Pramāṇa · Search · About · API

Viyahapannatti 1124

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1124

Language
Gujarati

1124

‘ભગવતી’ સૂત્ર-૭૫૦, ૭૫૧ :– [૧૮/૮/૭૫૦, ૭૫૧]
[૭૫૦] તે કાળે, તે સમયે રાજગૃહ યાવત્‌ પૃથ્વીશિલાપટ્ટક હતો. તે ગુણશીલ ચૈત્યની સમીપે ઘણાં અન્યતીર્થિકો રહેતા હતા.
ત્યારે શ્રમણ ભગવન્‌ મહાવીર યાવત્‌ સમોસર્યા યાવત્‌ પર્ષદા નીકળી.
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના મોટા શિષ્ય ઈન્દ્રભૂતિ અણગાર યાવત્‌ ઉર્ધ્વજાનૂ યાવત્‌ વિચરે છે.
ત્યારે તે અન્યતીર્થિકો, ગૌતમસ્વામી પાસે આવ્યા, આવીને ગૌતમસ્વામીને આમ કહ્યું – હે આર્ય! તમે ત્રિવિધ ત્રિવિધ અસંયત યાવત્‌ એકાંતબાલ છો.
ત્યારે ગૌતમસ્વામીએ, અન્યતીર્થિકોને આમ કહ્યું – હે આર્યો! કયા કારણથી અમે ત્રિવિધ ત્રિવિધે અસંયત યાવત્‌ એકાંતબાલ છીએ? - - ત્યારે તે અન્યતીર્થિકોએ ગૌતમસ્વામીને આમ કહ્યું – હે આર્ય! તમે ગમન કરતી વેળા જીવોને આક્રાંત કરો છો, મારો છો યાવત્‌ ઉપદ્રવ કરો છો. તેથી તમે જીવોને આક્રાંત કરતા, યાવત્‌ ઉપદ્રવ કરતા હોવાથી ત્રિવિધ ત્રિવિધે યાવત્‌ એકાંતબાલ છો.
ત્યારે ગૌતમસ્વામીએ, તે અન્યતીર્થિકોને આમ કહ્યું કે – હે આર્યો! અમે ગમન કરતી વેળા જીવોને કચડતા નથી યાવત્‌ ઉપદ્રવ કરતા નથી. હે આર્યો! અમે ગમન કરતી વેળા કાયા, યોગ, ગતિને આશ્રીને વિશેષ રૂપે નિરીક્ષણ કરીને ચાલીએ છીએ, અમે એ રીતે જોઈ-જોઈને ચાલીએ છીએ, વિશેષ નિરીક્ષણ કરતાં ચાલીએ છીએ. તેથી અમે જીવોને કચડતા નથી યાવત્‌ ઉપદ્રવિત કરતા નથી. તેથી અમે પ્રાણોને કચડ્યા વિના યાવત્‌ ઉપદ્રવ કર્યા વિના ત્રિવિધ ત્રિવિધે યાવત્‌ એકાંત પંડિત થઈએ છીએ.
હે આર્યો! તમે જે સ્વયં ત્રિવિધ ત્રિવિધે યાવત્‌ એકાંતબાલ છો.
ત્યારે તે અન્યતીર્થિકોએ ગૌતમસ્વામીને આમ કહ્યું – કયા કારણે હે આર્યો! અમે ત્રિવિધ ત્રિવિધે યાવત્‌ એકાંતબાલ છીએ?
ત્યારે ગૌતમસ્વામીએ, તે અન્યતીર્થિકોને આમ કહ્યું – હે આર્યો! તમે જ ચાલતીવેળા પ્રાણોને કચડો છો યાવત્‌ ઉપદ્રવ કરો છો. તેથી તમે પ્રાણોને કચડતા યાવત્‌ ઉપદ્રવ કરતા ત્રિવિધે યાવત્‌ એકાંતબાલ છો.
ત્યારે ગૌતમસ્વામીએ તે અન્યતીર્થિકોને આ રીતે નિરુત્તર કર્યા, કરીને જ્યાં ભગવંત મહાવીર હતા, ત્યાં આવીને ભગવંતને વંદન-નમસ્કાર કર્યા, કરીને ભગવંત સમીપે યાવત્‌ પર્યુપાસના કરે છે.
ગૌતમસ્વામીને આમંત્રી ભગવંતે, ગૌતમને આમ કહ્યું – તેં હે ગૌતમ! તે અન્યતીર્થિકોને સારું કહ્યું, તેમને યથાર્થ કહ્યું. હે ગૌતમ! મારા ઘણા શિષ્યો શ્રમણ નિર્ગ્રન્થ છદ્મસ્થ છે. જે તમારી જેમ ઉત્તર દેવામાં સમર્થ નથી. જેમ તમે અન્યતીર્થિકોને સારું કહ્યું, તેમને આમ કહ્યું તે યથાર્થ છે. ત્યારપછી ભગવંતે આમ કહેતા, ગૌતમસ્વામી હર્ષિત, સંતુષ્ટ થયા. ભગવંતને વંદન-નમસ્કાર કર્યા અને આ પ્રમાણે પૂછ્યું–
[૭૫૧] ભગવન્‌! શું છદ્મસ્થ મનુષ્યો પરમાણુ પુદ્ગલને જાણે છે - જુએ છે? અથવા નથી જાણતા-નથી જોતા? ગૌતમ! કેટલાંક જાણે છે, જોતા નથી. કેટલાંક જાણતા નથી - જોતા નથી.
ભગવન્‌! છદ્મસ્થ મનુષ્ય દ્વિપ્રદેશિક સ્કંધને શું જાણે છે? જુએ છે? પૂર્વવત્‌. એ પ્રમાણે યાવત્‌ અસંખ્યપ્રદેશિક સ્કંધમાં કહેવું.
ભગવન્‌! છદ્મસ્થ મનુષ્ય અનંતપ્રદેશી સ્કંધને? પ્રશ્ન. ગૌતમ! કેટલાંક જાણે છે, જુએ છે. કેટલાંક જાણે છે, જોતા નથી. કેટલાંક જાણતા નથી, જુએ છે. કેટલાંક જાણતા નથી, જોતા નથી.
ભગવન્‌! શું આધોવધિક મનુષ્ય પરમાણુ પુદ્ગલને? છદ્મસ્થ અનુસાર આધોવધિકને કહેવા યાવત્‌ અનંતપ્રદેશી સ્કંધ કહેવો.
ભગવન્‌! પરમાધોવધિક મનુષ્ય, જે સમયે જાણે છે, તે સમયે જુએ છે અને જે સમયે જુએ છે, તે સમયે જાણે છે? ના, તે અર્થ સમર્થ નથી. ભગવન્‌! એમ કેમ કહો છો - X -? ગૌતમ! સાકારમાં તે જ્ઞાન હોય, અનાકારમાં તે દર્શન હોય. તેથી યાવત્‌ કહ્યું કે તે સમયે ન જાણે. અનંતપ્રદેશી સુધી કહેવું.
ભગવન્‌! કેવલી મનુષ્ય પરમાણુ પુદ્ગલને? પરમાધોવધિની માફક કેવલી પણ કહેવા. યાવત્‌ અનંતપ્રદેશી-ભગવન્‌! તેમજ છે.

Linked texts (1)