Viyahapannatti 1084
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1084
- Language
- Gujarati
1084
વિવેચન :–૭૨૨ થી ૭૨૬
ક્યાંક આવી ઉદ્દેશક દ્વાર સંગ્રહણી ગાથા દેખાય છે – જીવ, આહારક, ભવ, સંજ્ઞી, લેશ્યા, દૃષ્ટિ, સંયત, કષાય, જ્ઞાન, યોગ, ઉપયોગ, વેદ, શરીર, પર્યાપ્તિ. આના અર્થો ઉદ્દેશકના અર્થથી જાણવા. તેમાં પ્રથમ દ્વારને કહે છે –
જીવ જીવત્વથી પ્રથમતા ધર્મયુક્ત છે? જીવત્વ હોતા પ્રથમથી પ્રાપ્ત છે કે અપ્રથમ - અનાદિ અવસ્થિત જીવ. અહીં પ્રથમત્વ અપ્રથમત્વ લક્ષણગાથા છે, જે સૂત્ર-૭૨૩-ની સમાનાર્થક છે. નારક પણ અપ્રથમ છે, અનાદિ સંસારમાં નારકત્વ પૂર્વે અનંતીવાર પ્રાપ્ત થયેલ છે. સિદ્ધ વડે સિદ્ધત્વ પૂર્વે અપ્રાપ્ત છે, માટે પ્રથમ કહ્યું.
આહારક દ્વારમાં - આહારકત્વથી પ્રથમ નથી, અનાદિ ભવમાં પૂર્વે અનંતવાર તે પ્રાપ્ત થયું છે. એ રીતે નારકાદિ પણ કહેવા. સિદ્ધોને આહારકપણાથી ન પૂછાય, કેમકે તેઓ અણાહારી છે. કોઈક જીવ અનાહારકત્વથી પ્રથમ છે, જેમકે સિદ્ધ. કોઈ અપ્રથમ છે. જેમકે - સંસારી. સંસારીને વિગ્રહગતિમાં અનાહારકત્વ પૂર્વે અનંતીવાર થયેલ છે. - X - X -
ભવ્ય દ્વારમાં - ભવસિદ્ધિક એકત્વ-બહુત્વથી આહારકની જેમ કહેવા. અર્થાત્ અપ્રથમ. જેમ ભવ્યનું ભવ્યત્વ અનાદિ સિદ્ધ છે, તેથી ભવ્યત્વથી પ્રથમ નથી. આ રીતે અભવસિદ્ધિક પણ કહેવા. નોભવસિદ્ધિક-નોઅભવસિદ્ધિક જીવ અને સિદ્ધમાં જ સંભવે, નારકાદિમાં નહીં. આ પદથી સિદ્ધને જ કહેવાય છે, તેના એકત્વ-પૃથક્ત્વમાં પ્રથમ છે તેમ કહેવું.
સંજ્ઞી દ્વારમાં - સંજ્ઞી ભાવથી અપ્રથમ છે, કેમકે પૂર્વે અનંતવાર સંજ્ઞીત્વ પામેલ છે. એકથી ચાર ઈન્દ્રિયને વર્જીને બાકીનાને ‘અપ્રથમ’ કહેવા. એ રીતે અસંજ્ઞી પણ કહેવા. - X - પૃથ્વી આદિ અસંજ્ઞી જ છે. તેમ અપ્રથમત્વ પૂર્વે અનંતવાર અસંજ્ઞીપણાની પ્રાપ્તિ છે. ઉભયનિષેધ પદ જીવ, મનુષ્ય, સિદ્ધમાં છે, તેમાં પ્રથમત્વ કહેવું. - X -
લેશ્યાદ્વારમાં - અપ્રથમ કહેવું. કેમકે અનાદિથી સલેશ્યત્વ છે. - X - X - અલેશ્ય પદ જીવ, મનુષ્ય, સિદ્ધોમાં હોય છે, તેમનું પ્રથમત્વ કહેવું.
દૃષ્ટિ દ્વારમાં - કેટલાંક સમ્યગ્દૃષ્ટિ જીવ સમ્યગ્ દૃષ્ટિપણે પ્રથમ હોય, જેને પહેલી વખત સમ્યગ્દર્શન થયું હોય. કેટલાંક અપ્રથમ હોય, જેને પતિત થયા પછી, સમ્યગ્દર્શનની પુનઃપ્રાપ્તિ થઈ હોય. એકેન્દ્રિયોને સમ્યક્ત્વ નથી, તેથી તેમનું વર્જન કર્યુ. બાકીના પ્રથમ કે અપ્રથમ હોઈ શકે. - X - સિદ્ધો પ્રથમ જ હોય. - X -
મિથ્યાદૃષ્ટિઓને એકવચન-બહુવચનમાં અપ્રથમત્વ છે. મિથ્યાત્વ અનાદિનું છે. - - સમ્યક્મિથ્યાદૃષ્ટિ પ્રથમ પણ હોય, અપ્રથમ પણ હોય. કેમકે સમ્યગ્મિથ્યાદર્શન પહેલું કે બીજું આદિ પણ પામે. વિશેષ એ કે - જેને હોય તેને કહેવું. જેમકે-નારકાદિને મિશ્ર દર્શન હોય છે. તે જ અહીં પ્રથમ-અપ્રથમ વિચારણાનો અધિકાર છે.
સંયતદ્વારમાં - અહીં જીવ પદ, મનુષ્ય પદ એ બે છે. તેમને એકત્વાદિ વડે સમ્યગ્દૃષ્ટિની માફક કહેવા. પ્રથમ હોય કે અપ્રથમ હોય. સંયમનો પ્રથમ કે દ્વિતીયાદિ લાભની અપેક્ષાએ આ જાણવું. - અસંયત આહારક માફક કહેવા. જેમકે અનાદિપણાથી અસંયત હોવાથી અપ્રથમ છે. - સંયતાસંયત જીવપદમાં, પંચેન્દ્રિય તિર્યંચપદમાં, મનુષ્યપદમાં હોય છે. એકત્વાદિ વડે સમ્યગ્દૃષ્ટિવત્ કહેવા. કદાચ પ્રથમ હોય, કદાચ અપ્રથમ હોય. પ્રથમ-અપ્રથમત્વ પહેલી કે બીજીવાર અપેક્ષાએ છે.- નોસંયમનોઅસંયમનોમિશ્ર એ જીવ અને સિદ્ધને હોય છે, તે પ્રથમ છે.
કષાયદ્વારમાં - કષાયી આહારકવત્ અપ્રથમ છે. કેમકે અનાદિપણાથી કષાયિત્વ છે. - - અકષાય જીવને પ્રથમ હોય. યથાખ્યાત ચારિત્રના પ્રથમ લાભમાં, દ્વિતીયાદિ લાભમાં અપ્રથમ હોય. એ પ્રમાણે મનુષ્યો પણ જાણવા. સિદ્ધ પ્રથમ જ હોય. કેમકે સિદ્ધત્વ અનુગતને. અકષાયભાવ પહેલીવાર હોય છે.
જ્ઞાનદ્વારમાં - કદાચ પ્રથમ, કદાચ અપ્રથમ હોય. તેમાં કેવલી પ્રથમ છે. અકેવલીને પહેલી વખત જ્ઞાનલાભ થાય છે માટે. જીવાદિ દંડક વિચારણામાં જે જીવનારકાદિને જે મતિજ્ઞાનાદિ હોય, તે તેને કહેવા. - X - અજ્ઞાની ‘અપ્રથમ’ છે. અનાદિથી અનંત અજ્ઞાનની ભેદસહિત પ્રાપ્તિ હોવાથી.
યોગદ્વારમાં - આહારકવત્ અપ્રથમ છે. જીવ નારકાદિ દંડક વિચારણામાં જે જીવાદિને જે યોગ હોય તે કહેવો. - અયોગીમાં જીવ, મનુષ્ય, સિદ્ધ આવે. તે પ્રથમ જ હોય.
ઉપયોગદ્વારમાં - સાકારોપયુક્ત, અનાકારોપયુક્ત બંને જેમ અનાહારક છે, તેમ કહેવા. તે જીવપદમાં ‘પ્રથમ’ છે. સિદ્ધ અપેક્ષાએ અપ્રથમ છે, સંસારી અપેક્ષાએ-નારકાદિ વૈમાનિકાંત પદોમાં પ્રથમ નથી પણ અપ્રથમ છે, કેમકે તે અનાદિથી પ્રાપ્ત છે. સિદ્ધ પદમાં પ્રથમ છે, અપ્રથમ નથી. સાકાર-અનાકારોપયોગમાં સિદ્ધત્વને ‘પ્રથમ’ છે.
વેદદ્વારમાં - આહારક માફક અપ્રથમ જ છે. જીવાદિ દંડક વિચારણામાં નારકાદિ જેને જે નપુંસકાદિ વેદ હોય, તે તેને કહેવો. - અવેદક, અકષાયીવત્ કહેવા. જીવ, મનુષ્ય, સિદ્ધ ત્રણે પદોમાંથી પહેલા બે પદમાં કદાચ ‘પ્રથમ’ હોય છે. કદાચ અપ્રથમ છે. કેમકે અવેદકત્વ પહેલા કે બીજાદિ અપેક્ષાએ છે. ‘સિદ્ધ’ અપ્રથમ છે.
શરીરદ્વારમાં - આહારક માફક અપ્રથમ જ છે. આહારક શરીરી, સમ્યગ્દૃષ્ટિ માફક કદાચ પ્રથમ, કદાચ અપ્રથમ છે. આ પ્રથમ અને દ્વિતીયાદિ આહારક શરીરના લાભની અપેક્ષાએ છે. - અશરીરી જીવ સિદ્ધ કહેવાય, તે ‘પ્રથમ’ જ છે.
પર્યાપ્તિદ્વારમાં - પાંચ પર્યાપ્તિ વડે પર્યાપ્ત, પાંચ અપર્યાપ્તિ વડે અપર્યાપ્તક, તે આહારકવત્ અપ્રથમ છે. દંડક વિચારણામાં જેને જે પર્યાપ્તિ હોય, તેને તે કહેવી.
હવે પ્રથમ-અપ્રથમ લક્ષણને જણાવે છે - જે ભાવ જીવત્વાદિ વડે જે જીવાદિથી પૂર્વે પ્રાપ્ત હોય, તે જીવાદિ તે ભાવે અપ્રથમ હોય. પૂર્વે જે ભાવ અપ્રાપ્ત હોય, તેનાથી ‘પ્રથમ’ હોય છે. - X -
હવે પ્રથમ-અપ્રથમ લક્ષણ જણાવે છે - જે ભાવ જીવત્વાદિ વડે જે જીવાદિથી પૂર્વે પ્રાપ્ત હોય, તે જીવાદિ તે ભાવે અપ્રથમ હોય. પૂર્વે જે ભાવ અપ્રાપ્ત હોય, તેનાથી. ‘પ્રથમ’ હોય છે. - X -
હવે પ્રથમાદિના વિપક્ષરૂપ ચરમાદિત્વ જીવાદિષુ દ્વારમાં જ નિરૂપણ કરતા કહે છે –
જીવ જીવત્વ પર્યાયથી ચરમ છે? શું જીવત્વના પ્રાપ્તવ્યના ચરમ ભાગે છે, શું જીવત્વને છોડી દે છે. અચરમ - અવિદ્યમાન જીવત્વ ચરમ સમય. અર્થાત્ જીવત્વને અત્યંત છોડતો નથી. આ પ્રશ્ન છે –
જીવત્વના અવ્યવચ્છેદથી પ્રાપ્તવ્ય જીવત્વનું અવસાન નથી. - - જે નારક નારકત્વથી ઉદ્વર્તીને ફરી નરકગતિમાં ન જાય, કેમકે સિદ્ધમાં જાય, તે ચરમ અને બીજાને ‘અચરમ’ જાણવા. આ પ્રમાણે વૈમાનિક સુધી છે. સિદ્ધ, જીવની જેમ અચરમ છે. કેમકે સિદ્ધત્વ ન જાય. બહુવચન દંડક તે પ્રકારે જ છે.
આહારકદ્વારમાં - બધાં જીવાદિ પદોમાં, જે નિર્વસે તે ચરમ બીજા - અચરમ. - - અનાહારક પદે અનાહારકત્વથી જીવ અને સિદ્ધને અચરમ કહેવા. તેમનું અનાહારકત્વ અનંત છે માટે. જીવને સિદ્ધ અવસ્થામાં જ આમ છે, નારકાદિ પદોમાં કદાચ ચરમ, કદાચ અચરમ છે. જે નારકાદિને અનાહારકત્વ ફરી ન પ્રાપ્ત થાય, તે ચરમ, જેને તે ફરી પ્રાપ્ત થાય, તેને તે અચરમ.
ભવ્યદ્વારમાં - ભવ્ય જીવો ભવ્યત્વથી ચરમ છે, સિદ્ધિ ગમનથી ભવ્યત્વની ચરમ પ્રાપ્તિ છે. આ બધાં જ. ભવ સિદ્ધિક જીવો મોક્ષ પામશે જ, એ વચન પ્રામાણ્યથી આ કહેલું છે. - - અભવસિદ્ધિક બધાં જીવાદિ પદોમાં ‘ચરમ’ નથી, કેમકે અભવ્યને ભવ્યત્વ અભાવ છે. નો ભવ૦ આદિ ઉભય નિષેધથી જીવપદ, સિદ્ધપદમાં અભવસિદ્ધિક માફક અચરમ, તેના સિદ્ધત્વથી અને સિદ્ધત્વપર્યાય જતો નથી માટે.
સંજ્ઞીદ્વારમાં - કદાચ ચરમ, કદાચ અચરમ છે. એ રીતે અસંજ્ઞી પણ જાણવા. ઉભયનિષેધપણાથી જીવ અને સિદ્ધ અચરમ છે મનુષ્ય ચરમ છે. કેમકે ઉભય નિષેધવાન્ મનુષ્યને કેવલિત્વ પ્રાપ્તિ પછી ફરી મનુષ્યત્વનો લાભ થતો નથી.
લેશ્યાદ્વારમાં - સલેશ્યી, આહારકવત્ કદાચ ચરમ, કદાચ અચરમ. તેમાં જે નિર્વાણ પામે, તે સલેશ્યત્વથી ચરમ, બીજા અચરમ.
દૃષ્ટિદ્વારમાં - સમ્યગ્દૃષ્ટિ જીવ અને સિદ્ધ અચરમ છે. કેમકે જીવનું સમ્યક્ત્વ અવશ્ય પડનાર છે, તે સિદ્ધને પતિત ન થાય. નારકાદિ કદાચ ચરમ, કદાચ અચરમ. જે નારકાદિ નારકત્વાદિ સાથે ફરી સમ્યક્ત્વ ન પામે, તે ચરમ. તે સિવાયના તે અચરમ.
-મિથ્યા દૃષ્ટિ કદાચ ચરમ, કદાચ અચરમ. જે જીવ નિર્વાસે છે, તે મિથ્યાદૃષ્ટિત્વથી ચરમ, તે સિવાયના છે, તે અચરમ છે. નારકાદિમાં જે મિથ્યાત્વયુક્ત નારકત્વ ફરી ન પામે, તે ચરમ અને બીજા અચરમ.
સમ્યગ્ મિથ્યાદૃષ્ટિ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય વર્જીને કેમકે તેઓમાં મિશ્ર ન હોય. નારકાદિ દંડકમાં આ મિશ્રાલાપક ન કહેવો. ઉપલક્ષણથી સમ્યગ્દૃષ્ટિ આલાવામાં એકેન્દ્રિયનું વર્જન જાણવું. બીજે પણ જ્યાં જે ન સંભવે, ત્યાં તે વર્જવું. જેમકે - સંજ્ઞીપદમાં એકેન્દ્રિયાદિ, અસંજ્ઞી પદમાં જ્યોતિષ્કાદિ. - X -
સંયત દ્વારમાં - સંયત જીવ કદાચ ચરમ હોય, કે જેને ફરી સંયમ ન મળે તે. બાકીના અચરમ. મનુષ્યોને પણ આમ જ જાણવા. કેમકે તેને સંયતત્વ છે. આ પ્રમાણે સંયતાસંયત પણ જાણવા. આ પદ ફક્ત જીવ, પંચેન્દ્રિયતિર્યંચ, મનુષ્ય પદોમાં જ કહેવું. - X - X -
કષાયદ્વારમાં - સકષાયી ભેદ સહિત, જીવાદિ સ્થાનોમાં કદાચ ચરમ, કદાચ અચરમ છે. તેમાં જે જીવો નિર્વાણ પામે તે સકષાયીત્વથી ચરમ છે, બીજા અચરમ છે. નારકાદિમાં જે સકષાયીપણે નારકાદિને ફરી ન પામે તે ચરમ અને બીજા અચરમ.
-અકષાયી, ઉપશાંત મોહાદિ, તે જીવ, મનુષ્ય અને સિદ્ધ છે. તેમાં જીવ અને સિદ્ધ અચરમ છે, કેમકે જીવનું અકષાયીત્વ અવશ્ય પ્રતિપતિત છે. સિદ્ધનું પતિત ન થાય, અકષાયત્વ પ્રાપ્ત મનુષ્ય જે ફરી મનુષ્યત્વ ન પામે, તે ચરમ, જે ફરી પામે તે અચરમ છે.
જ્ઞાનદ્વારમાં - સમ્યગ્દૃષ્ટિ દૃષ્ટાંત પ્રાપ્ત અર્થ છે - જીવો અને સિદ્ધો અચરમ છે. જીવને જ્ઞાન પતિત થાય, ફરી પામે માટે અચરમ. સિદ્ધ - અક્ષીણજ્ઞાન ભાવવાળા હોય અચરમ છે. બાકીના જ્ઞાનોપેત નારકત્વાદિને પુનઃ લાભના અસંભવમાં ચરમ, અન્યથા અચરમ. બધાં જીવાદિ સિદ્ધાંતોમાં એકેન્દ્રિયને વર્જીને જાણવું જ્ઞાનભેદાપેક્ષાએ કહે છે - આભિનિબોધિક આદિ. તે કદાચ ચરમ, કદાચ અચરમ છે. તેમાં આભિનિબોધિકાદિ જ્ઞાન, જે કેવળજ્ઞાન પ્રાપ્તિ પછી. ફરી પ્રાપ્ત ન થાય તે ચરમ અને બીજું અચરમ. જે નારકાદિ જીવને આભિનિબોધિકાદિ જે હોય, તે તેને કહેવું. કેવલજ્ઞાનીને અચરમ કહેવા. - - અજ્ઞાની, ભેદ સહિત કદાચ ચરમ, કદાચ અચરમ હોય, જે ફરી અજ્ઞાન ન પામે તે ચરમ, જે અભવ્ય, જ્ઞાન ન પામે તે અચરમ. - X - X -
હવે ચરમાચરમ લક્ષણ જણાવવા કહે છે – જે નારકાદિ જીવો નારકત્વાદિ જીવત્વથી પડે કે ન પડે, - X - તે, તે ભાવથી તે ભાવાપેક્ષા અચરમ છે. સર્વથા વિરહ જે જીવાદિને જે ભાવથી તે પ્રાપ્ત થાય, તે તે ભાવાપેક્ષાએ તે અચરમ છે. જેને તે ભાવથી સર્વથા વિરહ થાય તે ચરમ.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit