Pramāṇa · Search · About · API

Viyahapannatti 1134

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1134

Language
Gujarati

1134

‘ભગવતી’ સૂત્ર-૭૫૫ :– [૧૮/૧૦/૭૫૫]
ભગવન્‌! આ રત્નપ્રભા પૃથ્વીની નીચે વર્ણથી કાળા-પીળા-લીલા-લાલ-પીળા-શ્વેત, ગંધથી સુગંધી-દુર્ગંધ, રસથી તિક્ત-કટુક-કષાય-અંબિલ, મધુર, સ્પર્શથી કર્કશ-મૃદુ-ભારે-હલકો-શીત-ઉષ્ણ-સ્નિગ્ધ-રૂક્ષ એ દ્રવ્યો અન્યોન્યબદ્ધ છે. - સ્પૃષ્ટ છે - યાવત્‌ સંબદ્ધ છે? હા, છે. એ રીતે યાવત્‌ અધઃસપ્તમી સુધી જાણવું.
ભગવન્‌! સૌધર્મકલ્પની નીચે૦ પૂર્વવત્‌. એ પ્રમાણે ઈષત્‌પ્રાગ્ભારા પૃથ્વી૦ ભગવન્‌! તે એમ જ છે (૨) યાવત્‌ વિચરે છે. પછી ભગવંત મહાવીર પણ યાવત્‌ બાહ્ય જનપદ વિહારે વિચરે છે.

Linked texts (1)