Viyahapannatti 1072
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1072
- Language
- Gujarati
1072
‘ભગવતી’ સૂત્ર-૭૦૯ :– [૧૭/૬/૭૦૯]
ભગવન્! જે પૃથ્વીકાયિક, આ રત્નપ્રભા પૃથ્વીમાં સમુદ્ઘાત કરીને સૌધર્મકલ્પમાં પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થવા યોગ્ય છે. ભગવન્! તે પહેલા ઉપજી, પછી આહાર ગ્રહણ કરે કે પહેલા આહાર લઈ, પછી ઉપજે? ગૌતમ! પૂર્વે ઉત્પન્ન થઈ પછી પણ આહારે, પહેલાં આહારી પછી પણ ઉપજે.
ભગવન્! એમ કેમ કહો છો - X -? ગૌતમ! પૃથ્વીકાયિકને ત્રણ સમુદ્ઘાત કહ્યા છે – વેદના, કષાય, મારણાંતિક સમુદ્ઘાત.
મારણાંતિક સમુદ્ઘાતથી સમવહત દેશથી પણ સમુદ્ઘાત કરે છે અને સર્વથી પણ સમુદ્ઘાત કરે છે. દેશથી સમુદ્ઘાત કરતા, પહેલાં આહાર પુદ્ગલ ગ્રહી, પછી ઉત્પન્ન થાય. સર્વથી સમુદ્ઘાત કરે ત્યારે, પહેલાં પહેલાં ઉત્પન્ન થઈ, પછી પુદ્ગલ ગ્રહે. તેથી આમ કહેલ છે.
ભગવન્ ! જે પૃથ્વીકાયિક, આ રત્નપ્રભાપૃથ્વીમાં યાવત્ સમુદ્ઘાત કરીને, ઈશાનકલ્પે પૃથ્વીકાયિકપણે૦ એ રીતે ઈશાનમાં પણ કહેવું. એ રીતે યાવત્ અચ્યુત-ગ્રૈવેયક-અનુત્તરવિમાન, ઈષત્ પ્રાગ્ભારામાં છે.
ભગવન્! પૃથ્વીકાયિક જીવ, શર્કરાપ્રભામાં સમુદ્ઘાત કરીને સૌધર્મકલ્પે પૃથ્વીકાયિકપણે૦ એ પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીકાયિકવત્ શર્કરાપ્રભામાં પણ પૃથ્વીકાયિકનો ઉપપાત કહેવો યાવત્ ઈષત્પ્રાગ્ભારા.
એ પ્રમાણે રત્નપ્રભાની વક્તવ્યતા માફક યાવત્ અધઃસપ્તમીમાં પૃથ્વીકાયિકનો ઉપપાત કહેવો. ભગવન્! તે એમ જ છે (૨).
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit