Pramāṇa · Search · About · API

Viyahapannatti 1125

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1125

Language
Gujarati

1125

વિવેચન :–૭૫૦, ૭૫૧
પેચ્ચેહ - આક્રમે, કચડે. કાયં - દેહને આશ્રીને ચાલીએ તે યોગ. દેહથી જ ગમનાર્થે સમર્થ હોય છે. તેથી ચાલીએ છીએ, અશ્વ-શકટાદિથી નહીં. યોગ - સંયમ વ્યાપાર, જ્ઞાનાદિના પ્રયોજનમાં ઉપયોગી હોવાથી ભિક્ષાટનાદિ કરીએ, તે સિવાય નહીં. રીયં - અત્વરિત આદિપણે ગમન વિશેષ. કઈ રીતે? જોઈ-જોઈને, પ્રકર્ષથી જોઈ-જોઈને. - - પૂર્વે છદ્મસ્થને આશ્રીને - X - કહ્યું. હવે છદ્મસ્થ આશ્રીને પ્રશ્ન કરતાં કહે છે –
અહીં છદ્મસ્થ નિરતિશય જ લેવા. જાણઈ ન પાસઈ - શ્રુતોપયુક્ત શ્રુતજ્ઞાની, શ્રુતમાં દર્શનનો અભાવ છે. તેનાથી અન્ય - ન જાણે, ન જુએ. અનંત પ્રદેશી સૂત્રમાં ચાર ભંગ થાય છે. (૧) સ્પર્શાદિ વડે જાણે છે, આંખ વડે જુએ છે. (૨) બીજો સ્પર્શાદિથી જાણે છે પણ આંખ વડે જોતો નથી, આંખનો અભાવ છે. (૩) સ્પર્શાદિથી અગોચરપણાથી જાણતો નથી, આંખ વડે જુએ છે. (૪) અવિષયત્વથી બીજો જાણતો નથી અને જોતો નથી. છદ્મસ્થાધિકારથી છદ્મસ્થ વિશેષભૂત એવા આધો-અવધિ અને પરમાધો-અવધિ બે સૂત્ર છે.
પરમાવધિક અવશ્ય અંતર્મુહૂર્ત્તમાં કેવલી થાય છે, તેથી કેવલીસૂત્ર. તેમાં સાકાર - વિશેષ ગ્રહણ સ્વરૂપ, તે પરમાધોવધિકને તેવું જ્ઞાન હોય છે. તેનાથી વિપર્યયભૂત દર્શન છે, તેથી પરસ્પર વિરુદ્ધથી એક સમયે ન સંભવે.

Linked texts (1)