Pramāṇa · Search · About · API

Viyahapannatti 1100

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1100

Language
Gujarati

1100

‘ભગવતી’ સૂત્ર-૭૩૩ થી ૭૩૫ :– [૧૮/૪/૭૩૩ થી ૭૩૫]
[૭૩૩] તે કાળે, તે સમયે રાજગૃહમાં યાવત્‌ ગૌતમસ્વામીએ આમ પૂછ્યું –
ભગવન્‌! પ્રાણાતિપાત, મૃષાવાદ, યાવત્‌ મિથ્યા દર્શનશલ્ય અને પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદ વિરમણ યાવત્‌ મિથ્યાદર્શનશલ્ય વિરમણ, પૃથ્વીકાયિક યાવત્‌ વનસ્પતિકાયિક, ધર્માસ્તિકાય-અધર્મા-સ્તિકાય-આકાશાસ્તિકાય - શરીરરહિત જીવ -પરમાણુપુદ્ગલ, શૈલેશીપ્રતિપન્ન અણગાર અને સર્વે બાદર બોંદિ-ધર કલેવર, આ બધાં બે પ્રકારે છે-જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય. ભગવન્‌! શું આ બધાં જીવના પરિભોગમાં આવે?
ગૌતમ! પ્રાણાતિપાત યાવત્‌ આ જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય કેટલાંક જીવોને પરિભોગપણે જલ્દી આવે છે, કેટલાંક જીવોને યાવત્‌ નથી આવતા. - - ભગવન્‌! એમ કેમ કહો છો - X -?
ગૌતમ! પ્રાણાતિપાત યાવત્‌ મિથ્યાદર્શનશલ્ય, પૃથ્વીકાયિક યાવત્‌ વનસ્પતિકાયિક, બધાં બાદર બોંદિધર કલેવર, આ બધાં જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય બે ભેદે છે, તે જીવના પરિભોગમાં જલ્દી આવે છે. પણ પ્રાણાતિપાત વિરમણ યાવત્‌ મિથ્યાદર્શનશલ્ય વિવેક ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય યાવત્‌ પરમાણુ પુદ્ગલ શૈલેશી પ્રતિપન્ન અણગાર. આ બધાં જીવદ્રવ્ય-અજીવદ્રવ્ય બે ભેદે છે, તે જીવના પરિભોગમાં જલ્દી નથી આવતા, તેથી એમ કહ્યું કે યાવત્‌ જલ્દી આવતા નથી.
[૭૩૪] ભગવન્‌! કષાય કેટલા ભેદે છે? ગૌતમ! ચાર ભેદે છે. અહીં કષાયપદ સંપૂર્ણ કહેવું યાવત્‌ લોભથી નિર્જરશે.
ભગવન્‌! યુગ્મ કેટલા છે? ગૌતમ! ચાર યુગ્મ છે - કૃત્‌યુગ્મ, ત્ર્યોજ, દ્વાપરયુગ્મ, કલ્યોજ.
ભગવન્‌! એમ કેમ કહ્યું? ગૌતમ! જે રાશિ ચતુષ્કથી અપહાર કરતા શેષ ચાર રહે, તે કૃતયુગ્મ. જેમાં રાશી ચતુષ્કથી અપહાર કરતા શેષ ત્રણ રહે તે ત્ર્યોજ, જેમાં રાશી ચતુષ્ક અપહાર કરતા શેષ બે રહે, તે દ્વાપરયુગ્મ, જેમાં રાશી ચતુષ્ક અપહાર કરતા એક શેષ વધે, તે કલ્યોજ છે. તેથી હે ગૌતમ! એમ કહ્યું યાવત્‌ કલ્યોજ.
ભગવન્‌! નૈરયિક, શું કૃત્‌યુગ્મ કે યાવત્‌ કલ્યોજ છે? ગૌતમ! જઘન્યપદમાં કૃતયુગ્મ, ઉત્કૃષ્ટપદમાં ત્ર્યોજ, અજઘન્યોત્કૃષ્ટ પદમાં કદાચિત્‌ કૃતયુગ્મ યાવત્‌ કલ્યોજ છે. સ્તનીતકુમાર સુધી કહેવું.
વનસ્પતિકાયની પૃચ્છા. ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ પદમાં અપદ છે. અજઘન્યોત્કૃષ્ટ પદમાં કદાચ કૃતયુગ્મ યાવત્‌ કલ્યોજ.
બેઈન્દ્રિયની પૃચ્છા. ગૌતમ! જઘન્યપદે કૃતયુગ્મ, ઉત્કૃષ્ટ પદે દ્વાપરયુગ્મ, અજઘન્યોત્કૃષ્ટ પદમાં કદાચ કૃતયુગ્મ યાવત્‌ કદાચ કલ્યોજ. એ પ્રમાણે યાવત્‌ ચતુરિન્દ્રિય શેષ એકેન્દ્રિયો, બેઈન્દ્રિયવત્‌ કહેવા. પંચેન્દ્રિય તિર્યંચયોનિક યાવત્‌ વૈમાનિક, નૈરયિકવત્‌ કહેવા. સિદ્ધો, વનસ્પતિકાયિક માફક કહેવા.
ભગવન્‌! સ્ત્રીઓ શું કૃતયુગ્મ છે? પ્રશ્ન.
ગૌતમ! જઘન્ય પદે કૃતયુગ્મ, ઉત્કૃષ્ટપદે કદાચ કૃતયુગ્મ, અજઘન્યોત્કૃષ્ટપદે કદાચ કૃતયુગ્મ યાવત્‌ કદાચ કલ્યોજ. આ પ્રમાણે અસુરકુમારની સ્ત્રીઓ યાવત્‌ સ્તનિતકુમારની સ્ત્રીઓ જાણવી. એ પ્રમાણે તિર્યંચયોનિક સ્ત્રીઓ અને માનુષી સ્ત્રીઓ, એ પ્રમાણે યાવત્‌ વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક દેવી જાણવી.
[૭૩૫] ભગવન્‌! જેટલા અલ્પાયુવાળા અંધકવૃષ્ણી ભવ છે તેટલાં જ ઉત્કૃષ્ટાયુવાળા અંધકવૃષ્ણી જીવ છે? હા, ગૌતમ! જેટલા અલ્પ આયુવાળા અંધકવૃષ્ણી જીવ છે, તેટલા ઉત્કૃષ્ટ૦ વાળા છે. ભગવન્‌! તેમજ છે.

Linked texts (1)