Viyahapannatti 1105
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1105
- Language
- Gujarati
1105
‘ભગવતી’ સૂત્ર-૭૩૭ :– [૧૮/૫/૭૩૭]
ભગવન્! બે નૈરયિક, એક જ નરકાવાસમાં નૈરયિકપણે ઉત્પન્ન થયા, તેમાં એક નૈરયિક મહાકર્મવાળો યાવત્ મહાવેદનાવાળો છે અને એક નૈરયિક અલ્પકર્મવાળો યાવત્ અલ્પ વેદનાવાળો છે. આમ કેમ?
ગૌતમ! નૈરયિક બે ભેદે છે - માયીમિથ્યાદૃષ્ટિ ઉપપન્નક, અમાયી સમ્યક્દૃષ્ટિ ઉપપન્નક. તેમાં જે માયીમિથ્યાદૃષ્ટિ૦ છે તે નૈરયિક મહાકર્મવાળો યાવત્ મહાવેદનાવાળો છે, તેમાં જે અમાયી સમ્યગ્દૃષ્ટિ૦ નૈરયિક અલ્પકર્મવાળા યાવત્ અલ્પ વેદનાવાળા છે.
ભગવન્! બે અસુરકુમાર? પૂર્વવત્. એ પ્રમાણે એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય વર્જીને વૈમાનિક સુધી કહેવું.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit