Pramāṇa · Search · About · API

Viyahapannatti 11

Viyāhapannatti: ṭīkānusārī vivecana 11

Language
Gujarati

11

વિવેચન :–૪
દ્વાદશાંગીરૂપ અર્હત્‌ પ્રવચનને નમસ્કાર થાઓ.
[શંકા] ઈષ્ટ દેવતાને કરેલો નમસ્કાર મંગલાર્થે થાય છે, પણ ‘શ્રુત’ ઈષ્ટ દેવતા નથી, તો તે કેવી રીતે મંગલાર્થે હોઈ શકે? કહે છે – ‘શ્રુત’ એ ઈષ્ટ દેવતા જ છે. કેમ કે તે અર્હતોને નમસ્કરણીય છે. ‘તીર્થને નમસ્કાર હો’ એમ કહીને અર્હતો શ્રુતને નમસ્કાર કરે છે. સંસારસાગરને તરવામાં મુખ્ય કારણ હોવાથી શ્રુત એ તીર્થ છે, તીર્થરૂપ શ્રુતનો આધાર હોવાથી સંઘ, તીર્થ વડે વાચ્ય છે તથા મંગલ માટે અર્હતો સિદ્ધોને નમસ્કાર કરે છે. કેમ કે - અભિગ્રહ તો તે સિદ્ધોને નમસ્કાર કરીને તે અર્હત્‌ ગ્રહણ કરે - એ વચન છે.
આ પ્રમાણે પહેલા શતકના ઉદ્દેશકનો થોડો અર્થ પહેલાં દર્શાવ્યો. પછી ‘જેવો ઉદ્દેશ તેવો નિર્દેશ’ એ ન્યાયથી પહેલા ઉદ્દેશાનો વિસ્તાર કહેવો જોઈએ. તેનો ગુરુ પર્વક્રમ લક્ષણ સંબંધ દર્શાવતાં સુધર્માસ્વામી જંબૂસ્વામીને આશ્રીને આમ કહે છે –

Linked texts (1)