Pramāṇa · Search · About · API

Viyahapannatti 1073

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1073

Language
Gujarati

1073

‘ભગવતી’ સૂત્ર-૭૧૦ :– [૧૭/૭/૭૧૦]
ભગવન્‌! જે પૃથ્વીકાયિક જીવ સૌધર્મકલ્પમાં મરણસમુદ્ઘાત કરીને આ રત્નપ્રભામાં પૃથ્વીકાયિકરૂપે ઉત્પન્ન થવા યોગ્ય છે, ત પહેલાં ઉત્પન્ન થઈ, પછી આહાર ગ્રહણ કરે કે પહેલા આહાર ગ્રહી પછી ઉત્પન્ન થાય?
ગૌતમ! જેમ રત્નપ્રભા પૃથ્વીકાયિકો સર્વે કલ્પમાં યાવત્‌ ઈષત્‌પ્રાગ્ભારામાં ઉત્પાદ કહ્યો. તેમ સૌધર્મ પૃથ્વીકાયિકનો સાતે પૃથ્વીમાં ઉપપાદ કહેવો. યાવત્‌ અધઃસપ્તમીમાં કહેવું...
એ રીતે સૌધર્મ પૃથ્વીકાયિકનો સર્વે પૃથ્વીમાં ઉપપાત કહ્યો, એ પ્રમાણે ઈષત્‌ પ્રાગ્ભારા પૃથ્વીકાયિકનો સર્વે પૃથ્વીમાં ઉપપાદ, અધઃસપ્તમી સુધી કહેવો. ભગવન્‌! તે એમ જ છે.

Linked texts (1)