Pramāṇa · Search · About · API

Viyahapannatti 1101

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1101

Language
Gujarati

1101

વિવેચન :–૭૩૩ થી ૭૩૫
અસરીરપડિબદ્ધ - સર્વ શરીર ત્યજેલ જીવ, બાયરબોંદિધરા કલેવર - સ્થૂલાકાર ધારી, સૂક્ષ્મ નહીં નિશ્ચેતન દેહ અથવા બાદરાકાર ધારી કડેવરથી અવ્યતિરેકથી. કડેવર એટલે બેઈન્દ્રિયાદિ જીવો.
આ પ્રાણાતિપાતાદિ સામાન્યથી બે ભેદે છે, પ્રત્યેક નહીં. તેમાં પૃથ્વીકાયાદિ જીવ દ્રવ્યો છે, પ્રાણાતિપાતાદિ જીવદ્રવ્યો નથી, તેના ધર્મો છે. તેથી અજીવદ્રવ્યો ધર્માસ્તિકાયાદિ - X - છે. જીવોના પરિભોગમાં આવે છે અર્થાત્‌ જીવો વડે ભોગવાય છે. તેમાં પ્રાણાતિપાતાદિ જ્યારે કરે, ત્યારે તેને પ્રવૃત્તિરૂપે સેવે છે, તેથી તેનો પરિભોગ છે અથવા ચારિત્રમોહનીય કર્મદલિક ભોગહેતુથી તેમના ચારિત્ર મોહાનુભોગ તે પ્રાણાતિપાતાદિ પરિભોગ કહેવાય. પૃથ્વી આદિનો પરિભોગ ગમન-શોચનાદિ વડે છે.
પ્રાણાતિપાતાવિરમણાદિનો પરિભોગ નથી, વધાદિ વિરતિરૂપત્વથી, તેમના જીવસ્વરૂપત્વથી છે. ધર્માસ્તિકાયાદિનો - X - X - તેના અનુપયોગથી પરિભોગ નથી. પરિભોગ કષાયથી થાય, તેથી કષાય –
કષાય પદ પ્રજ્ઞાપનાનું ૧૪-મું પદ છે. તે આ રીતે – ક્રોધ કષાય, માનકષાય, માયાકષાય, લોભકષાય ઈત્યાદિ - X - X -
અહીં નારકાદિને આઠે કર્મો ઉદયમાં વર્તે છે. ઉદયવર્તીનું અવશ્ય નિર્જરણ થાય. તેઓ કષાયોદયવર્તી છે, તેથી કષાયોદયે કર્મ નિર્જરાના ભાવથી ક્રોધાદિ વડે વૈમાનિકના આઠ કર્મોની નિર્જરા કહી છે.
અનંતર કષાય નિરૂપણ કર્યુ. તે ચાર સંખ્યાથી કૃતયુગ્મ લક્ષણ સંખ્યા વિશેષ કહેવા. તેથી હવે યુગ્મ સ્વરૂપ પ્રતિપાદન કરે છે –
ગણિત પરિભાષાથી સમરાશિને યુગ્મ કહે છે. વિષમને ઓજ કહે છે. અહીં બે રાશીને યુગ્મ, બે રાશીને ઓજ શબ્દથી કહેવી. - X - ચારે યુગ્મ તે રાશી છે. તેમાં કડજુમ્મ - કૃત એટલે સિદ્ધ, પૂર્ણ. પછી બીજી રાશિ-સંજ્ઞાતર અભાવે, ઓજ વગેરેવત્‌ અપૂર્ણ છે જે તે યુગ્મ-સમરાશિ વિશેષ તે કૃતયુગ્મ. ત્ર્યોજ-ત્રણ વગેરેથી જ કૃતયુગ્મથી કે ઉપરિવર્તી વડે ઓજ-વિષમ રાશિ વિશેષ તે ત્ર્યોજ. બે આદિથી જ કૃત્‌યુગ્મથી ઉપરીવર્તી જે બીજું યુગ્મ તે દ્વાપરયુગ્મ. કલ્યોજ - એકાદિ, ઓજ-વિષમરાશિ વિશેષ, તે કલ્યોજ.
જે રાશિ ચતુષ્કથી અપહાર દ્વારા અપહાર કરાતા ચાર શેષ વધે તે કૃતયુગ્મ કહેવાય છે. જે રાશિમાં ‘ચાર’પણાથી ચતુષ્ક અપહાર નથી, તે પણ ‘ચાર’ અંતપણાના સદ્ભાવથી કૃતયુગ્મ જ છે.
અનંતર કૃતયુગ્માદિ રાશિ પ્રરૂપી. હવે તેના વડે જ નારકાદિને પ્રરૂપતા કહે છે – અત્યંત અલ્પપણાથી જઘન્યપદમાં કૃતયુગ્મસંજ્ઞિત. સર્વોત્કૃષ્ટતામાં ત્ર્યોજ સંજ્ઞિત, મધ્યમ પદમાં ચારે છે. આ બધું આજ્ઞા પ્રામાણ્યથી જાણવું. વનસ્પતિકાયિક જઘન્યોત્કૃષ્ટ પદે ‘અપદ’ છે. કેમ કે તેનો અભાવ છે. નારકાદિને કાલાંતરે પણ જે જઘન્યોત્કૃષ્ટ પદ પ્રાપ્ત થતું નથી, તેમ વનસ્પતિમાં પણ જાણવું. તેઓના પરંપરાથી સિદ્ધિગમન વડે, તે રાશિ અનંતત્વના અપરિત્યાગથી અનિયતરૂપથી આમ કહ્યું. - X - X -
જીવ પરિણામ અધિકારથી આ કહે છે – વર - અર્વાક્‌ ભાગવર્તી, આયુષ્યની અપેક્ષાએ અલ્પાયુષ્ક. અંધગવણ્હિ - અંહ્રિપ - વૃક્ષ, તેનો આશ્રય કરીને રહેતો અગ્નિ અર્થાત્‌ બાદર તેજસ્કાયિક, બીજા કહે છે - અંધક - અપ્રકાશક, સૂક્ષ્મનામકર્મોદયાદિથી, વહ્નિ એટલે અગ્નિ અર્થાત્‌ સૂક્ષ્મ અગ્નિકાયિક જીવ. તાવઈય - તેટલા પરિમાણમાં, પર - પ્રકૃષ્ટ, સ્થિતિથી દીર્ઘાયુષ્ય.

Linked texts (1)