Viyahapannatti 1127
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1127
- Language
- Gujarati
1127
‘ભગવતી’ સૂત્ર-૭૫૨ :– [૧૮/૯/૭૫૨]
રાજગૃહમાં યાવત્ આમ કહ્યું – ભગવન્! ભવ્યદ્રવ્ય નૈરયિક શું ભવ્યદ્રવ્ય નૈરયિક છે? હા, છે.
ભગવન્! એમ કેમ કહ્યું - X -? જે કોઈ પંચેન્દ્રિય તિર્યંચયોનિક કે મનુષ્ય, નૈરયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય છે, તે ભવ્યદ્રવ્ય નૈરયિક કહેવાય છે. તેથી યાવત્ આમ કહેલું છે. આ પ્રમાણે સ્તનિતકુમાર પર્યન્ત જાણવું.
ભગવન્! ભવ્યદ્રવ્ય પૃથ્વીકાયિક, ભવ્યદ્રવ્યપૃથ્વી૦ છે? હા, છે. એમ કેમ? ગૌતમ! જે તિર્યંચયોનિક કે મનુષ્ય કે દેવ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે ભવ્ય દ્રવ્ય પૃથ્વીકાયિક કહેવાય છે, તેથી કહ્યું છે. આ રીતે જ અપ્કાયિક, વનસ્પતિકાયિકને જાણવા.
તેઉ, વાયુ, બે - ત્રણ - ચાર ઈન્દ્રિયોવાળામાં જે કોઈ તિર્યંચ કે મનુષ્ય ઉત્પન્ન થવા યોગ્ય હોય તે ભવ્ય દ્રવ્ય તેઉકાયિક આદિ કહેવાય છે.
જે કોઈ નૈરયિક યાવત્ દેવ પંચેન્દ્રિય તિર્યંચયોનિકપણે ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે ભવ્ય દ્રવ્ય પંચેન્દ્રિય તિર્યંચયોનિક કહેવાય, આ રીતે મનુષ્ય પણ કહેવા.
વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકને નૈરયિકો માફક કહેવા.
ભગવન્! ભવ્ય દ્રવ્ય નૈરયિકની કેટલા કાળની સ્થિતિ છે? ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ. - - ભવ્ય દ્રવ્ય અસુરકુમારની, ભગવન્! કેટલી કાળ સ્થિતિ છે? ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ, એ રીતે યાવત્ સ્તનિતકુમાર જાણવા.
ભવ્ય દ્રવ્ય પૃથ્વીકાયની પૃચ્છા. ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ સાતિરેક બે સાગરોપમ. આ પ્રમાણે અપ્કાયને પણ જાણવા. તેઉ અને વાયુને નૈરયિકવત્ જાણવું. વનસ્પતિકાયને પૃથ્વીકાયવત્ જાણવા.
બે-ત્રણ-ચાર ઈન્દ્રિયવાળાને નૈરયિકવત્ જાણવા. પંચેન્દ્રિય તિર્યંચની જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી ૩૩-સાગરોપમ. એ પ્રમાણે મનુષ્ય પણ છે. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકને અસુરકુમાર વત્ જાણવા.
ભગવન્! તેમજ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit