Viyahapannatti 1094
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1094
- Language
- Gujarati
1094
વિવેચન :–૭૩૦
દ્રવ્યબંધ, આગમાદિ ભેદથી અનેકવિધ છે. અહીં કેવળ ઉભય વ્યતિરિક્ત ગ્રહણ કરવો. તે દ્રવ્યથી-સ્નેહરજ્જૂ આદિ દ્રવ્યનો કે પરસ્પર બંધ તે દ્રવ્યબંધ. ભાવબંધ, આગમાદિ ભેદથી બે પ્રકારે - તે અહીં નોઆગમથી ગ્રહણ કરવો. તેમાં ભાવથી - મિથ્યાત્વાદિ ભવ અથવા ઉપયોગ ભાવથી અવ્યતિરેકથી જીવનો બંધ. પ્રયોગબંધ - જીવપ્રયોગ વડે દ્રવ્યોનું બંધન. વિસ્રસા એટલે સ્વભાવથી. સાદિ વિસ્રસાબંધ - વાદળોનો, અનાદિ વિસ્રસાબંધ - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયાદિનો. શિથિલબંધન - ઘાસના પૂળાદિનો, ઘનવિસ્રસાબંધ-રથ ચક્રાદિનો. - - કર્માધિકારથી આ કહે છે–
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit