Pramāṇa · Search · About · API

Viyahapannatti 1128

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1128

Language
Gujarati

1128

વિવેચન :–૭૫૨
ભવ્ય દ્રવ્ય નૈરયિક - દ્રવ્યભૂત નારક, તે ભૂતનારક પર્યાયતાથી પણ હોય છે, તેથી ભવ્ય શબ્દથી વિશેષિત કરેલ છે. - X - તેઓ એકભવિક બદ્ધ આયુષ્ક અભિમુખ નામ-ગોત્ર ભેદવાળા હોય છે.
ભવ્ય દ્રવ્ય નૈરયિકાદિ૦માં સંજ્ઞી કે અસંજ્ઞી નરકગામીને અંતર્મુહૂર્ત્તાયુ અપેક્ષાએ અંતર્મુહૂર્ત્ત સ્થિતિ કહી, પૂર્વકોટી-મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચને આશ્રીને છે, ભવ્યદ્રવ્ય અસુરાદિને પણ જઘન્યા આ જ સ્થિતિ છે. ઉત્કૃષ્ટી ત્રણ પલ્યોપમ તે ઉત્તરકુરુ આદિ યુગલ મનુષ્ય આશ્રીને છે, કેમકે તેઓ મરીને દેવોમાં ઉત્પન્ન થાય છે. દ્રવ્ય પૃથ્વીકાયિકની સાતિરેક બે સાગરોપમ સ્થિતિ ઈશાન દેવને આશ્રીને છે. દ્રવ્ય તેઉ, દ્રવ્ય વાયુ બંને જઘન્ય અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી છે. દેવ, યુગલ બંને ત્યાં ઉત્પન્ન ન થાય. પંચેન્દ્રિય તિર્યંચની ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમ, સાતમી નરકાશ્રીત છે.

Linked texts (1)