Pramāṇa · Search · About · API

Viyahapannatti 1120

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1120

Language
Gujarati

1120

વિવેચન :–૭૪૪ થી ૭૪૮
‘જેમ શતક-૭-માં છે’ ઈત્યાદિ વડે જે કહ્યું, તે અર્થથી કંઈક દર્શાવે છે – કાલોદાયી, શૈલોદાયી, સેવાલોદાયી આદિ અન્યતીર્થિકોના. એકઠા થતાં આવો પ્રશ્ન ઉત્પન્ન થયો, જે ભગવાન મહાવીર પંચાસ્તિકાયોમાં ધર્માસ્તિકાયાદિ પ્રજ્ઞાપના કરે છે, તેમાં ધર્મ-અધર્મ-આકાશ-પુદ્ગલાસ્તિકાય અચેતન છે અને જીવાસ્તિકાય સચેતન છે. ધર્મે-અધર્મે-આકાશ-જીવ૦ ચાર અરૂપી અને પુદ્ગલાસ્તિકાય રૂપી છે તેમ કહે છે. તે કેમ માનવું? વળી સચેતન-અચેતનાદિરૂપે અદૃશ્યમાનત્વથી અસંભવ છે, અવિદ્વત્પ્રકૃત છે. જો તે ધર્માસ્તિકાયાદિ વડે કાર્ય સ્વીકારે, તો તે કાર્ય વડે તેને જાણીએ, જોઈએ. જેમકે - ધૂમાડા વડે અગ્નિ. તેના વડે કાર્ય ન કરીએ તો ન જાણીએ ન જોઈએ. કેમકે કાર્યાદિ લિંગ-દ્વાર વડે જ પૂર્વદર્શિત અતીન્દ્રિય પદાર્થો જણાય છે, આપણને ધર્માસ્તિકાયાદિ પ્રતીત નથી-કાર્યાદિ લિંગ દેખાતા નથી, તેના અભાવે આપણે જાણતા નથી.
હવે મદ્રુક ધર્માસ્તિકાયાદિથી અપરિજ્ઞાત હતો, તેથી તેને ઉપાલંભ આપે છે - તું કેવો શ્રાવક છો? ધર્માસ્તિકાયાદિ અસ્તિત્વ લક્ષણને જાણતો નથી. ત્યારે ઉપાલંભ પામેલો તે - X - અન્યતીર્થિકોને નિરૂત્તર કરવાને માટે કહે છે – અત્થિણં૦ આદિ. ઘાણસહગય - ગંધ ગુણ, તેની સાથે - સહચરિત હોવાથી ઘ્રાણસહગત. અરણિ - અગ્નિ માટે કાષ્ઠનું મથન કરવું, તેની સાથે ગયેલ તે, અરણિ સહગત.
હે મદ્રુક! તેં જે અસ્તિકાયને જાણતો ન હતો, ત્યારે હું જાણું છું એમ કહ્યું, તે સારું કર્યુ. અન્યથા ન જાણવા છતાં હું જાણું છું એમ કહેત તો અર્હત્‌ આદિની આશાતનાકારક થયો હોત.
મદ્રુક શ્રાવક અરુણાભવિમાને દેવ થયો, તેથી દેવાધિકાર –
તાસિં બોદીણં અંતર - તેઓએ વિકુર્વેલા શરીરના અંતર. એ પ્રમાણે જેમ શતક-૮-માં આના દ્વારા સૂચવે છે કે – પગ, હાથ, આંગળી, શલાકા, લાકડી કે કલિંચ વડે હલાવે-ચલાવે કે બીજા તીક્ષ્ણ શસ્ત્રજાત વડે છેદે, વિશેષ છેદે કે અગ્નિકાયમાં બાળે, તેના જીવપ્રદેશને આબાધા કે વ્યાબાધા કરે, શરીરચ્છેદ કરે? ના, આ અર્થ સમર્થ નથી.
અહીં જે તૃણ, કાષ્ઠ આદિ કહ્યું, તે જે દેવોને તૃણાદિ પણ પ્રહરણ થાય છે, તે અચિંત્ય પુણ્ય-સંભારનાવશથી કહ્યું. જેમ સુભૂમ ચક્રવર્તીને થાળી ચક્ર બની ગયેલી. અસુરોની જે નિત્ય વિકુર્વણા તે-તે તે દેવની અપેક્ષાએ થાય છે, કેમકે તેઓ મંદતર પુણ્યવાળા હોવાથી તેવા પુરુષો માફક જાણવું.
વીતીવએજ્જ - એક દિશામાં જાય છે. પણ બધે ભમતો નથી. કેમકે તેવા પ્રયોજનનો અભાવ સંભવે છે.
અત્થિ ણં ભંતે! આદિ. આ દેવોના પુણ્યકર્મ પુદ્ગલો પ્રકૃષ્ટ, પ્રકૃષ્ટતર, પ્રકૃષ્ટતમ અનુભાગવાળા, આયુકર્મની સહચરિતાથી, વેદનીય અનંતાનંત હોય છે, તે હોવાથી, હે ભગવન્‌! તે દેવો તે અનંતાનંત કર્માંશોની મધ્યે અનંત કર્માંશોને જઘન્યથી ૧૦૦ વર્ષે-ઉત્કૃષ્ટથી ૫૦૦ વર્ષે ખપાવે? વ્યંતરો અનંતકર્માંશોને ૧૦૦ વર્ષે ખપાવે. અનંતા એવા તે પુદ્ગલોને અલ્પાનુભાગ પણે થોડા કાળમાં ખપાવવા શક્ય હોવાથી આમ કહ્યું - X - ઈત્યાદિ સૂત્રાર્થવત્‌ જાણવું.

Linked texts (1)