Pramāṇa · Search · About · API

Viyahapannatti 1086

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1086

Language
Gujarati

1086

‘ભગવતી’ સૂત્ર-૭૨૭ :– [૧૮/૨/૭૨૭]
તે કાળે, તે સમયે વિશાખા નામે નગરી હતી. બહુપુત્રિક ચૈત્ય હતું, સ્વામી પધાર્યા યાવત્‌ પર્ષદા પર્યુપાસે છે.
તે કાળે, તે સમયે દેવેન્દ્ર દેવરાજ શક્ર, વજ્રપાણી, પુરંદર૦ આદિ શતક-૧૬, ઉદ્દેશા-૨ મુજબ તે રીતે દિવ્ય યાન વિમાનથી આવ્યો. વિશેષ એ કે – આભિયોગાદિ દેવો હતા. યાવત્‌ બત્રીશવિધ નાટ્યવિધી દેખાડી. દેખાડીને યાવત્‌ પાછો ગયો.
ભંતે! એમ સંબોધી, ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને યાવત્‌ આમ કહ્યું – જેમ શતક-૩-માં ઈશાન૦ તેમજ કૂટાગાર દૃષ્ટાંત, તેમજ પૂર્વભવ પૃચ્છા યાવત્‌ અભિમુખ થઈ? ગૌતમાદિને સંબોધીને ભગવંત ગૌતમસ્વામીને આમ કહ્યું –
હે ગૌતમ! તે કાળે, તે સમયે આજ જંબૂદ્વીપ દ્વીપમાં ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામે નગર હતું. સહસ્રામ્રવન ઉદ્યાન હતું. તે હસ્તિનાપુર નગરમાં કાર્તિક નામે શ્રેષ્ઠી રહેતો હતો. તે આઢ્ય યાવત્‌ અપરિભૂત હતો. વણિકોમાં અગ્રસ્થાને હતો, તે ૧૦૦૮ વણિકોમાં ઘણાં જ કાર્યોમાં, કારણોમાં કુટુંબમાં૦ એ પ્રમાણે યાવત્‌ જેમ રાયપ્પસેણઈયમાં ચિત્તસારથી યાવત્‌ ચક્ષુભૂત હતો. તે ૧૦૦૮ વણિકનું આધિપત્ય કરતો યાવત્‌ પાલન કરતો હતો. જીવાજીવનો જ્ઞાતા એવો શ્રાવક હતો યાવત્‌ વિચરતો હતો.
તે કાળે, તે સમયે અરહંત મુનિસુવ્રત, આદિકર૦ જેમ શતક-૧૬-માં કહ્યું તેમ યાવત્‌ પધાર્યા, યાવત્‌ પર્ષદા પર્યુપાસે છે.
ત્યારે તે કાર્તિક શ્રેષ્ઠી, આ વૃત્તાંત જાણીને હર્ષિત, સંતુષ્ટ થયો આદિ શતક-૧૧-માં સુદર્શનમાં કહ્યું, તેમ નીકળ્યો. યાવત્‌ સેવે છે.
ત્યારે તે મુનિસુવ્રત અરહંતે કાર્તિક શ્રેષ્ઠી આદિને ધર્મ કહ્યો, યાવત્‌ પર્ષદા પાછી ગઈ.
ત્યારે તે કાર્તિક શ્રેષ્ઠી, મુનિસુવ્રત યાવત્‌ સાંભળીને, અવધારીને હર્ષિત, સંતુષ્ટ થઈ, ઉત્થાનથી ઉઠ્યો. ઉઠીને મુનિસુવ્રત સ્વામીને યાવત્‌ આમ કહ્યું –
ભગવન્‌! એ પ્રમાણે યાવત્‌ જેમ તમે કહો છો. વિશેષ એ કે – હે દેવાનુપ્રિય! ૧૦૦૮ વણિકોને પૂછીને, મોટા પુત્રને કુટુંબમાં સ્થાપીને, ત્યારપછી હું આપ દેવાનુપ્રિયની પાસે દીક્ષા લેવા (ઈચ્છું છું).
-યથા સુખં, યાવત્‌ પ્રતિબંધ ન કરો.
ત્યારે તે કાર્તિક શ્રેષ્ઠી યાવત્‌ નીકળે છે. હસ્તિનાપુરે પોતાના નગરમાં, પોતાના ઘેર આવે છે. આવીને ૧૦૦૮ વણિકોને બોલાવે છે. પછી આમ કહ્યું – હે દેવાનુપ્રિયો! મેં મુનિસુવ્રત અરહંત પાસે ધર્મ સાંભળ્યો, તે ધર્મ મને ઈષ્ટ છે, પ્રતીષ્ઠ છે, રુચેલ છે. હે દેવાનુપ્રિયો! હું સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છું યાવત્‌ દીક્ષા લેવા ઈચ્છું છું. હે દેવાનુપ્રિયો! તમે શું કરશો?, કયો વ્યવસાય કરશો?, તમારા હૃદયમાં શું ઈષ્ટ છે? તમારું સામર્થ્ય શું છે? ત્યારે તે ૧૦૦૮ વણિકોએ તેને આમ કહ્યું –
હે દેવાનુપ્રિય! જો તમે સંસારના ભયથી ઉદ્વિગ્ન છો યાવત્‌ દીક્ષા લેશો, તો હે દેવાનુપ્રિય! અમારે બીજા કોનું આલંબન છે? કોનો આધાર કે પ્રતિબંધ છે?
હે દેવાનુપ્રિય! અમે પણ સંસારના ભયથી ઉદ્વિગ્ન, જન્મ-મરણથી ભયભીત છીએ. આપ દેવાનુપ્રિયની સાથે મુનિસુવ્રત અરહંતની પાસે મુંડ થઈને ઘરથી નીકળી, દીક્ષા લઈશું.
ત્યારે તે કાર્તિક શ્રેષ્ઠીએ ૧૦૦૮ વણિકોને આમ કહ્યું – હે દેવાનુપ્રિયો! જો તમે સંસારભયથી ઉદ્વિગ્ન અને જન્મ-મરણથી ડરીને મારી સાથે મુનિસુવ્રતસ્વામી પાસે યાવત્‌ દીક્ષા લેવા ઈચ્છતા હો, તો તમે પોત-પોતાના ઘેર જાઓ, પોતાના ઘરમાં વિપુલ અશન, પાન યાવત્‌ તૈયાર કરાવો. મિત્ર, જ્ઞાતિજન યાવત્‌ સમક્ષ મોટા પુત્રને કુટુંબમાં સ્થાપો. સ્થાપીને, તે મિત્ર, જ્ઞાતિજન યાવત્‌ મોટા પુત્રને પૂછીને સહસ્રપુરુષવાહિની શિબિકામાં આરૂઢ થઈને, મિત્ર-જ્ઞાતિજન યાવત્‌-પરિજન અને મોટા પુત્ર દ્વારા સમ્યક્‌ અનુગમન કરાતા સર્વ ઋદ્ધિ યાવત્‌ નાદથી કાળક્ષેપ કર્યા વિના, મારી પાસે આવો.
ત્યારે તે ૧૦૦૮ વણિકો કાર્તિક શ્રેષ્ઠીના આ અર્થને વિનયપૂર્વક સ્વીકારે છે, સ્વીકારીને પોત-પોતાના ઘેર આવે છે. આવીને વિપુલ અશન યાવત્‌ તૈયાર કરાવે છે. કરાવીને મિત્ર, જ્ઞાતિજન યાવત્‌ તેમની સમક્ષ મોટા પુત્રને કુટુંબમાં સ્થાપે છે. પછી તે બધાંને પૂછીને, સહસ્ર પુરુષ વાહિની શિબિકામાં આરૂઢ થઈને, મિત્ર-જ્ઞાતિજન યાવત્‌ પરિજન અને મોટા પુત્ર દ્વારા સમ્યક્‌ અનુગમન કરાતા સર્વઋદ્ધિ યાવત્‌ નાદથી, કાળક્ષેપ કર્યા વિના કાર્તિક શ્રેષ્ઠી પાસે આવે છે.
ત્યારે તે કાર્તિક શ્રેષ્ઠી વિપુલ અશનાદિ૦ ગંગદત્તની માફક યાવત્‌ મિત્ર, જ્ઞાતિજન યાવત્‌ પરિજન અને મોટા પુત્ર તથા ૧૦૦૮ વણિકો વડે સમ્યક્‌ અનુગમન કરાતો સર્વઋદ્ધિ યાવત્‌ નાદપૂર્વક હસ્તિનાપુર નગરની વચ્ચોવચ્ચથી ગંગદત્ત માફક નીકળી યાવત્‌ હે ભગવન્‌! આ લોક આદીપ્ત છે, પ્રદીપ્ત છે, આદીપ્ત-પ્રદીપ્ત છે યાવત્‌ આનુગામિકપણે થશે. તેથી હે ભગવન્‌! હું ઈચ્છું છું કે ૧૦૦૮ વણિકો સાથે આપ પોતે જ દીક્ષા આપો. યાવત્‌ ધર્મ કહો.
ત્યારે તે મુનિસુવ્રત અરહંત, કાર્તિક શ્રેષ્ઠીને ૧૦૦૮ વણિકો સાથે પોતે જ દીક્ષા આપી અને ધર્મ કહે છે કે – હે દેવાનુપ્રિયો! આ રીતે જવું, આ રીતે ચાલવું યાવત્‌ સંયમ પાલન કરવું.
ત્યારે તે કાર્તિક શ્રેષ્ઠી, ૧૦૦૮ વણિકો સાથે મુનિસુવ્રત અરહંત પાસે આ આવા પ્રકારનો ધર્મોપદેશ સમ્યક્‌ સ્વીકારે છે. તેમની આજ્ઞા મુજબ જ ચાલે છે યાવત્‌ સંયમપાલન કરે છે. ત્યારે તે કાર્તિક શ્રેષ્ઠી ૧૦૦૮ વણિકો (અણગાર)સહ અણગાર થયા ઈર્યાસમિત યાવત્‌ ગુપ્ત બ્રહ્મચારી થયા.
ત્યારે કાર્તિક અણગાર મુનિસુવ્રત અરહંતના તથારૂપ સ્થવિરો પાસે સામાયિકાદિ ચૌદ પૂર્વોને ભણ્યા, ઘણાં ઉપવાસ-છઠ્ઠ-અઠ્ઠમ યાવત્‌ આત્માને ભાવિત કરતાં બહુ પ્રતિપૂર્ણ ૧૨ વર્ષનો શ્રામણ્ય પર્યાય પાળીને માસિકી સંલેખના વડે આત્માને સેવીને, ૬૦ ભક્તોને અનશન વડે છેદીને, આલોચના કરીને, યાવત્‌ કાળ કરીને સૌધર્મ કલ્પમાં, સૌધર્માવતંસક વિમાનમાં ઉપપાત સભામાં દેવશય્યામાં યાવત્‌ દેવેન્દ્ર શક્રપણે ઉત્પન્ન થયા.
ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ શક્રએ, ઉત્પન્ન થઈને૦ બાકીનું ગંગદત્તવત્‌ જાણવું યાવત્‌ અંત કરશે. વિશેષ એ કે – તેની સ્થિતિ બે સાગરોપમ છે. બાકી પૂર્વવત્‌. ભગવન્‌! તે એમ જ છે (૨).

Linked texts (1)