Pramāṇa · Search · About · API

Viyahapannatti 1095

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1095

Language
Gujarati

1095

‘ભગવતી’ સૂત્ર-૭૩૧ :– [૧૮/૩/૭૩૧]
ભગવન્‌! જીવે પાપકર્મ કર્યુ છે યાવત્‌ કરશે, તેમાં પરસ્પર કોઈ ભેદ છે? હા, છે.
ભગવન્‌! એમ કેમ કહો છો - X -? માકંદિકપુત્ર! જેમ કોઈ પુરુષ ધનુષ્‌ને ગ્રહણ કરે, પછી બાણ ગ્રહણ કરે, સ્થાનથી ઉભો રહે બાણને કાન સુધી ખેંચે, તે બાણને ઉંચે આકાશમાં ફેંકે, તો હે માકંદિકપુત્ર! આકાશમાં ફેંકેલ તે બાણના કંપનમાં ભેદ છે યાવત્‌ તે તે ભાવે પરિણમન કરે તેમાં ભેદ છે? હા, ભગવન્‌! તેના કંપનમાં યાવત્‌ પરિણમનમાં પણ ભેદ છે. હે માકંદિકપુત્ર! તેથી કહ્યું કે યાવત્‌ તેમાં ભેદ છે.
નૈરયિકો જે પાપકર્મ કરે છે? પૂર્વવત્‌ યાવત્‌ વૈમાનિકમાં છે.

Linked texts (1)