Viyahapannatti 1089
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1089
- Language
- Gujarati
1089
‘ભગવતી’ સૂત્ર-૭૨૮ :– [૧૮/૩/૭૨૮]
તે કાળે, તે સમયે રાજગૃહનગર હતું, ગુણશિલક ચૈત્ય હતું. યાવત્ પર્ષદા પાછી ગઈ.
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના યાવત્ શિષ્ય માકંદિકપુત્ર નામે અનગાર, પ્રકૃતિ ભદ્રક જેમ મંડિકપુત્ર યાવત્ પર્યુપાસના કરતા આમ કહ્યું –
ભગવન્! શું કાપોતલેશ્યી પૃથ્વીકાયિક, કાપોતલેશ્યી પૃથ્વીકાયિકજીવોમાં મરીને અંતરરહિત મનુષ્ય શરીર પ્રાપ્ત કરે છે? પછી કેવલબોધિ પામે છે? પછી સિદ્ધ-બુદ્ધ-મુક્ત થઈ યાવત્ દુઃખોનો અંત કરે? હા, માકંદિકપુત્ર! યાવત્ (તે રીતે) અંત કરે છે.
ભગવન્! તે કાપોતલેશ્યી અપ્કાયિક, કાપોતલેશ્યી અપ્કાયિકથી અનંતર ઉદ્વર્તીને મનુષ્ય શરીર પામે, પછી કેવલબોધિ પામે પછી યાવત્ દુઃખનો અંત કરે? હા, માકંદિક પુત્ર! યાવત્ અંત કરે છે.
ભગવન્! કાપોતલેશ્યી વનસ્પતિકાયિક એ રીતે યાવત્ અંત કરે છે.
ભગવન્! તે એમ જ છે, એમ જ છે, કહી માકંદિકપુત્ર અણગાર શ્રમણ ભગવાન્ મહાવીરને યાવત્ નમીને જ્યાં શ્રમણ નિર્ગ્રન્થો છે. ત્યાં આવે છે, આવીને શ્રમણ નિર્ગ્રન્થોને આમ કહે છે – હે આર્યો! કાપોતલેશ્યી પૃથ્વીકાય પૂર્વવત્ યાવત્ અંત કરે. હે આર્યો! કાપોતલેશ્યી અપ્કાયિક યાવત્ અંત કરે. હે આર્યો! કાપોતલેશ્યી વનસ્પતિકાયિક યાવત્ એ રીતે અંત કરે છે.
ત્યારે તે શ્રમણ નિર્ગ્રન્થો માર્કદિક પુત્ર અણગારને આમ કહેતા યાવત્ પ્રરૂપતા, આ અર્થની શ્રદ્ધાદિ કરતા નથી. આ અર્થની અશ્રદ્ધા કરતા, શ્રમણ ભગવન્ મહાવીર પાસે આવ્યા. આવીને ભગવંતને વંદન, નમસ્કાર કર્યા, કરીને આમ કહ્યું –
ભગવન્! માકંદિક પુત્ર અણગારે અમને આમ કહ્યું યાવત્ પ્રરૂપ્યું – હે આર્યો! કાપોતલેશ્યી પૃથ્વીકાયિક યાવત્ અંત કરે છે, હે આર્યો! કાપોતલેશ્યી અપ્કાયિક યાવત્ અંત કરે છે, એ રીતે વનસ્પતિકાયિક પણ યાવત્ અંત કરે છે. એ કઈ રીતે?
આર્યો! એમ સંબોધી ભગવંતે શ્રમણ-નિર્ગ્રન્થોને આમંત્રીને આમ કહ્યું – હે આર્યો! જે માકંદિક પુત્ર અણગારે તમને એમ કહ્યું યાવત્ પ્રરૂપ્યું કે – હે આર્યો! કાપોતલેશ્યી પૃથ્વી-અપ્-વનસ્પતિકાય યાવત્ અંત કરે છે, આ અર્થ સત્ય છે. હે આર્યો! હું પણ એમ જ કહું છું.
હે આર્યો! નિશ્ચિતપણે કૃષ્ણલેશ્યી પૃથ્વીકાય, કૃષ્ણલેશ્યી પૃથ્વીકાયિકથી યાવત્ દુઃખનો અંત કરે છે, એ પ્રમાણે હે આર્યો! નીલલેશ્યી પૃથ્વીકાયિક માફક અપ્કાયિક, વનસ્પતિકાયિક પણ જાણવા. આ અર્થ સત્ય છે.
ભગવન્! તે એમ જ છે, એમ જ છે, એમ કહી શ્રમણ નિર્ગ્રન્થો ભગવંતને વાંદી, નમીને માકંદિકપુત્ર અણગાર પાસે ગયા, તેને વંદન, નમસ્કાર કર્યા, પછી આ અર્થને માટે સમ્યક્ વિનયપૂર્વક વારંવાર ખમાવ્યા.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit