Pramāṇa · Search · About · API

Viyahapannatti 1087

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1087

Language
Gujarati

1087

વિવેચન :–૭૨૭
નૈગમ - વ્યાપારી, વણિક. કજ્જ-ગૃહકરણ સ્વજન સન્માન આદિ કૃત્યોમાં. કારણ - ઈષ્ટાર્થ હેતુમાં, કૃષિ પશુપોષણ વાણિજ્યાદિમાં, કુટુંબ - સંબંધ વિશેષવાળું મનુષ્યવૃંદ જેમ રાયપ્પસેણઈયમાં કહ્યું – આના દ્વારા એમ કહે છે કે – મંત્રો, ગુહ્ય, રહસ્ય, વ્યવહાર, નિશ્ચયાદિમાં. પૂછવામાં મેઢીભૂત, આહારમાં આલંબનભૂત, ઈત્યાદિ - X - X - તથા મંત્રેષુ - પર્યાલોચનમાં, ગુહ્યેષુ - લજ્જાનીય વ્યવહાર ગોપવવામાં, રહસ્ય - એકાંત યોગ્ય, નિશ્ચય - ચોક્કસ નિર્ણય, આપૃચ્છનીય - પૂછવા યોગ્ય, આ શું છે? મેઢી - ખલક મધ્યવર્તી સ્તંભ, આધારભૂત - X - X - પ્રમાણ - પ્રત્યક્ષાદિ પ્રમાણવત્‌ તેમની વાત અવિરુદ્ધ હોય.
તેમજ કોઈ કાર્યમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરવી. આધાર - આધેય માફક બધા કાર્યોમાં લોકોને ઉપકારી. આલંબન - દોરડાદિની માફક, આપત્તિમાં પડેલને બહાર કાઢે. ચક્ષુ - લોચન, તેની માફક લોકની વિવિધ કાર્યમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ વિષયક પ્રદર્શક. ઈત્યાદિ.

Linked texts (1)