Pramāṇa · Search · About · API

Viyahapannatti 1097

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1097

Language
Gujarati

1097

‘ભગવતી’ સૂત્ર-૭૩૨ :– [૧૮/૩/૭૩૨]
ભગવન્‌! નૈરયિકો, જે પુદ્ગલો આહારપણે ગ્રહણ કરે છે, ભગવન્‌! તે પુદ્ગલોનો કેટલો ભાગ ભાવિકાળમાં આહારરૂપે ગૃહિત થાય છે. કેટલો ભાગ નિર્જરે છે? માકંદિક પુત્ર! અસંખ્યાતમો ભાગ આહાર કરે છે, અનંત ભાગ નિર્જરે છે (છોડે છે.)
ભગવન્‌! કોઈ જીવ તે નિર્જરા પુદ્ગલોમાં બેસવા યાવત્‌ સુવા માટે સમર્થ છે? ના, તે અર્થ સમર્થ નથી. આ પુદ્ગલો અનાધાર રૂપ કહ્યા છે. વૈમાનિક સુધી આમ કહેવું.
ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે.

Linked texts (1)