અપેક્ષાએ છ દિશામાં અને વ્યાઘાતની અપેક્ષાએ કદાચ ત્રણ દિશામાં, કદાચ ચાર દિશામાં, કદાચ પાંચમાં, બાકીનાને નિયમા છ દિશામાં છે.
ભગવન્‌! જીવો મૃષાવાદ ક્રિયા કરે છે? હા, કરે છે. ભગવન્‌! તે સ્પૃષ્ટ કરે છે. આદિ પ્રાણાતિપાત દંડક માફક મૃષાવાદ પણ કહેવો. એ પ્રમાણે અદત્તાદાન, મૈથુન, પરિગ્રહમાં પણ જાણવું. પાંચ દંડકો છે.
ભગવન્‌! જે સમયે જીવ પ્રાણાતિપાત ક્રિયા કરે, તે સમયે તે સ્પૃષ્ટ ક્રિયા કરે કે અસ્પૃષ્ટ? પૂર્વવત્‌ યાવત્‌ કહેવું. વૈમાનિક સુધી કહેવું. એ પ્રમાણે પરિગ્રહ સુધી કહેવું, એ પ્રમાણે આ પાંચ દંડકો છે.
ભગવન્‌! જે દેશમાં જીવો પ્રાણાતિપાત ક્રિયા કરે, તે સ્પૃષ્ટ કરે કે અસ્પૃષ્ટ. પરિગ્રહ સુધી પૂર્વવત્‌ કહેવું. આ પણ પાંચ દંડક.
ભગવન્‌! જે પ્રદેશમાં જીવ પ્રાણાતિપાત ક્રિયા કરે તે સ્પૃષ્ટ કરે કે અસ્પૃષ્ટ? પૂર્વવત્‌, પાંચ દંડક, પરિગ્રહ સુધી કહેવા. ૨૦ દંડકો થયા.
[૭૦૭] ભગવન્‌! જીવોનું દુઃખ આત્મકૃત્‌ છે, પરકૃત છે કે તદુભય કૃત? ગૌતમ! દુઃખ આત્મકૃત્‌ છે, પરકૃત કે ઉભયકૃત નથી. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. - - ભગવન્‌! જીવો શું આત્મકૃત્‌ દુઃખ વેદે છે, પરકૃત કે તદુભયકૃત્‌ દુઃખ વેદે છે? ગૌતમ! આત્મકૃત્‌ દુઃખ વેદે છે. પરકૃત્‌ કે તદુભયકૃત્‌ નહીં. આમ વૈમાનિક સુધી કહેવું.
ભગવન્‌! જીવોને આત્મકૃત્‌ વેદના૦ છે, પ્રશ્ન? ગૌતમ! આત્મકૃત્‌ વેદના છે, પરકૃત્‌ કે ઉપયકૃત્‌ નહીં. વૈમાનિક સુધી આમ જાણવું.
ભગવન્‌! જીવો આત્મકૃત્‌ વેદના વેદે છે? પરકૃત્‌ કે ઉભયકૃત્‌ વેદના વેદે છે? ગૌતમ! આત્મકૃત્‌ વેદના વેદે છે. પરકૃત્‌ કે ઉભય કૃત્‌ નહીં. આમ વૈમાનિક સુધી જાણવું. - - ભગવન્‌! તે એમ જ છે (૨).

Linked texts (1)