Pramāṇa · Search · About · API

Viyahapannatti 1083

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1083

Language
Gujarati

1083

‘ભગવતી’ સૂત્ર-૭૨૨ થી ૭૨૬ :– [૧૮/૧/૭૨૨ થી ૭૨૬]
[૭૨૨] તે કાળે, તે સમયે રાજગૃહમાં યાવત્‌ આમ કહ્યું – જીવ, જીવભાવથી પ્રથમ છે કે અપ્રથમ? ગૌતમ! પ્રથમ નથી અપ્રથમ છે. એ પ્રમાણે નૈરયિકથી લઈને વૈમાનિક સુધી જાણવું.
ભગવન્‌! સિદ્ધ, સિદ્ધ ભાવથી પ્રથમ છે કે અપ્રથમ? ગૌતમ! પ્રથમ છે, અપ્રથમ નથી.
ભગવન્‌! જીવો, જીવ ભાવથી પ્રથમ છે કે અપ્રથમ? ગૌતમ! પ્રથમ નથી, અપ્રથમ છે એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. સિદ્ધોનો પ્રશ્ન? ગૌતમ! પ્રથમ છે, અપ્રથમ નથી.
ભગવન્‌! આહારક જીવ, આહાર ભાવથી પ્રથમ છે કે અપ્રથમ? ગૌતમ! પ્રથમ નથી, અપ્રથમ છે. યાવત્‌ વૈમાનિક. બહુવચનમાં એમ જ છે.
ભગવન્‌! અણાહારક જીવ અણાહારક ભાવથી પ્રશ્ન? ગૌતમ! કદાચ પ્રથમ હોય, કદાચ અપ્રથમ હોય.
ભગવન્‌! અણાહારક જીવો અણાહારક ભાવથી? પ્રશ્ન. પ્રથમ પણ હોય, અપ્રથમ પણ હોય.
નૈરયિકો યાવત્‌ વૈમાનિક? પ્રથમ નથી, અપ્રથમ છે. સિદ્ધો? પ્રથમ છે, અપ્રથમ નથી. - - આ પ્રમાણે પ્રત્યેક દંડકમાં પૃચ્છા કહેવી.
ભવસિદ્ધિક એક કે અનેક જીવ, આહારક મુજબ. એ રીતે અભવસિદ્ધિક પણ છે. ભગવન્‌! નોભવસિદ્ધિક નોઅભવસિદ્ધિક જીવ? પ્રશ્ન. ગૌતમ! પ્રથમ છે. અપ્રથમ નથી. નોભવસિદ્ધિક નોઅભવસિદ્ધિક જીવો નોભવ-સિદ્ધિક નોઅભવસિદ્ધિક ભાવથી? પૂર્વવત્‌. એ રીતે બહુવચનમાં બંને જાણવા.
ભગવન્‌! સંજ્ઞીજીવ, સંજ્ઞીભાવથી પ્રથમ છે? પ્રશ્ન. ગૌતમ! પ્રથમ નથી, અપ્રથમ છે. એ રીતે વિકલેન્દ્રિયને વર્જીને યાવત્‌ વૈમાનિક સુધી જાણવું. બહુવચનમાં પણ આમ જ કહેવું.
અસંજ્ઞી પણ એ રીતે જ એકવચન, બહુવચનથી છે વિશેષ એ કે - યાવત્‌ વ્યંતર, નોસંજ્ઞી નોઅસંજ્ઞી જીવ, મનુષ્ય અને સિદ્ધ પ્રથમ છે, અપ્રથમ નથી. એ રીતે બહુવચનમાં પણ છે.
ભગવન્‌! સલેશ્યીનો પ્રશ્ન. ગૌતમ! આહારક મુજબ છે. એ રીતે બહુવચનમાં પણ છે. કૃષ્ણલેશ્યા યાવત્‌ શુક્લલેશ્યામાં પણ એ રીતે છે. વિશેષ એ કે - જેને જે લેશ્યા હોય તે કહેવી. - - અલેશ્યી જીવ, મનુષ્ય અને સિદ્ધ નોસંજ્ઞી-નોઅસંજ્ઞી માફક કહેવા.
ભગવન્‌! સમ્યગ્‌દૃષ્ટિ જીવ સમ્યગ્‌દૃષ્ટિ ભાવથી શું પ્રથમ છે? પૃચ્છા. ગૌતમ! કદાચ પ્રથમ, કદાચ અપ્રથમ છે. એ પ્રમાણે એકેન્દ્રિયને વર્જીને વૈમાનિક સુધી કહેવું. સિદ્ધ પ્રથમ છે, અપ્રથમ નથી. બહુવચનમાં જીવો પ્રથમ પણ છે. અપ્રથમ પણ છે. એ રીતે વૈમાનિક સુધી કહેવું. સિદ્ધો પ્રથમ છે, અપ્રથમ નથી.
મિથ્યાદૃષ્ટિ જીવ એક કે બહુવચનમાં આહારક માફક જાણવા.
સમ્યગ્‌ મિથ્યાદૃષ્ટિ જીવ એકવચનમાં કે બહુવચનમાં સમ્યગ્‌દૃષ્ટિ માફક જાણવા. વિશેષ એ કે - જેને સમ્યગ્‌ મિથ્યાદૃષ્ટિ હોય તેને તે કહેવી.
સંયત જીવ અને મનુષ્ય, એકવચન-બહુવચનમાં સમ્યગ્‌દૃષ્ટિ માફક જાણવા.
અસંયતને આહારકવત્‌ જાણવા.
સંયતા-સંયત જીવ, પંચેન્દ્રિય-તિર્યંચયોનિક, મનુષ્ય એકવચન-બહુવચનમાં સમ્યગ્‌દૃષ્ટિ સમાન જાણવા.
નોસંયત-નોઅસંયત-નોસંયતાસંયત જીવ અને સિદ્ધ એકવચન-બહુવચનમાં પ્રથમ છે, અપ્રથમ નથી.
સકષાયી, ક્રોધકષાયી યાવત્‌ લોભકષાયી જીવો એકવચન-બહુવચનમાં આહારકવત્‌ જાણવા. - - - અકષાયી જીવો કદાચ પ્રથમ, કદાચ અપ્રથમ. એ પ્રમાણે મનુષ્યો પણ જાણવા. સિદ્ધ પ્રથમ છે, અપ્રથમ નથી. બહુવચનમાં જીવો અને મનુષ્યો પ્રથમ પણ છે, અપ્રથમ પણ છે. સિદ્ધો પ્રથમ છે, અપ્રથમ નથી.
જ્ઞાની એકવચન-બહુવચનમાં સમ્યગ્‌દૃષ્ટિ માફક જાણવા. આભિનિબોધિક જ્ઞાની યાવત્‌ મનઃપર્યવ-જ્ઞાની એકવચન-બહુવચનમાં એ પ્રમાણે છે. વિશેષ એ કે જે જેને હોય, તે તેને કહેવું. કેવળજ્ઞાની જીવ, મનુષ્ય અને સિદ્ધ એકવચન-બહુવચનમાં પ્રથમ છે, અપ્રથમ નથી.
અજ્ઞાની, મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાની, વિભંગજ્ઞાની એકવચન-બહુવચનમાં આહારકની માફક જાણવા.
સયોગી, મનોયોગી, વચનયોગી, કાયયોગી એકવચન-બહુવચનમાં આહારક માફક કહેવા. વિશેષ એ કે - જેને જે યોગ હોય તે કહેવો. અયોગી જીવ, મનુષ્ય, સિદ્ધ, એકવચન-બહુવચનમાં પ્રથમ છે, અપ્રથમ નથી.
સાકારોપયુક્ત, અનાકારોપયુક્ત જીવ એકવચન-બહુવચનમાં અનાહારક માફક કહેવા.
સવેદક યાવત્‌ નપુંસકવેદક એકત્વ-પૃથક્ત્વમાં આહારક માફક કહેવા. વિશેષ એ કે જેને જે વેદ હોય તે કહેવો. - અવેદક એક કે બહુવચનમાં જીવ, મનુષ્ય, સિદ્ધમાં અકષાયી માફક કહેવા.
સશરીરી, આહારકવત્‌ કહેવા. એ પ્રમાણે યાવત્‌ કાર્મણશરીરી જાણવા. જેને જે શરીર હોય તે. વિશેષ એ કે - આહારક શરીરી એક કે બહુવચનમાં સમ્યગ્‌દૃષ્ટિ માફક જાણવા. અશરીરી જીવો અને સિદ્ધો એકવચન-બહુવચનમાં પ્રથમ છે, અપ્રથમ નથી.
પાંચ પર્યાપ્તિથી પર્યાપ્ત, પાંચ અપર્યાપ્તિથી અપર્યાપ્ત જીવો આહારકવત્‌ જાણવા. વિશેષ એ કે – જેને જે હોય તે કહેવી. વૈમાનિક સુધીના જીવ પ્રથમ છે, અપ્રથમ નથી. - અહીં લક્ષણ ગાથા છે –
[૭૨૩] જેને જે ભાવ પૂર્વેથી પ્રાપ્ત છે તે, તે ભાવથી અપ્રથમ છે, બાકીના-જેમને તે ભાવ પૂર્વે પ્રાપ્ત થયા નથી. તે, તે ભાવે પ્રથમ છે.
[૭૨૪] ભગવન્‌! જીવ, જીવભાવથી ચરમ છે કે અચરમ? ગૌતમ! ચરમ નથી, અચરમ છે.
ભગવન્‌! નૈરયિક, નૈરયિક ભાવથી? પ્રશ્ન. ગૌતમ! કદાચ ચરમ, કદાચ અચરમ. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. સિદ્ધોને જીવની માફક કહેવા.
આહારક જીવ સર્વત્ર એકવચનમાં કથંચિત્‌ ચરમ, કથંચિત્‌ અચરમ છે બહુવચનમાં ચરમ પણ છે, અચરમ પણ છે - અનાહારક જીવ, સિદ્ધ એકવચન-બહુવચનમાં ચરમ નથી, અચરમ છે. બાકીના સ્થાનોમાં એકવચન-બહુવચનમાં આહારક માફક જાણવું.
ભવસિદ્ધિક જીવપદમાં એક કે બહુવચનમાં ચરમ છે, અચરમ નથી. બાકીના સ્થાનોમાં આહારકવત્‌ જાણવા. - અભવસિદ્ધિક સર્વત્ર એકવચન-બહુવચનમાં ચરમ નથી, અચરમ છે. નોભવસિદ્ધિક-નોઅભવ સિદ્ધિક જીવો અને સિદ્ધો એક કે બહુવચનમાં અભવ-સિદ્ધિકવત્‌ જાણવા.
સંજ્ઞી, આહારકવત્‌ છે, અસંજ્ઞી પણ તેમ છે. નોસંજ્ઞી-નોઅસંજ્ઞી જીવપદ અને સિદ્ધપદમાં ચરમ છે. મનુષ્ય પદમાં બંને વચનમાં ચરમ છે.
સલેશ્ય યાવત્‌ શુક્લલેશ્ય, આહારકવત્‌ છે. માત્ર જે જેને હોય તે કહેવું. - અલેશ્ય, નોસંજ્ઞી-નોઅસંજ્ઞીવત્‌ જાણવા.
સમ્યગ્‌દૃષ્ટિ, અણાહારકવત્‌ છે. - મિથ્યાદૃષ્ટિ, આહારક માફક છે. - સમ્યગ્‌ મિથ્યાદૃષ્ટિમાં એકેન્દ્રિય, વિકલેન્દ્રિયને વર્જીને કથંચિત્‌ ચરમ, કથંચિત્‌ અચરમ બહુવચનમાં ચરમ પણ છે, અચરમ પણ છે.
સંયત જીવ અને મનુષ્ય, આહારકવત્‌ છે. - અસંયત પણ તેમજ છે. - સંયતાસંયત પણ તેમજ છે. માત્ર જે જેને હોય તે કહેવું નોસંયત-નોઅસંયત-નોસંયતાસંયતને નોભવસિદ્ધિક-નોઅભવસિદ્ધિક માફક જાણવા.
સકષાયી યાવત્‌ લોભકષાયી સર્વસ્થાનોમાં આહારકવત્‌ છે. - અકષાયી જીવ પદે અને સિદ્ધમાં ચરમ નથી, અચરમ છે. મનુષ્ય પદમાં કથંચિત્‌ ચરમ, કથંચિત્‌ અચરમ છે.
જ્ઞાની, સર્વત્ર સમ્યગ્‌દૃષ્ટિ સમાન છે, આભિનિબોધિક જ્ઞાની યાવત્‌ મનઃપર્યવજ્ઞાની, આહારકવત્‌ છે. માત્ર જેને જે હોય તે કહેવું. કેવલજ્ઞાની, નોસંજ્ઞી-નોઅસંજ્ઞીવત્‌, અજ્ઞાની યાવત્‌ વિભંગજ્ઞાની, આહારકવત્‌.
સયોગી યાવત્‌ કાયયોગી, આહારકવત્‌, જેને જે યોગ હોય તે કહેવો. અયોગી, નોસંજ્ઞી-નોઅસંજ્ઞીવત્‌ કહેવા.
સાકારોપયુક્ત અને અનાકારોપયુક્ત, અનાહારકવત્‌ છે.
સવેદક યાવત્‌ નપુંસકવેદક, આહારકવત્‌ છે. - - અવેદક, અકષાયી માફક જાણવા.
સશરીરી યાવત્‌ કાર્મણશરીરી, આહારકવત્‌ છે. માત્ર જે જેને હોય તે કહેવું. અશરીરી, નોભવસિદ્ધિક-નોઅભવસિદ્ધિકવત્‌ છે.
પાંચ પર્યાપ્તિથી પર્યાપ્ત, પાંચ અપર્યાપ્તિથી અપર્યાપ્ત આહારકવત્‌ છે. સર્વત્ર એકવચન-બહુવચનમાં દંડકો કહેવા - લક્ષણ ગાથા -
[૭૨૫] જે જીવ, જે ભાવને પુનઃ પ્રાપ્ત કરશે તે, તે ભાવથી અચરમ થશે. જેનો જે ભાવથી અત્યંત વિયોગ થશે તે, તે ભાવે ચરમ થશે.
[૭૨૬] ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે કહી વિચરે છે.

Linked texts (1)